બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / The third Test against Australia not being played at Dharamsala, the biggest announcement BCCI made, showed this reason

Ind vs Aus 3rd Test Match / ધર્મશાળામાં નહીં રમાય ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ, BCCIએ કર્યું સૌથી મોટું એલાન, દર્શાવ્યું આ કારણ

Megha

Last Updated: 11:41 AM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ જે 1 થી 5 માર્ચ દરમિયાન ધર્મશાલામાં યોજાવાની હતી હાલ તેને ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી છે.

  • બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટનું આયોજન ધર્મશાલામાં નહીં કરવામાં આવે
  • આ કારણે ધર્મશાલાના સ્ટેડિયમમાં નહીં આયોજાય મેચ  
  • BCCI પર પણ ઉભા થયા સવાલો

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ધર્મશાલા ટેસ્ટ માટે  વૈકલ્પિક સ્થળ શોધી રહ્યું હતું અને અંતે એક સફળતા મળી. જણાવી દઈએ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટનું આયોજન ધર્મશાલામાં નહીં કરવામાં આવે. નોંધનીય છે કે હાલ ચાલી રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ હેઠળની ત્રીજી ટેસ્ટ જે 1 થી 5 માર્ચ દરમિયાન HPCA સ્ટેડિયમ ધર્મશાલામાં યોજાવાની હતી હાલ તેને ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી છે. 

આ કારણે ધર્મશાલાના સ્ટેડિયમમાં નહીં આયોજાય મેચ  
રિપોર્ટ મુજબ હિમાચલના આ ક્ષેત્રમાં શિયાળાને કારણે હાલ આઉટફિલ્ડમાં પૂરતું ઘાસ નથી અને એ તેને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં હજુ ઘણા દિવસો લાગશે. આવી સ્થિતિમાં ધર્મશાળામાં આયોજવવામાં આવેલ એ મેચને રદ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે BCCIની ટીમે 11 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું અને રવિવારે રજૂ કરવામાં આવેલ રિપોર્ટ ધર્મશાલાની તરફેણમાં ન હતો.

BCCI પર પણ સવાલો ઉભા થયા
જોકે મેચનું સ્થાન અચાનક બદલવાને કારણે ટેસ્ટ મેચની ફાળવણી બાદ સ્થળ પર નજર ન રાખવા બદલ BCCI પર ઘણા સવાલો ઉભા થયા છે. ધર્મશાલામાં રમાનારી આ બીજી ટેસ્ટ હતી, છેલ્લી વખત ધર્મશાલાએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2017માં ટેસ્ટનું આયોજન થયું હતું. 

આ વિશે બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે'મેચની યજમાની કરવા માટે યોગ્ય હોવાના બીસીસીઆઈ પાસે ચોક્કસ માપદંડ છે, એ મુજબ આ મેદાન પર કોઈ સ્પર્ધાત્મક મેચ રમાઈ નથી અને આઉટફિલ્ડ પણ તૈયાર નથી. સાથે જ આઉટફિલ્ડના કેટલાક ભાગોમાં ઘાસ પણ નથી અને આગામી થોડા દિવસોમાં વરસાદની આગાહી પણ અવરોધ પેદા કરી શકે છે.' જણાવી દઈએ કે ધર્મશાળામાંથી મેચનું સ્થળાંતર હજારો પ્રશંસકો નિરાશ થયા છે કારણ કે તેઓ લાંબા સમયથી ત્યાં વર્લ્ડ ક્લાસ ટેસ્ટ મેચની રાહ જોઈ રહ્યા હતા.

ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ 
1લી ટેસ્ટ (નાગપુર) – ભારત એક ઇનિંગ્સ અને 132 રનથી જીત્યું
2જી ટેસ્ટ (દિલ્હી) – 17 થી 21 ફેબ્રુઆરી, 2023
ત્રીજી ટેસ્ટ (ઈન્દોર) – 1 થી 5 માર્ચ, 2023
ચોથી ટેસ્ટ (અમદાવાદ) – 9 થી 13 માર્ચ, 2023

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ