બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The third round of rain has started in Gujarat, the intensity of rain will increase from tomorrow

સાવન આયા / જાંબુઘોડામાં 3.5 ઈંચ.. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ, આજેય કચ્છ-બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ધોધમાર આગાહી

Malay

Last Updated: 08:25 AM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Update: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. 19થી 22 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ થશે.

  • ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત
  • આજે સમગ્ર રાજ્યમાં જામશે વરસાદી માહોલ
  • આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે
  • 19થી 22 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ થશે

રાજ્યમાં વરસાદનું જોર હળવું પડ્યું છે. અમદાવાદમાં દિવસ દરમિયાન ક્યાં વરસાદી ઝાપટાં પડી જાય છે, જોકે શહેરના નીચાણવાળા વિસ્તારોને જળબંબાકાર કરે તેવો ભારે વરસાદ પડતો ન હોઈ લોકોએ હાશકારો અનુભવ્યો છે, જોકે રાજ્યમાં આજથી વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. આ અઠવાડિયામાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી 
હવામાન વિભાગના જણાવ્યા અનુસારા, આજે નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે તાપી, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. 

આ જિલ્લાઓમાં ખાબકી શકે છે હળવો વરસાદ
આજે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

19 જુલાઈથી વધશે વરસાદનું જોર
19 જુલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં પણ વરસાદ ખાબકી શકે છે. 

આગામી 24 કલાકમાં....: ગુજરાતમાં વરસાદને લઇ શું કહે છે હવામાન વિભાગ, જાણો  ક્યારથી બેસશે ચોમાસું | Meteorological department predicted normal rain  with strong winds in Gujarat

20 જુલાઈએ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
20 જુલાઈએ  પાટણ, મોરબી, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર,  અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ,  દાહોદ, પંચમહાલ, ખેડા, વલસાડ, તાપી, ડાંગ,  સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આદગાહી છે. 20 જુલાઈના રોજ સુરત, નવસારી, જામનગર, પોરબંદર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.  

24 કલાકમાં 62 તાલુકામાં મેઘ મહેર
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડામાં 3.5 ઈંચ નોંધાયો છે. આ ઉપરાંત જેતપુર પાવીમાં 2.5 ઈંચ, જામકંડોરણામાં 2.5 ઈંચ, છોટાઉદેપુરમાં સવા 2 ઈંચ, ઉનામાં પોણા 2 ઈંચ, વિસાવદરમાં પોણા 2 ઈંચ, ક્વાંટમાં સવા ઈંચ, લાઠી અને જાફરાબાદમાં સવા ઈંચ, ગીરગઢડામાં સવા ઈંચ, બોડેલીમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. સાથે જ મેંદરડામાં 1 ઈંચ, માંડવીમાં પોણો ઈંચ, ભાવનગરમાં પોણો ઈંચ, કોડીનારમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ