બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / The Taliban is now Pakistan's staunch enemy, 60 percent increase in terrorist attacks, know the reason

અણબનાવ / એક સમયનો મિત્ર કહેવાતું તાલિબાન આજે છે પાકિસ્તાનનું કટ્ટર દુશ્મન, આતંકી હુમલામાં 60 ટકાનો વધારો, જાણો કારણ

Megha

Last Updated: 12:43 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના કાર્યવાહક પીએમ કાકરે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં 60 ટકા તો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં 500 ટકાનો વધારો થયો

  • ઈમરાન સરકારે તાલિબાન લડવૈયાઓને પાકિસ્તાનના મિત્ર ગણાવ્યા હતા
  • હવે પાકિસ્તાન પોતાના એ જ 'મિત્રો'ને દુશ્મન ગણાવી રહ્યું છે
  • પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં 60 ટકા નો વધારો

15 ઓગસ્ટ 2021ના દિવસ તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યો હતો. તે સમયે અફઘાનિસ્તાનના પાડોશી દેશ પાકિસ્તાને તાલિબાનના કાબુલ પર કબજો કર્યાનું સૌ પ્રથમ સ્વાગત કર્યું હતું. તત્કાલીન ઈમરાન સરકારે તાલિબાન લડવૈયાઓને પાકિસ્તાનના મિત્ર ગણાવ્યા હતા. પરંતુ હવે પાકિસ્તાન પોતાના એ જ 'મિત્રો'ને દુશ્મન ગણાવી રહ્યું છે. 

પાકિસ્તાનના કાર્યવાહક પીએમ અનવારુલ હક કાકરે બુધવારે જણાવ્યું હતું કે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં 60 ટકા અને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં 500 ટકાનો વધારો થયો છે. કટ્ટરપંથી તાલિબાને ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. '

કાકરે ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'ઓગસ્ટ 2021માં વચગાળાની અફઘાન સરકારની સ્થાપના થયા પછી, અમને પૂરી આશા હતી કે અફઘાનિસ્તાનમાં લાંબા ગાળાની શાંતિ રહેશે, પાકિસ્તાન વિરોધી જૂથો, તહરીક-એ-તાલિબાન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમને પાકિસ્તાન વિરુદ્ધ અફઘાન જમીનનો ઉપયોગ કરવાની બિલકુલ મંજૂરી આપવામાં આવશે નહીં.

કાકરે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં TTP દ્વારા અફઘાન જમીનનો ઉપયોગ કરીને કરવામાં આવેલા હુમલાઓમાં 2,267 પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા છે. તેમણે કહ્યું, 'આ સમયગાળા દરમિયાન આત્મઘાતી હુમલામાં 15 અફઘાન નાગરિકો પણ સામેલ હતા. આ સિવાય આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન પાકિસ્તાનની કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે લડતા અત્યાર સુધીમાં 64 અફઘાન નાગરિકો માર્યા ગયા છે. 'કાકરે આતંકવાદ માટે પોતાની ધરતીનો ઉપયોગ રોકવામાં કાબુલની નિષ્ફળતા પર ખેદ વ્યક્ત કર્યો. 

કાર્યકારી પીએમએ એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાન છોડ્યા બાદ હવે આતંકવાદીઓ તેમના હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે. કાકરે કહ્યું કે, અમેરિકન નિર્મિત હથિયારો માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશ તેમજ ખાડી દેશોમાં બ્લેક માર્કેટમાં વેચાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદ માટે ઉપયોગમાં લેવાતા અમેરિકી હથિયારોને લઈને ઈસ્લામાબાદ પોતાના વલણ પર અડગ છે. જો કે તેના જવાબમાં અમેરિકાએ કહ્યું હતું કે તેણે કોઈ શસ્ત્રો છોડ્યા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ