બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / The system sealed 8 more hospitals in Vadodara but only for show

વડોદરા / તંત્રએ વડોદરાની વધુ 8 હોસ્પિટલો તો સીલ કરી પરંતુ ફક્ત દેખાડા પૂરતી, VTVની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

Priyakant

Last Updated: 12:35 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Hospital Seal News: પાર્કિંગની જગ્યાને લઇ વડોદરા કોર્પોરેશનની હોસ્પિટલ સામે કાર્યવાહી કરતાં 8 હોસ્પિટલો સીલ કરી, VTV NEWSની તપાસમાં હોસ્પિટલોને સીલ કરવાના તરકટનો ખુલાસો

  • વડોદરામાં પાર્કિંગની જગ્યાને લઈ પાલિકાની દેખાડા પુરતી કાર્યવાહી
  • VTV NEWSની તપાસમાં હોસ્પિટલોને સીલ કરવાના તરકટનો ખુલાસો
  • પાલિકાએ આયુષ્ય હોસ્પિટલનો માત્ર એક રૂમ કર્યો સીલ

વડોદરામાં પાર્કિંગની જગ્યાને લઈ પાલિકાની દેખાડા પુરતી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે,  VTV NEWS ની તપાસમાં હોસ્પિટલોને સીલ કરવાના તરકટનો ખુલાસો થયો છે. વિગતો મુજબ પાર્કિંગની જગ્યાને લઇ વડોદરા કોર્પોરેશનની હોસ્પિટલ સામે કાર્યવાહી કરતાં 8 હોસ્પિટલો સીલ કરી હતી. જોકે અમારી ટીમે તપાસ કરતાં ખબર પડી હતી કે, પાલિકાએ આયુષ્ય હોસ્પિટલનો માત્ર એક રૂમ સીલ કર્યો છે. 

વડોદરામાં પાર્કિંગની જગ્યાને લઈ મનપા દ્વારા હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જે અનુસંધાને પાલિકાએ વડોદરાની વધુ 8 હોસ્પિટલ સીલ કરી હતી. આ સાથે 102 હોસ્પિટલોને નોટિસ આપ્યા બાદ કાર્યવાહી શરૂ કરી હતી. આ તરફ VTV NEWS ની તપાસમાં હોસ્પિટલોને સીલ કરવાના તરકટનો ખુલાસો થયો છે. 

VTV NEWS ની તપાસમાં મોટો ખુલાસો 
વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશને પાર્કિંગની જગ્યાને લઇ વડોદરા હોસ્પિટલો સામે કાર્યવાહી કરી હતી. જેમાં કોર્પોરેશને શહેરની વધુ 8 હોસ્પિટલ સીલ કરી હતી. જોકે VTV NEWS ખોડિયાર નગર વિસ્તારની આયુષ્ય હોસ્પિટલમાં પહોંચ્યું તો એક મોટો ખુલાસો થયો હતો. જેમાં મનપાના ટાઉન પ્લાનિંગ અધિકારીઓએ હોસ્પિટલનો ફક્ત 1 રૂમ સીલ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે સંચાલકે પાર્કિંગના ભોંયરાનો રસ્તો બંધ કરી મેડિકલ સ્ટોર બનાવી દીધો હતો. મહત્વનું છે કે, પાલિકાના દાવાઓ વચ્ચે અધિકારીઓની કાર્યવાહી ફક્ત દેખાડા પુરતી હોવાનું સામે આવ્યું છે. 

કઈ હોસ્પિટલને સીલ કરાઇ ? 

  • માતૃત્વ હોસ્પિટલ, નોવીનો તરસાલી રોડ
  • પલાશ હોસ્પિટલ, નોવીનો તરસાલી રોડ
  • ધ્રુવ હોસ્પિટલ, તરસાલી રોડ
  • આયુષ્ય મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, ખોડીયારનગર ચાર રસ્તા
  • સ્પંદન હોસ્પિટલ, સિધંવાઈ માતા રોડ, માંજલપુર 
  • અઝીજ હોસ્પિટલ, ન્યુ હેવેન એસ્ક્લેવ, પાણીગેટ
  • મંગલમ હોસ્પિટલ, ગોત્રી
  • ગોપીનાથજી હોસ્પિટલ, ન્યૂ સમા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ