બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / The Supreme Court upheld the Gujarat High Court in the abortion case of a 25-year-old rape victim

સુનાવણી / સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને કેમ લગાવી ફટકાર? કહ્યું કોઈ અદાલત આવું કઈ રીતે કરી શકે? 12 દિવસ પછી કેમ આપી તારીખ

Dinesh

Last Updated: 05:58 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટે 17 ઓગસ્ટના રોજ પીડિત મહિલાની ગર્ભપાતની અરજી ફગાવી દીધી હતી તેમજ આદેશની કોપી પણ આપી ન હતી, જે બાદ અરજદાર સુપ્રીમ કોર્ટેના દ્વારે પહોંચ્યા હતાં.

 

  • 25 વર્ષની દૂષ્કર્મ પીડિતાનો ગર્ભપાતનો કેસ
  • સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને લગાવી ફટકાર
  • 'આવા કિસ્સાઓમાં એક એક દિવસ મહત્વપૂર્ણ હોય છે'

ગુજરાતમાં 25 વર્ષની દૂષ્કર્મ પીડિતાના 28 અઠવાડીયાના ગર્ભાવસ્થાના ગર્ભપાત અંગેના કેસમાં આજે એટલે કે 19 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શનિવારે રજા હોવા છતાં ન્યાયધીશ બી.વી. નાગરત્ન અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની સ્પેશિયલ બેંચે આ મામલે અર્જન્ટ સુનાવણી હાથ ધરી હતી.

રાહુલ ગાંધીને દોષી ઠેરવનાર જજ સહિત 68 અધિકારીઓના પ્રમોશન અટકી પડ્યા, 8મેએ સુપ્રીમ  કોર્ટમાં સુનાવણી | 68 officers promotion stuck Including the judge who  convicted Rahul ...

આગામી સુનાવણી સોમવારે
ગુજરાત હાઈકોર્ટે 17 ઓગસ્ટના રોજ પીડિત મહિલાની ગર્ભપાતની અરજી ફગાવી દીધી હતી તેમજ આદેશની કોપી પણ આપી ન હતી. જે બાદ અરજદાર સુપ્રીમ કોર્ટેના દ્વારે પહોંચ્યા હતાં. 19 ઓગસ્ટે સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્ને ગુજરાત હાઈકોર્ટને ઠપકો આપતા કહ્યું હતું કે, આવા કિસ્સાઓમાં એક એક દિવસ મહત્વપૂર્ણ હોય છે છતાં પણ સુનાવણીની તારીખ કેમ મોકૂફ રાખવામાં આવી?. 11 ઓગસ્ટના રોજ ગુજરાત હાઇકોર્ટે કેસની તાત્કાલિક સુનાવણી ન કરતાં 12 દિવસ પછી આગામી તારીખ આપી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી સોમવારને 21 ઓગસ્ટ રોજ થશે.

બે સગીરાઓ પર દુષ્કર્મના બનાવોમાં વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગર્ભપાત માટે  કોર્ટે આપી મંજૂરી, ભવિષ્ય સાચવ્યું | Historic judgment of Vapi court in  cases of ...

'અફસોસ છે કે અમારે આવી ટિપ્પણી કરવી પડી રહી છે'
ગુજરાત સરકારના વકીલ સ્વાતિ ઘિલ્ડિયાલને કોર્ટ દ્વારા સીધો સવાલ પૂછવામાં આવ્યો હતો કે, આટલા સંવેદનશીલ મામલામાં એટલા દિવસ કેવી રીતે ખરાબ થયા, અમને અફસોસ છે કે અમારે આવી ટિપ્પણી કરવી પડી રહી છે. પીડિતાના વકીલે કહ્યું કે, તે પ્રેગ્નન્સીના 25મા અઠવાડિયામાં કોર્ટમાં ગઈ હતી પરંતુ દિવસો એક પછી એક વીતતા ગયા છે. 28મી સપ્તાહ સોમવાર પછી શરૂ થવાની છે. કોર્ટે કહ્યું કે, દરેક દિવસ કિંમતી છે. 11 ઓગસ્ટે જ રિપોર્ટ આવી ગયો હતો પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહી. 17 ઓગસ્ટે કોઈપણ કારણ આપ્યા વગર અરજી ફગાવી દેવામાં આવી હતી. ઓર્ડર હજુ અપલોડ કરવામાં આવ્યો નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ