બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The Supreme Court said, Parents, not coaching centers, are responsible for student suicides

Suicide Case / 'વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે માતા-પિતા જવાબદાર, કોચિંગ સેન્ટર નહીં', સુપ્રીમ કોર્ટનું સૌથી મોટું અવલોકન

Priyakant

Last Updated: 04:08 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kota Suicide Case Latest News :એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કોટામાં બાળકો જે રીતે આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર માતા-પિતા જ જવાબદાર

  • સુપ્રીમ કોર્ટે કોટા આત્મહત્યા કેસમાં બાળકોના માતા-પિતાને જવાબદાર ઠેરવ્યા
  • કોટામાં બાળકો જે રીતે આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર માતા-પિતા જવાબદાર 
  • સુપ્રીમ કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લગાવવાનો ઈન્કાર કરી દીધો

Kota Suicide Case : સુપ્રીમ કોર્ટે કોટા આત્મહત્યા કેસમાં બાળકોના માતા-પિતાને જવાબદાર ઠેરવ્યા છે. વાત જાણે એમ છે કે, એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કોટામાં બાળકો જે રીતે આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર માતા-પિતા જ જવાબદાર છે. આ સાથે કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. અહી નોંધનિય છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં કોટામાં 24 બાળકો આત્મહત્યા કરી ચૂક્યા છે.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? 
દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, ળકો તેમના માતા-પિતાની ઈચ્છાથી મોતને ભેટે છે. માતાપિતા તેમના બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે બાળકો દબાણમાં આવીને આત્મહત્યા જેવું પગલું ભરે છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટ મુંબઈ સ્થિત ડૉક્ટર અનિરુદ્ધ નારાયણ માલપાણીની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમણે બાળકોની આત્મહત્યા માટે કોચિંગ સેન્ટરોને જવાબદાર ઠેરવ્યા હતા.

દોષ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો નથી પરંતુ માતા-પિતાનો છે: સુપ્રીમ કોર્ટ 
ડૉક્ટર અનિરુદ્ધ નારાયણ માલપાણી પોતાની અરજીમાં કોચિંગ સંસ્થાઓમાં લઘુત્તમ ધોરણો જાળવવાની પણ વાત કરી હતી. કોર્ટે આ અંગે કાયદો બનાવવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, દોષ બાળકોના માતા-પિતાનો છે કોચિંગ સંસ્થાઓનો નહીં. તમને જણાવી દઈએ કે. કોટામાં આત્મહત્યા કરનારા બાળકોની ઉંમર 14-16 વર્ષની વચ્ચે છે.

આ વર્ષે 24 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી  
આ વર્ષે રાજસ્થાનના કોટામાં NEET અને JEE કોચિંગ માટે આવેલા 24 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. આ આંકડો છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ છે. આત્મહત્યાના કિસ્સાઓને રોકવા માટે કોચિંગ સંસ્થાઓને વિશેષ ભલામણો પણ કરવામાં આવી છે. આમ છતાં આપઘાતના કેસમાં કોઈ ઘટાડો થયો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ