બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / The stock market hit another record high with the Sensex at 65,754.12 and the Nifty at 19472

માર્કેટ મજામાં / શેર બજારમાં ચારેયકોર ખરીદી જ ખરીદી, સેન્સેક્સ-નિફ્ટી લાઈફ ટાઈમ હાઇ, 65,800 પર બંધ, રોકાણકારોએ આ શેરોમાં કરોડો બનાવ્યા

Kishor

Last Updated: 04:12 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેંસેક્સ 65,754,12 અને નિફ્ટી 19472 ના આંક સાથે આજે શેરબજારમાં નવો કિર્તીમાન સ્થાપિત થયો છે.

  • શેરબજારમાં ગુરુવારે ફરી એકવાર રેકોર્ડ સર્જાયો
  • સેંસેક્સ 65,754,12 અને નિફ્ટી 19472 પર
  • બુધવારે શેર બજારની સ્થિતિ સૂસ્ક રહી હતી

શેરબજારમાં ગુરુવારે ફરીએકવાર રેકોર્ડ સર્જાયો, સેંસેક્સ 65,754,12 અને નિફ્ટી 19472 પર પહોંચીને નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. શરૂઆત નબળી થયા બાદ 10.10 વાગ્યે શેર બજારની ગાડી તેજીના પાટા પર આવી ગઇ. એ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના જોરે સેંસેક્સ 137 અંકની બઢત સાથે 65583ના સ્તર પર પહોંચી ગયો. બીજી બાજુ નિફ્ટી 50 પણ 51 અંકની તેજની સાથે 19450ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો હતો.  

રોકાણકારોને રડાવશે માર્કેટ, સતત બીજા દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 601  અને નિફ્ટી 145 પોઈન્ટ ગબડ્યો | Stock markets crash for second consecutive  day, Sensex 601 and ...

Niftyમાં Apollo Hospitalsના શેર ટોપ ગેનર

શેર બજારમાં ગુરુવારે નિચલા સ્તરથી રેકોર્ડબ્રેક તેજી જોવા મળી હતી. વધુ ખરીદારીને કારણે સેંસેક્સ અને નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યું છે. BSE Sensex પ્રથમવાર 65,832 અને Nifty 19,512 સુધી પહોંચ્યા છે. બજારમાં આવેલી તેજી પાછળ જવાબદાર રિયલ્ટી, PSU બેંકિંગ સ્ટોક્સ સૌથી આગળ રહ્યાં હતા. Niftyમાં Apollo Hospitalsના શેર ટોપ ગેનર રહ્યાં હતા. ભારતીય શેર બજાર બુધવારે સુસ્તી સાથે બંધ થયું હતું જો કે ગુરુવારે લીલા રંગના આંકડા જોવા મળતાં રોકાણકારોમાં હરખની હેલી જોવા મળી હતી. 

Tag | VTV Gujarati


શેર બજારમાં રેકોર્ડબ્રેક ઉંચાઇ પાછળ શું છે કારણ  ?

શેર બજારમાં આવેલી તેજી પાછળ નિષ્ણાતોએ અનેક ફેક્ટર જવાબદાર હોવાનું જણાવ્યું હતું. જેમાં ભારતીય શેર બજારમાં સતત વિદેશી નિવેશ આવી રહ્યું છે. ઓગસ્ટ 2022 બાદ જુન 2023માં સૌથી વધુ 47,148 કરોડનું વિદેશી રોકાણ થયું છે. તો અમેરિકામાં આવેલી તેજીની અસર પણ ભારતીય બજારમાં જોવા મળી રહી છે. તો દેશમાં GST ક્લેક્શન જુનમાં વધીને નવો રેકોર્ડ બન્યો છે, તેનાથી અર્થવ્યવસ્થાને મજબૂતી મળી છે. સરકારને 1.61 લાખ કરોડ રૂપિયાની GST ક્લેક્શન થયું છે.ઉલ્લેખનીય છે કે બુધવારે શેર બજારની સ્થિતિ સૂસ્ક રહી હતી. બીએસઇ સેંસેક્સમાં 33 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 9 અંકના સામાન્ય ઉછાળા સાથે ટોચ પર પહોંચીને બંધ થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ