બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The state of higher education in Gujarat is not very good

મહામંથન / ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ બહુ હરખાવા જેવી નથી, 38000થી વધારે બેઠકો માટે ક્યાંથી મળશે વિદ્યાર્થીઓ?

Vishal Khamar

Last Updated: 10:47 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 65.58 પરિણામ આજે જાહેર થયું છે. ત્યારે પરિણામ એકંદરે સામાન્ય છે. પરંતું ખાનગી કોલેજોની સંખ્યા સતત વધી રહી છે. જોવાનું એ રહ્યું કે પાસ થયેલ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ ઈજનેરી કે અન્ય કોર્સ પસંદ કરે છે.

  • ખાનગી કોલેજની વધતી સંખ્યા ઉચ્ચ શિક્ષણને અસર કરશે?
  • ઈજનેરી સહિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની ખાલી રહેલી બેઠકનું શું?
  • પાસિંગ માર્ક્સથી પણ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મળે તેવી સ્થિતિ કેટલી યોગ્ય

જીવનકાળમાં જેટલું મહત્વ પ્રાથમિક શિક્ષણનું છે એટલું જ મહત્વ ઉચ્ચ શિક્ષણનું છે. કારણ એટલું જ કે તમારા કૌશલ્યને યોગ્ય ઘાટ ઉચ્ચ શિક્ષણ આપે છે.. ઉચ્ચ શિક્ષણમાં સારી રીતે ઘડતર થયું હોય તો જયારે પણ કોઈ યુવક કે યુવતી કોલેજની બહાર નિકળશે કે તરત જ રોજગારીની તક તેને મળી જશે કારણ કે જમાનો કૌશલ્યને સલામ કરે છે. હવે સ્થિતિ એવી છે કે બોર્ડની પરીક્ષામાં પર્સન્ટેજ અને પર્સન્ટાઈલની માયાજાળમાં કદાચ તમારા સારા માર્કસ પણ આવી જાય પરંતુ ઉચ્ચ શિક્ષણમાં સ્થિતિ બહુ હરખાવા જેવી નથી.
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું અને પરિણામ જાહેર થતા જ એ વાત પણ સામે આવી કે ચાલુ વર્ષે ઈજનેરી શાખામાં 68 હજાર 400 બેઠક છે પરંતુ 29 હજાર વિદ્યાર્થી જ પાસ થયા. સ્વભાવિક છે કે આ પાસ થયેલા વિદ્યાર્થીમાંથી પણ ઈજનેરી શાખા કે અન્ય પ્રોફેશનલ કોર્સીસમાં કેટલા એડમિશન થશે તે અલગ ચર્ચાનો વિષય છે. સવાલ એ થાય કે આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સરેરાશ છે. જેને પાસિંગ માર્કસ કે તેથી વધુ માર્કસ આવ્યા હશે તે પણ ખાનગી કોલેજમાં મસમોટી ફી ભરીને ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી લેશે પણ ત્યાર પછી એકંદરે સમાજ કે દેશ જે ગુણવત્તા ઈચ્છે છે તે મળશે ખરી.

  • ધોરણ 12 સાયન્સનું પરિણામ એકંદરે સામાન્ય રહેવાનો વિદ્યાર્થીનો સૂર
  • રાજ્યની ઈજનેરી શાખામાં 68 હજાર 400 બેઠક
  • 68 હજાર 400 બેઠકની સામે વિજ્ઞાન પ્રવાહમાં 29 હજાર વિદ્યાર્થી પાસ 

ધોરણ 12 સાયન્સનું પરિણામ એકંદરે સામાન્ય રહેવાનો વિદ્યાર્થીનો સૂર છે. રાજ્યની ઈજનેરી શાખામાં 68 હજાર 400 બેઠક છે.  68 હજાર 400 બેઠકની સામે વિજ્ઞાન પ્રવાહમાં 29 હજાર વિદ્યાર્થી પાસ છે. પરિણામ એકંદરે સામાન્ય જેની સામે ખાનગી કોલેજની સતત સંખ્યા વધી રહી છે.  ધોરણ 12 સાયન્સનું પરિણામ ગત વર્ષ કરતા એકંદરે 6.44% ઘટ્યું. ખાનગી કોલેજમાં વિદ્યાર્થી આવશે પણ અપેક્ષા મુજબના સ્તરનો સવાલ છે. અન્ય પ્રોફેશનલ કોર્સમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. 29 હજાર વિદ્યાર્થીમાંથી કેટલા વિદ્યાર્થી ઈજનેરી કે અન્ય કોર્સ પસંદ કરે તે પણ સવાલ છે.

ડિપ્લોમા-ડિગ્રી એન્જિનિયરિંગની સ્થિતિ

આ વિસ્તારમાં મોટેભાગે બેઠક રહે છે ખાલી
મોરબી
દાહોદ
મોડાસા
વડનગર
ભાવનગર
અમરેલી
  • સરકાર સંચાલિત યુનિવર્સિટીમાં પણ ખાનગી કોલેજનું પ્રમાણ વધ્યું
  • ખાનગી કોલેજનો હેતુ મોટેભાગે નફો રળવાનો હોય છે
  • 2016માં GTU સાથે 136 ઈજનેરી કોલેજ હતી જેમાં 17 કોલેજ જ સરકારી કે ગ્રાન્ટેડ હતી 

ઉચ્ચ શિક્ષણના સ્તર સામે પ્રશ્નાર્થ કેમ?
સરકાર સંચાલિત યુનિવર્સિટીમાં પણ ખાનગી કોલેજનું પ્રમાણ વધ્યું છે.  ખાનગી કોલેજનો હેતુ મોટેભાગે નફો રળવાનો હોય છે. 2016માં GTU સાથે 136 ઈજનેરી કોલેજ હતી જેમાં 17 કોલેજ જ સરકારી કે ગ્રાન્ટેડ હતી. જેમાં GTU સાથે જોડાયેલી લગભગ 87% જેટલી કોલેજ સ્વનિર્ભર છે. ખાનગી કોલેજ પાસે કેટલાક કિસ્સામાં કુશળ શિક્ષક હોતા નથી. મોટાભાગની કોલેજ ડિગ્રી આપવા જરૂરી અભ્યાસક્રમ પૂર્ણ કરવા પર ધ્યાન આપે છે. ઉચ્ચ શિક્ષણમાં જરૂરી કૌશલ્યશક્તિ ખીલે તે પ્રકારે ઘડતર થતું નથી. એન્જિનિયરિંગ કોલેજમાં અગાઉના આંકડા પણ નિરાશાજનક છે. AICTEનું તારણ કહે છે કે ઈજનેરી કોલેજમાંથી બહાર નિકળતા 20% વિદ્યાર્થીને જ નોકરી મળે છે.

  • MBA, MCA જેવા પ્રોફેશનલ કોર્સમાં પણ સરેરાશ 60% બેઠક ખાલી રહે છે
  • 2016માં GTUએ મોટાપાયે રોજગાર મેળાનું આયોજન કર્યું હતું
  • જો કે આ રોજગાર મેળામાં ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓને જ નોકરી મળી હતી 

અન્ય પ્રોફેશનલ કોર્સની સ્થિતિ
MBA, MCA જેવા પ્રોફેશનલ કોર્સમાં પણ સરેરાશ 60% બેઠક ખાલી રહે છે. 2016માં GTUએ મોટાપાયે રોજગાર મેળાનું આયોજન કર્યું હતું. જો કે આ રોજગાર મેળામાં ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓને જ નોકરી મળી હતી. બી.એડ., આર્ટિટેક્ચર, લૉ જેવા કોર્સમાં પણ અનેક કોલેજ ખુલી ગઈ છે. આવા પરંપરાગત કોર્સમાં પણ અપેક્ષા પ્રમાણે રોજગાર મળતો નથી. એક સર્વે એવો પણ છે કે ઉદ્યોગોની જરૂરિયાત કરતા ઈજનેરો વધુ બહાર આવે છે. માંગની સામે પુરવઠો વધી જાય છે અને સરવાળે રોજગાર મળતો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ