બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The state government is now considering bringing the Common University Act

મહામંથન / સત્તાનું કેન્દ્રિકરણ: ગુજરાત કોમન યુનિવર્સિટી એકટથી લોકશાહી ખતમ થઈ જશે? શું થશે ફેરફાર?

Vishal Khamar

Last Updated: 09:56 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં કોમન યુનિવર્સિટી એક્ટ 2006 અમલમાં લાવવા માટે વિચારણા કરાઈ હતી. ગુજરાતમાં 59 યુનિવર્સિટી છે. જેમાં 18 સરકારી યુનિવર્સિટી જ્યારે 4 કૃષિ, 3 કેન્દ્રીય, 2 ગ્રાન્ટેડ અને 32 પ્રાઈવેટ યુનિવર્સિટી છે. ત્યારે હવે આગામી સમયમાં સરકારી યુનિવર્સિટીમાં કોમન એક્ટ અમલમાં આવવાની શક્યતાઓ છે.

ગુજરાતમાં કોમન યુનિવર્સિટી એક્ટની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે. 2006માં કોમન યુનિવર્સિટી એક્ટ લાવવાની કવાયત હાથ ધરી હતી.. જોકે વિરોધ થતાં એક્ટને પડતો મૂક્યો. 2009માં ફરી એકવાર એક્ટ લાવવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. પણ વિરોધને પગલે કોમન યુનિવર્સિટી એક્ટને ભૂલી જવો પડ્યો. હવે ફરી એકવાર 2023માં આ એક્ટ લાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે.. સરકારી યુનિવર્સિટીઓ રાજકીય અખાડો બની ગઈ હોવાનો સરકારનો મત છે.. તો બીજી તરફ વિરોધનો સૂર ઉઠવાની પણ શક્યતાઓ છે.. કોંગ્રેસ પહેલાથી જ આ એક્ટના વિરોધનું મન બનાવીને બેઠી છે. ત્યારે સવાલ એ છે કે શું ખરેખર કોમન યુનિવર્સિટી એક્ટ આવશે તો યુનિવર્સિટીની લોકશાહી ખતમ થઈ જશે?. શું નવા એક્ટથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાશે?.. સત્તાનું કેન્દ્રિકરણ થવાથી કયા ફેરફાર થશે ? આ કાયદાથી ફાયદો થશે કે નુકસાન.

  • કોમન યુનિવર્સિટી એક્ટ લાવવાની વિચારણા 
  • અગાઉ કોમન યુનિવર્સિટી એક્ટ 2006માં લવાયો હતો
  • વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વિરોધ નોંધાવતા મોકૂફ રખાયો હતો
  • સરકારે અધ્યાપકો, આચાર્યો સહિતના શિક્ષણ નિષ્ણાતો પાસેથી અભિપ્રાયો મંગાવ્યા હતા

કોમન યુનિવર્સિટી એક્ટ લાવવાની વિચારણા કરી રહી છે.  અગાઉ કોમન યુનિવર્સિટી એક્ટ 2006માં લવાયો હતો. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વિરોધ નોંધાવતા મોકૂફ રખાયો હતો. સરકારે અધ્યાપકો, આચાર્યો સહિતના શિક્ષણ નિષ્ણાતો પાસેથી અભિપ્રાયો મંગાવ્યા હતા.  209માં આ એક્ટને ફરી એકવાર લાવ્યા જોકે ફરી પડતો મુકવો પડ્યો. ગુજરાતમાં 59 યુનિવર્સિટી છે જેમાં 18 સરકારી યુનિવર્સિટી છે. 4 કૃષિ, 3 કેન્દ્રીય, 2 ગ્રાન્ટેડ અને 32 પ્રાઈવેટ યુનિવર્સિટી છે. કોમન યુનિવર્સિટી એક્ટ સરકારી યુનિવર્સિટીમાં અમલમાં આવી શકે છે. 

  • રાજ્યની સરકારી યુનિવર્સિટીઓનું એક જ કાયદાથી નિયમન થાય
  • આ તમામ યુનિવર્સિટીમાં કોમન અભ્યાસક્રમ હોય
  • એક જ સમયે તમામ યુનિવર્સિટીમાં પરીક્ષા લેવામાં આવે
  • અભ્યાસક્રમમાં UGCની જોગવાઈ મુજબ 20 ટકા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી ફેરફાર કરવામાં આવે

કોમન યુનિવર્સિટી એક્ટમાં શું હશે?
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓનું એક જ કાયદાથી નિયમન થાય છે.  આ તમામ યુનિવર્સિટીમાં કોમન અભ્યાસક્રમ હોય છે.  એક જ સમયે તમામ યુનિવર્સિટીમાં પરીક્ષા લેવામાં આવે. અભ્યાસક્રમમાં UGCની જોગવાઈ મુજબ 20 ટકા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી ફેરફાર કરવામાં આવે છે.  

  • એક્ટના અમલ બાદ વિદ્યાર્થી, અધ્યાપક સહિતની સેનેટની ચૂંટણી થતી નથી
  • સિન્ડિકેટની ચૂંટણી પણ યોજાતી નથી
  • સેનેટ અને સિન્ડિકેટના બદલે બોર્ડ ઓફ ગવર્નન્સ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની નિમણૂક થાય

એક્ટના અમલથી શું થશે?
એક્ટનાં અમલ બાદ વિદ્યાર્થી, અધ્યાપક સહિતની સેનેટની ચૂંટણી થતી નથી. સિન્ડિકેટની ચૂંટણી પણ યોજાતી નથી. સેનેટ અને સિન્ડિકેટના બદલે બોર્ડ ઓફ ગવર્નન્સ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની નિમણૂક થાય. .

  • વિદ્યાર્થીઓને અધવચ્ચે પ્રવેશની માથાકૂટમાંથી મુક્તિ મળશે
  • અત્યારે અભ્યાસક્રમ અલગ હોવાથી અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ
  • અભ્યાસક્રમ એક થયા બાદ વિદ્યાર્થીઓ અડધા અભ્યાસક્રમમાં અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ શકશે
  • કોમન એક્ટમાં દરેક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ એક સરખો રહેશે

વિદ્યાર્થીઓને શું ફાયદો થશે?
વિદ્યાર્થીઓને અધવચ્ચે પ્રવેશની માથાકૂટમાંથી મુક્તિ મળશે.  અત્યારે અભ્યાસક્રમ અલગ હોવાથી અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ છે. અભ્યાસક્રમ એક થયા બાદ વિદ્યાર્થીઓ અડધા અભ્યાસક્રમમાં અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ શકશે. કોમન એક્ટમાં દરેક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ એક સરખો રહેશે. 

  • ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટનો કોંગ્રેસે નોંધાવ્યો છે વિરોધ
  • કોંગ્રેસના મતે એક્ટ લાગુ થવાથી સત્તાનું કેન્દ્રિકરણ થશે
  • યુનિવર્સિટીની આંતરિક લોકશાહી સમાપ્ત થઈ જશે તેવો કોંગ્રેસનો મત
  • ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં પણ સરકારના મળતિયા અને માનીતા લોકોની નિમણૂક થશે

કોંગ્રેસનો વિરોધ શું?
ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના મતે એક્ટ લાગુ થવાથી સત્તાનું કેન્દ્રિકરણ થશે. યુનિવર્સિટીની આંતરિક લોકશાહી સમાપ્ત થઈ જશે તેવો કોંગ્રેસનો મત છે.  ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં પણ સરકારના મળતિયા અને માનીતા લોકોની નિમણૂક થશે.  સેન્ટ્રલાઈઝ ભરતી થવાથી યુનિવર્સિટીની સ્વાયતતા ખતમ થઈ જશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થશે. એક્ટ લાગુ થવાથી ફીમાં પણ નોંધપાત્ર વધારો થશે. ફી વધવાથી વિદ્યાર્થીઓ પર બોજો પડશે. કોંગ્રેસે ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ વિરુદ્ધ આંદોલનની તૈયારી દર્શાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ