બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / અન્ય જિલ્લા / The state government has imposed a limit on edible oil stocks, the official said

મોટો નિર્ણય / રાજ્ય સરકારે ખાદ્યતેલ સ્ટોક મર્યાદા કરી લાગુ, અધિકારીએ વેપારીઓને લઇને આપ્યું મોટું નિવેદન

Mehul

Last Updated: 06:07 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે છેવટે ખાદ્યતેલોમાં સ્ટોક મર્યાદા લાગુ કરવાની જાહેરાત કરતા 30 જુન સુધી  સ્ટોક મર્યાદા લાગુ રહેશે. રિટેઈલમાં 30 ક્વિન્ટલના જથ્થાનો સંગ્રહ તો હોલસેલમાં 500 કવિ.

  • ખાદ્યતેલમાં નક્કી કરાઈ સ્ટોક મર્યાદા 
  • રિટેઈલમાં 30 ક્વિન્ટલના જથ્થાનો સંગ્રહ
  • હોલસેલમાં 500 ક્વિન્ટલના જથ્થાનો સંગ્રહ 

ગુજરાત સરકારે છેવટે ખાદ્યતેલોમાં સ્ટોક મર્યાદા લાગુ કરવાની જાહેરાત કરી છે. ખાદ્ય તેલોમાં છેલ્લા કેટલાક સમયથી રેકર્ડબ્રેક અને બેફામ તેજીને ધ્યાનમાં રાખી  આગામી 30 જુન સુધી  સ્ટોક મર્યાદા લાગુ રહેશે. રિટેઈલમાં 30 ક્વિન્ટલના જથ્થાનો સંગ્રહ કરી શકાશે. તો હોલસેલમાં 500 ક્વિન્ટલના જથ્થાનો સંગ્રહ કરી શકાશે. 
રિટેઈલ, હોલસેલ તથા ડેપો ધરાવતા વપરાશકારો માટે ખાદ્યતેલને સ્ટોક કરવાની આ મર્યાદા નક્કી કરાઈ છે.  વેપારીઓએ નિયમિત રીતે સ્ટોકની માહિતી પણ સંબંધિત વિભાગને આપવાની રહેશે.

 નાગરિક પુરવઠા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ખાદ્યતેલો પરની સ્ટોક મર્યાદા અંતર્ગત રીટેલ વેપારીઓ મહતમ 30 ક્વિન્ટલ સુધીનો સ્ટોક રાખી શકશે. ડેપો પર પુરવઠા વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે તો હોલસેલ વેપારીઓ 500 ક્વિન્ટલ અને ડેપો ધરાવતા મોટા વપરાશકારો 1000 ક્વિન્ટલનો જથ્થો રાખી શકશે. 
ખાદ્યતેલના સ્ટોક પર નિયંત્રણ અંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સેક્શન અધિકારી કે કે વ્યાસનું નિવેદન નિયત કરતા વધુ સ્ટોક હશે તો માર્કેટમાં રિલીઝ કરવો પડશે તેમજ વેપારીઓએ તેમનો સ્ટોક જાહેર કરવો પડશે.

સ્ટોક લીમીટ ઓર્ડરના પાલન કરાવવાની સતા પુરવઠા અધિકારી તથા નાયબ મામલતદારોને આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે અગાઉ જ ખાદ્યતેલોના ભાવોને કાબુમાં રાખવા માટે સ્ટોક લીમીટ લાગુ પાડવા માટે તમામ રાજયોને સૂચના આપી હતી પરંતુ ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી તે લાગુ પાડવામાં આવી ન હતી. પરંતુ આજે પુરવઠા વિભાગે સ્ટોક મર્યાદા લાગુ કરતો ઓર્ડર જાહેર કર્યો છે.

રાજ્ય સરકારે ખાદ્યતેલ સ્ટોક મર્યાદા લાગુ કરતા ખાદ્યતેલ એસો.ના પ્રમુખ સમીર શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 4 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો.સ્ટોક મર્યાદા આવી તે યોગ્ય છે અને ખાદ્યતેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર આધારિત છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ