બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The SIT team has swung into action to crack down on the government grain scam

કાર્યવાહી / ગરીબોનો કોળિયો નહીં છીનવાય, ગુજરાતમાં સરકારી અનાજ કૌભાંડ રોકવા SIT એક્શનમાં, 1 લાખ રેશનકાર્ડ રદ

Dinesh

Last Updated: 05:57 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી અનાજમાં આચરતા કૌભાંડને ડામવા માટે SIT ટીમ એક્શનમાં આવી છે, તમામ જિલ્લાના SP અને કલેકટરને ગુનાની તપાસ કરવા માટે SoP મોકલી છે

  • કૌભાંડને ડામવા માટે SIT એકશનમાં
  • 2020થી અત્યાર સુધીના કેસો રિઓપન કરાયા
  • તમામ SP અને કલેક્ટરને SoP મોકલી


ગરીબોના હકનો કોળિયો ઝૂંટનારા કૌભાંડીઓ પર સરકારે તવાઇ બોલાવી છે. સરકારી અનાજના વિતરણમાં કૌભાંડ રોકવા SIT હરકતમાં આવી છે અને 1 લાખ નકલી રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2020થી અત્યાર સુધી થયેલા કેસોને રિઓપન કરાયા છે.  

ચોરી રોકવા હવે SIT કરશે રેડ
 SIT હરકતમાં આવી છે અને કાર્યવાહીનો ધમધમાટ ચલાવી રહી છે. સરકારી અનાજ સગેવગે કરવાના થયેલા 83 કેસ રિ-ઓપન કરાયા છે. તમામ જિલ્લાના SP અને કલેકટરને SITએ ગુનાની તપાસ કરવા માટે SoP મોકલી છે તેમજ સરકારી અનાજમાં થતી ચોરી રોકવા SIT રેડ પણ કરશે. જે વિસ્તારમાં SIT રેડ કરશે તે વિસ્તારના જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહી કરાશે. અત્રે તમને જણાવીએ કે, સરકારી અનાજની ચોરી કરનાર સામે PBM હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

સંડોવણી હશે તો સરકારી અધિકારીઓ સામે પણ કાર્યવાહી
પ્રિવેંશન ઓફ બ્લેક માર્કેટિંગ અંતર્ગત પાસા જેવી કાર્યવાહી થઈ શકે છે  તેમજ સરકારી અધિકારીઓની સંડોવણી હશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરાશે તેવી પણ વિગતો છે. એસઆઈટી હરકતમાં આવતા કૌભાંડીઓ અધિકારીઓમાં પણ ડરનો માહોલ છવાયો છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી કૌભાંડ મામલે કાર્યવાહીના ફક્ત આદેશ કરાતા હતાં પરંતુ અત્યારે કડક કાર્યવાહી કરાશે જેથી ગરીબોના હકનો અનાજ તેમને મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ