બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / The Sankheda MLA who went to campaign had a bitter experience

ગુજ'રાજ' 2022 / VIDEO: પાંચ વર્ષમાં કર્યું શું? જનતા એવી વિફરી કે વોટ માંગવા આવેલા નેતા કારમાં બેસી ભાગ્યા

Priyakant

Last Updated: 03:29 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગામમાં પ્રચાર કરતી વખતે 5 વર્ષમાં એક રૂપિયો પણ ગામમાં ન આપ્યા હોવાનો આક્ષેપ કરી ગામલોકોએ ભારે વિરોધ નોંધાવતા ભાજપના ઉમેદવાર સ્થળ છોડી કારમાં બેસી જતાં રહ્યા

  • પ્રચારમાં ગયેલા સંખેડાના ધારાસભ્યને થયો કડવો અનુભવ 
  • બોડેલી તાલુકાના તાંદલજા ગામમાં કરાયો વિરોધ 
  • ગામમાં કોઈ વિકાસ ન કર્યો હોવાને લઈ બોલાચાલી કરી
  • ગ્રામજનોએ ઉધડો લેતા ધારાસભ્ય ગાડીમાં બેસી ચાલતી પકડી 

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા જતાં અનેક ઉમેદવારોને કડવા અનુભવ થયા છે. આ તરફ સંખેડા વિધાનસભાના ભાજપના ઉમેદવારનો ગ્રામજનોએ વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે. એક ગામમાં પ્રચાર કરતી વખતે 5 વર્ષમાં એક રૂપિયો પણ ગામમાં ન આપ્યા હોવાનો આક્ષેપ કરી ગામલોકોએ ભારે વિરોધ નોંધાવતા ભાજપના ઉમેદવાર સ્થળ છોડી કારમાં બેસી જતાં રહ્યા હતા. 

છોટા ઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભા સીટ ઉપર ભાજપે વર્તમાન ધારાસભ્ય અભેસિંહ તડવીને રિપીટ કર્યા છે. ધારાસભ્ય અને ઉમેદવાર અભેસિંહ તડવી તાંદલજા ગામે ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનોએ ગામમાં વિકાસ ન થયો હોવાનું કહી તેમનો વિરોધ કર્યો હતો. આ તરફ ગ્રામજનોએ ઉધડો લેતા ધારાસભ્ય ગાડીમાં બેસી ચાલતી પકડી હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

ચૂંટણી પહેલા લલિત વસોયાનું મોટું નિવેદન 

ઉપલેટા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ જણાવ્યું હતું કે, મીડિયામાં ચાલતુ હતુ કે લલિત વસોયા ભાજપમાં જશે. આ સાથે તેમણે કહ્યું કે, ભાજપના મિત્રો એ મારા નામનો ગ્લોબલ પ્રચાર કરાવ્યો પણ હું કોંગ્રેસ નહીં છોડુ જે દિવસે છોડીશ ત્યારે ઘરમાં બેસી જઇશ. આ સાથે કહ્યું કે, કોંગ્રેસમાં નહીં હોઉ તે દિવસે ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ પણ આ હરામીઓ ભેગો નહીં જાવ તેવી ખાતરી આપું છું. 

બનાસકાંઠાના દાંતાના ભાજપી ઉમેદવારનો  વિડીયો વાયરલ 

ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, વિધાનસભાનું ચૂંટણીને લઈ ચૂંટણી સભામાં લાધુ પારઘીએ વિવાદિત નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાધુ પારઘીએ કહ્યું હતું કે, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ