બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The roads of Gujarat became Kalamukha! 4 people died in 4 accidents, see where and how things got done

અકસ્માત / ગુજરાતના રસ્તાઓ કાળમુખા બન્યા! અકસ્માતની 4 ઘટનાઓમાં 4ના મોત, જુઓ ક્યાં કેવી રીતે બન્યા બનાવો

Vishal Khamar

Last Updated: 11:14 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બે લોકો ઘાયલ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

  • જૂનાગઢ-વંથલી રોડ પર ટ્રાવેલ્સ બસની ટક્કરે એક મહિલાનું મોત, એક ઈજાગ્રસ્ત
  • માલપુર નજીક નજીક થયેલ અકસ્માતમાં 2 યુવકોનાં સારવાર દરમ્યાન મોત
  •  ગાંધીનગરમાં ટ્રક અને ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યું

જૂનાગઢ-વંથલી રોડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રાવેલ્સની બસની ટક્કરે વધુ એક મહિલાનું મોત નિપજ્યું હતું. દિલાવરનગર પાસે બંને મહિલા રોડ ક્રોસ કરી રહી હતી. તે સમયે દુર્ઘટનાં સર્જાઈ હતી. રસીલાબેન નામનાં 65 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું.ત્યારે અન્ય એક મહિલાને માથાનાં ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. 

બાઈક સવાર 2 યુવકના સારવાર દરમિયાન મૃત્યુ
અરવલ્લીના માલપુર પોલીસ ચોકી નજીક થયેલા અકસ્માતમાં 3 લોકોનાં મૃત્યું થયા હતા. જેમાં 20 નવેમ્બરે બાઈકનો આધેડ સાથે અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્ત આધેડનું અકસ્માતનાં દિવસે મૃત્યું થયું હતું. બાઈક સવાર 2 યુવકોનાં સારવાર દરમ્યાન મૃત્યું થયા હતા. 

ટ્રક અને ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
ગાંધીનગરમાં ટ્રક અને ટુવ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને ટુવ્હીલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મૃત્યું થયું હતું. અકસ્માતમાં થતા 27 વર્ષીય યુવકનું મૃત્યું થયું હતું. સેક્ટર 27 માં અકસ્માતની ઘટના બની હતી. 

એમ્બ્યુલન્સમાં સવાર દર્દીને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા
વડોદરામાં અમિતનગર બ્રિજ પાસે એમ્બ્યુલન્સ વાનનો અકસ્માત સર્જાયો હતો. દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઝાડ સાથે અથડાયા બાદ એમ્બ્યુલન્સ પલ્ટી ગઈ હતી. એમ્બ્યુલન્સ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. રાહદારીઓએ એમ્બ્યુલન્સને સીધી કરી ડ્રાઈવર અને દર્દીને બહાર કાઢ્યા હતા. એમ્બ્યુલન્સમાં સવાર દર્દીને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ