બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The result of HSC science and gujcat exam will be announced today

બોર્ડનું પરિણામ / ધો.12 સાયન્સ ને ગુજકેટનું આજે પરિણામ: રિઝલ્ટ જાણવા આ WhatsApp નંબર પર કરો મેસેજ અને પરિણામ તમારા હાથમાં

Malay

Last Updated: 08:40 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HSC Science Result 2023: આજે ધોરણ 12 સાયન્સના 1.26 લાખ વિદ્યાર્થીઓના ભાવિનો ફેંસલો, થોડી જ વારમાં Gseb.org પર જાહેર કરાશે પરિણામ.

 

  • ધોરણ 12 સાયન્સનું પરિણામ થશે જાહેર
  • ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ થશે જાહેર 
  • 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાશે પરિણામ

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવશે. થોડીવાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સનું પરિણામ gseb.org વેબસાઇટ પર જાહેર કરાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ પરથી પણ પરિણામ જાણી શકશે. 

9 વાગે જાહેર કરાશે પરિણામ
વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી 6357300971 નંબર પર મેસેજ કરીને પોતાનું પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓએ ફક્ત 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મોકલવાનો રહેશે. જે બાદ વિદ્યાર્થીઓને તેમનું પરિણામ વોટ્સએપ પર મોકલવામાં આવશે. આજે ઓનલાઇન પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને 3 દિવસ પછી સ્કૂલમાંથી માર્કશીટ મળશે.  આ સાથે જ આજે ગુજકેટ - 2023ની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.

VTV Gujarati News and Beyond on Twitter: "ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે  મહત્વના સમાચાર, આવતીકાલે સવારે જાહેર કરાશે પરિણામ #ImportantNews  #ScienceStudents #vtvgujarati https://t.co ...

માર્ચ મહિનામાં યોજાઈ હતી પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ-2023માં પૂર્ણ થઈ હતી. આ વર્ષે ખાસ વ્હોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સીટ નંબર મેસેજ કરવાથી પણ પરિણામ મેળવી શકાશે. ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ GSEB.ORG પર જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર સીટ નંબરના આધારે પરિણામ મેળવી શકાશે. આ ઉપરાંત પ્રથમ વખત બોર્ડની પરીક્ષામાં વ્હોટ્સએપના આધારે પરિણામ મળી શકશે. 

Topic | VTV Gujarati

1.26 લાખ વિદ્યાર્થીઓના ભાવિનો ફેંસલો
સમગ્ર રાજ્યમાં 1.26 લાખ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હતી. 14 માર્ચથી 29 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા ચાલી હતી, જેનું પરિણામ 1 મહિના બાદ એટલે કે આજે જાહેર કરવામાં આવશે. 1.10 લાખ રેગ્યુલર વિદ્યાથીઓ પૈકી એ ગ્રુપના 40, 414 અને બી ગ્રુપના 69,936 વિધાર્થીઓ આ પરીક્ષઆ આપી હતી. જ્યારે 16,395 રીપીટર વિધાથીઓએ પણ પરીક્ષા આપી હતી.

પરીક્ષાના પરિણામ બાદ માતા-પિતાને માટે જરૂરી સૂચનો
માતા-પિતાએ બાળકોના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું  

માતા-પિતાએ પોતાના ઝઘડાથી બાળકોને દૂર રાખવા જોઈએ અને બાળકોનાં વિકાસ માટે વિધાયક વાતાવરણ ઉભું કરવું જોઈએ. બાળકો માતા-પિતાના ભાવનાત્મક બોજનું વહનના કરે તેનું વિશેષ ધ્યાન રાખવું. તણાવ પેદા કરતી તમામ બાબતોને નિયંત્રિત કરવી. બાળકો મોટાભાગે તેને મુંજવતી બાબતો સ્પષ્ટ કરતા નથી, પરંતુ તેમના માતાપિતાની ભાવનાત્મક સ્થિતિ તેમના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.   માતાપિતા ઝઘડતા હોય અથવા અન્ય સમસ્યાઓ હોય, તો તે બાળકો પર તેની ખરાબ અસર થાય છે. માતાપિતાએ ધ્યાન રાખવું જોઇએ કે તેમની સમસ્યાઓ બાળકોની સામે તેમને રજૂ ના કરે.

નક્કી કરેલ પરિણામ ન આવતા હતાશ બાળકોને પ્રોત્સાહિત કરો
અભ્યાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. દરેક વખતે જ્યારે તેઓ પરિણામ લાવે છે ત્યારે તેમને નાના ઇનામો આપી પ્રોત્સાહિત કરવા જોઈએ.

તેમને માનસિક વિક્ષેપો ટાળવામાં મદદ કરો 
યુવા વિદ્યાર્થીઓ ઘણીવાર સોશિયલ મીડિયાની અસરથી અભ્યાસ પરથી પોતાનું ધ્યાન અને માનસિક સંતુલન ગુમાવે છે. જ્યારે તેઓ તેનો ઉપયોગ કરે છે ત્યારે ધણો સમય બગાડે છે. માતા-પિતાએ તેમના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર સખતપણે નિરીક્ષણ કરવું જોઈએ

જ્યારે પણ જરૂર પડે ત્યારે બાળકોને માનસિક સહકાર આપો 
વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણ મેળવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. તેઓ સતત દબાણમાં રહે છે અને માનસિક રીતે ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. તેથી, માતાપિતાએ આ મુશ્કેલ સમયમાં તેમના બાળકોને ટેકો આપવો મહત્વપૂર્ણ છે. તેઓ તેમને સમજાવી શકે છે, તેમના બાળપણની વાર્તાઓના ઉદાહરણો શેર કરી શકે છે જ્યારે તેઓ પરીક્ષાની તૈયારી કરતા હતા અને તેમનો આત્મવિશ્વાસ વધારવા માટે તેમની શક્તિઓ બતાવી શકે છે. 

તંદુરસ્ત જીવનશૈલીને અનુસરવામાં બાળકોને મદદ કરવી જોઈએ   
સ્વસ્થ મન સ્વસ્થ શરીરની અંદર જ અસ્તિત્વ ધરાવે છે એ આપણે બધા જાણીએ છીએ. માતાપિતાએ તેમના બાળકો પૌષ્ટિક ખોરાક લે તેની કાળજી રાખવી. પોષણ શારીરિક અને માનસિક ઊર્જાના સ્તરને ઉચું લાવે છે તેમજ ધ્યાન અને એકાગ્રતામાં મદદ કરે છે. પુરતું પોષણ ના મેળવતા બાળકો સુસ્તી અનુભવાતી હોય છે અને તે એકાગ્રતા સ્તરમાં પણ ઘટાડો કરે છે. નબળી યાદશક્તિ અને યોગ્ય સમજશક્તિના અભાવે બાળકની પ્રદશન નબળું પડે છે અને બાળક નિષેધક બાબતો તરફ આગળ વધે છે.

તમારા બાળકોની સરખામણી બીજા બાળકોની સાથે કરશો નહીં
માતાપિતાએ સમજવું જોઈએ કે તેમના પડોશના બાળકો અને સંબંધીઓ બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ સ્કોર કરી શકે છે. તેનો અર્થ એ નથી કે તેમના બાળકોએ તેમને હરાવવા માટે ઉચ્ચ સ્કોર કરવો પડશે. દરેક બાળકમાં વિવિધ ક્ષમતાઓ હોય છે. સ્પર્ધા સારી છે, પરંતુ જ્યાં સુધી તે તમારા બાળકના માનસિક સ્વાસ્થ્યને અસર ન કરે ત્યાં સુધી. ખોટી સ્પર્ધા કરતાં માતાપિતાએ તેમના બાળકની માનસિક સ્થિરતાને પ્રાથમિકતા આપવી જોઈએ.

બાળકોને તેમના સપનાઓની તમારી સાથે ચર્ચા કરવા દો  
માતાપિતાએ તેમના બાળકો સાથે બેસીને તેમના સપના અને મહત્વાકાંક્ષાઓને ધીરજપૂર્વક સાંભળવી જોઈએ. તેમના સપનાઓ તેને જીવવાની તક આપો.તમારા વિચારો તેના પર થોપો નહિ.

બાળકોને સમજાવો કે ટકાવારી એ બુદ્ધિનું માપદંડ નથી
માતાપિતાએ સમજવું અને સમજાવવું જરૂરી છે કે ટકાવારી એ બુદ્ધિનું માપદંડ નથી. હંમેશા ટોપર વ્યક્તિ જ આગળ વધે એવું જરૂરી નથી. દરેક બાળકની રસ અને રુચિ તથા ક્ષમતા અલગ અલગ હોય છે. માટે તેમને સમજીને આગળ વધો.

બાળકના વર્તનની નોંધ લો
બાળકના બદલાયેલા વર્તનની નોંધ લેતા શીખો.બાળકની બદલાયેલી વર્તન ની ભાત અને રીતને સમજો.જરૂર લાગે તો સારા સલાહકાર ની મદદ લો. સમય બદલાઈ ગયો છે અને આજકાલ ઘણા માતા-પિતા પાસે તેમના બાળકોને આપવા માટે સમય નથી. પરિણામે, બાળકો ખોટી   સંગતની પસંદગીઓ કરે છે. જે બાળકો તેમના માતા-પિતા સાથે વધુ સમય વિતાવે છે તેઓ વધુ જવાબદાર હોય છે અને સમજી વિચારીને નિર્ણય લે છે. માટે બાળક સાથે સમય વિતાવો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ