બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The report on education given by the IAS was very serious, the reality came in front of the government

મહામંથન / IASએ આપેલો શિક્ષણ અંગેનો રિપોર્ટ અતિ ગંભીર, સરકાર સામે વાસ્તવિકતા આવી, હવે તેને સુધારવા માટેનો રસ્તો શું?

Vishal Khamar

Last Updated: 10:01 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રોજ આઈએએસ ર્ડા. ધવલ પટેલનો પત્ર વાયરલ થયો હતો. જેમાં ધવલ પટેલ દ્વારા શિક્ષણની કથળતી જતી પરિસ્થિતિને લઈને ગંભીર સવાલો કર્યા છે. ત્યારે હવે આ વાયરલ પત્રને લઈને રાજકારણ શરૂ થયું છે.

કોઈ ઈમારતની મજબૂતી માટે પહેલી શરત એ છે કે તેનો પાયો મજબૂત હોવો જોઈએ. જો પાયો જ નબળો હશે તો બહારથી ભવ્ય દેખાતી ઈમારત નબળી પુરવાર થશે અને આજે નહીં તો કાલે કદાચ ધરાશાયી પણ થઈ જાય. જેવી રીતે ઈમારતના દીર્ઘાયુષ્ય માટે મજબૂત પાયો જરૂરી એવી જ રીતે કોઈ વિદ્યાર્થીના ઉન્નત ભવિષ્યનો પાયો છે ઉચ્ચ ગુણવત્તાનું પ્રાથમિક શિક્ષણ. જો પ્રાથમિક શિક્ષણ જ નબળું હશે એટલે કે શિક્ષણનો પાયો નબળો હશે તો સરવાળે વિદ્યાર્થી એકંદરે સામાન્ય કક્ષાથી આગળના સ્તરે નહીં પહોંચી શકે. 
IAS અને હાલ ભૂસ્તરવિજ્ઞાન તથા ખનીજ કમિશનર ર્ડા.ધવલ પટેલે શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુરના 6 તાલુકાની શાળાઓની મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન થયેલા અનુભવના આધારે તેમણે જે રિપોર્ટ તૈયાર કર્યો તે ચોંકાવનારો અને દુખની લાગણી જન્માવે તેવો હતો.. ધવલ પટેલના રિપોર્ટમાં પણ જાણે કે એક-એક શબ્દે વ્યથા વ્યક્ત થતી હતી.
સામે પક્ષે સરકારે પણ તર્ક આપ્યો કે અમારો હેતુ સારી વાત નહીં પણ સાચી વાત સાંભળવાનો હતો અને આ રિપોર્ટને અમે પણ ગંભીરતાથી લીધો છે. અધિકારીએ તો આકરા શબ્દોમાં વ્યથા ઠાલવી દીધી, રાજ્ય સરકારે પણ હકારાત્મક વાત કરી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું સ્તર સુધારવું કેટલા કપરા ચઢાણ છે તેનો ખ્યાલ આગામી દિવસોમાં તમામ જવાબદારોને જરૂર આવશે, સવાલ એ છે કે આ દર્દ કોણ સમજશે અને તેની દવા કોણ કરશે, અને જો કરશે તો એ કડવી દવાને કેવી રીતે પીવડાવવામાં આવશે.

  • ગુજરાતમાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિ સામે આવી
  • IAS ડૉ.ધવલ પટેલે શાળા પ્રવેશોત્સવ વખતે જે શાળાની મુલાકાત લીધી તેની સ્થિતિ દર્શાવી
  • મુલાકાત લીધેલી શાળામાં શિક્ષણનું સ્તર ચિંતાજનક હતું

ગુજરાતમાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે.  IAS ડૉ.ધવલ પટેલે શાળા પ્રવેશોત્સવ વખતે જે શાળાની મુલાકાત લીધી તેની સ્થિતિ દર્શાવી છે.  મુલાકાત લીધેલી શાળામાં શિક્ષણનું સ્તર ચિંતાજનક હતું. ડૉ.ધવલ પટેલે છોટાઉદેપુરની 6 ગામની શાળાનો રિપોર્ટ મોકલ્યો છે. પ્રાથમિક શિક્ષણ સચિવને લખેલા પત્રમાં શિક્ષણની સ્થિતિ ઉઘાડી પડી છે.

  • છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારની શાળાઓનું શિક્ષણ નિમ્ન સ્તરનું
  • આદિવાસી બાળકોને યોગ્ય શિક્ષણ નથી મળતું
  • આદિવાસી બાળકો વિકલ્પના અભાવે મજબૂર
  • આદિવાસી બાળકો સાથે અન્યાય અને છેતરપિંડી થઈ રહી છે

IAS ડૉ.ધવલ પટેલના પત્રનો હાર્દ શું છે?
છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારની શાળાઓનું શિક્ષણ નિમ્ન સ્તરનું છે.  આદિવાસી બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી.  આદિવાસી બાળકો વિકલ્પના અભાવે મજબૂર છે. આદિવાસી બાળકો સાથે અન્યાય અને છેતરપિંડી થઈ રહી છે. ધોરણ-8 સુધીના વિદ્યાર્થી લખતા-વાંચતા ન શીખી શકે તે શિક્ષકોની નિષ્ફળતા છે.  શાળાના બાળકો હજુ પણ આંગળીના વેઢે સરવાળા કરતા હતા. બાળકોને સામાન્ય સરવાળા પણ આવડતા નથી.  વાર્ષિક કસોટીમાં સામૂહિક ચોરી કરવામાં આવી છે તેવું ફલિત થાય છે. એકંદરે શાળાની ભૌતિક સગવડ સારી હતી. એકમાત્ર રંગપુર પ્રાથમિક શાળામાં શિક્ષકો સારા શિક્ષણ માટે પ્રયત્નશીલ હતા. 

સવાલના જવાબ, અહો આશ્ચર્યમ્!

સવાલ જવાબ
એક ઘનની લંબાઈ 10 સેમી હોય 20
તો તેનું પૃષ્ઠફળ શોધો  
   
સવાલ જવાબ
3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો 5 સે.મી.
વ્યાસ કેટલો થાય?  
   
16+4 કેટલા થાય? 19
   
34+12 કેટલા થાય? 38
   
સાબરમતી નદી ઉપર કયો બંધ આવેલો છે?

સરદાર સરોવર યોજના

   
80-36 કેટલા થાય? 56
  • વિદ્યાર્થીઓને દિવસ અને અજવાળુ જેવા શબ્દોના વિરોધી શબ્દો નથી આવડતા
  • ધોરણ 8ની વિદ્યાર્થીની નકશામાં હિમાલય કે ગુજરાત ક્યાં છે તે બતાવી ન શકી
  • ધોરણ 5ના વિદ્યાર્થીને 42-18 જેવી સાદી બાદબાકી નહતી આવડી 

અહીં કરવી પડશે તનતોડ મહેનત
વિદ્યાર્થીઓને દિવસ અને અજવાળુ જેવા શબ્દોના વિરોધી શબ્દો આવડતા નથી.  ધોરણ 8ની વિદ્યાર્થીની નકશામાં હિમાલય કે ગુજરાત ક્યાં છે તે બતાવી ન શકી.  ધોરણ 5ના વિદ્યાર્થીને 42-18 જેવી સાદી બાદબાકી આવડતી ન હતી.  વિદ્યાર્થી અંગ્રેજીમાં લખેલી સૂચના વાંચવા અસમર્થ હતા. ધોરણ 4ની એક બાળકીને 15+14 કરવા જણાવ્યું તો રડવા લાગી હતી. 

  • ધોરણ-8માં અભ્યાસ કરતા 68% બાળકો ભાગાકાર નથી કરી શકતા
  • ગ્રામ્ય વિસ્તારની ધોરણ-8માં અભ્યાસ કરતા 48% વિદ્યાર્થી ગુજરાતી નથી વાંચી શકતા
  • ધોરણ-8ના 31.8% અને ધોરણ-5ના 18.3% બાળકો જ ભાગાકાર કરી શકે છે

ASERનો 2022નો રિપોર્ટ શું કહે છે?
ધોરણ-8માં અભ્યાસ કરતા 68% બાળકો ભાગાકાર નથી કરી શકતા. ત્યારે  ગ્રામ્ય વિસ્તારની ધોરણ-8માં અભ્યાસ કરતા 48% વિદ્યાર્થી ગુજરાતી નથી વાંચી શકતા નથી.  ધોરણ-8ના 31.8% અને ધોરણ-5ના 18.3% બાળકો જ ભાગાકાર કરી શકે છે. ધોરણ-3ના માત્ર 20.5% વિદ્યાર્થી જ ધોરણ-2ના પુસ્તક વાંચી શકે છે. બાળકોની ભણવાની ક્ષમતામાં 2018ની સરખામણીએ 7%નો વધારો થયો છે.  આ સરવે ગુજરાતના 7 લાખ બાળકો ઉપર કરવામાં આવ્યો હતો.  ASERના સરવેમાં રાજ્યની 17 હજારથી વધુ સરકારી શાળા સામેલ હતી.

  • IAS ડૉ.ધવલ પટેલના સૂચન સરકારે ધ્યાને લીધા છે
  • મુખ્યમંત્રીએ જ કહ્યું હતું કે વાસ્તવિક રિપોર્ટ રજૂ કરવામાં આવે
  • જ્યાં ચૂક રહી ગઈ હશે ત્યાં સુધારો કરવામાં આવશે

રાજ્ય સરકારે શું કહ્યું?
IAS ડૉ.ધવલ પટેલના સૂચન સરકારે ધ્યાને લીધા છે.  મુખ્યમંત્રીએ જ કહ્યું હતું કે વાસ્તવિક રિપોર્ટ રજૂ કરવામાં આવે છે.  જ્યાં ચૂક રહી ગઈ હશે ત્યાં સુધારો કરવામાં આવશે. એક જિલ્લાના આધારે સમગ્ર રાજ્યનો ચિતાર નક્કી ન થઈ શકે છે.  જે રિપોર્ટ છે તેની સમીક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા થશે. સમીક્ષાના આધારે જે જરૂરી સુધારા લાગશે તે કરીશું. જે વિદ્યાર્થીઓનો પાયો કાચો છે તેને સુધારવા માટે પ્રયાસ કરીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ