બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / The problem of WhatsApp users has been solved: photos can be sent in HD, new feature

તમારા કામનું / WhatsApp યુઝર્સની સૌથી મોટી સમસ્યા થઈ ગઈ દૂર: HDમાં સેન્ડ કરી શકાશે ફોટોઝ, જાણૉ કઈ રીતે કામ કરે છે ફીચર

Megha

Last Updated: 12:34 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp new feature: ઘણા લોકો ફરિયાદ કરતા હતા કે વોટ્સએપ પર મોકલવામાં આવેલા ફોટાની ક્વોલિટી બગડી જાય છે. કંપનીએ આ ફરિયાદ સાંભળી છે અને એક નવું અપડેટ બહાર પાડ્યું છે.

  • વોટ્સએપે તેના યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે
  • હવે WhatsApp પર HD ક્વોલિટીમાં ફોટો શેર થશે 
  • WhatsApp પર HD ફોટા કેવી રીતે મોકલવા? જાણો 

WhatsApp new feature: WhatsApp તેના કરોડો યુઝર્સને બેસ્ટ ચેટિંગ એક્સપિરિયન્સ આપવા માટે નવી સુવિધાઓ લાવતું રહે છે અને આ સાથે જ આ ઇન્સ્ટન્ટ ચેટિંગ પ્લેટફોર્મ તેના યુઝર્સની સેફટી અને સિક્યોરીટી પર પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. એમ જ વોટ્સએપે તેના યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેમાં યુઝર્સ WhatsApp પર HD ક્વોલિટીમાં ફોટો મોકલી શકશે. 

WhatsApp પર HD ક્વોલિટીમાં ફોટો શેર થશે 
વોટ્સએપ પર યુઝર્સને ઘણા ફીચર્સ મળે છે. કંપની આ પ્લેટફોર્મ પર કોલિંગથી લઈને ઓડિયો-વિડિયો, ફોટો શેરિંગ, ટેક્સ્ટિંગ જેવી અનેક સુવિધાઓ આપે છે.  જો કે, ઘણા લોકો ફરિયાદ કરતા હતા કે વોટ્સએપ પર મોકલવામાં આવેલા ફોટાની ક્વોલિટી બગડે છે. કંપનીએ આ ફરિયાદ સાંભળી છે અને એક નવું અપડેટ બહાર પાડ્યું છે.  નવા ફીચરની મદદથી તમે HD ક્વોલિટીમાં ફોટો શેર કરી શકો છો. 

આ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે 
મેટાએ ગુરુવારે સત્તાવાર રીતે અપડેટની જાહેરાત કરી હતી. હવે યુઝર્સ સ્ટાન્ડર્ડ અથવા એચડી ક્વોલિટીમાં કોઈને પણ પિક્ચર મોકલી શકશે. HD ફોટો અપગ્રેડ ફીચરની રજૂઆત સાથે હાઇ-રિઝોલ્યુશન ઇમેજ શેર કરવાનું સરળ બનશે.આ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં વધુ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે કંપનીએ એ પણ જણાવ્યું છે કે ટૂંક સમયમાં HD વીડિયો શેર કરવા માટે સપોર્ટ લાવશે.નવું ફીચર તમારા ફોન પર કામ કરી રહ્યું છે કે નહીં તે જોવા માટે તમે તમારા WhatsAppને મેન્યુઅલી અપડેટ કરી શકો છો.

WhatsApp પહેલેથી જ કેટલાક યુઝર્સ માટે આ સુવિધાને રોલઆઉટ કરી રહ્યું છે. એવામાં ચાલો જાણીએ કે WhatsApp પર હાઇ ક્વોલિટીવાળા ફોટા કેવી રીતે મોકલવા?
> કોઈપણ કોન્ટેક માટે WhatsApp ચેટ ખોલો.
> હવે મેસેજ બોક્સની બાજુમાં કેમેરા આઇકોન પર ક્લિક કરો.
> WhatsApp કસ્ટમ એપ્લિકેશન દ્વારા photos પર ક્લિક કરો.
> હવે તમને સ્ક્રીનની ટોચ પર એક HD આઇકોન દેખાશે.
> ડાયલોગ બોક્સ ખુલે છે તેની નીચેના આઇકોન પર ક્લિક કરો.
> તમે ઇમેજ મોકલવા માટે ઓરીજનલ અથવા HD ક્વોલિટી વચ્ચે પસંદ કરી શકો છો.
> હવે તમારા કોન્ટેક્ટને ઈમેજ મોકલો.
વોટ્સએપ એ પણ જાહેર કર્યું કે ફોટા મોકલવા માટે સ્ટાન્ડર્ડ ક્વોલિટી ડિફોલ્ટ વિકલ્પ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ