બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / The problem of student leader Yuvraj Sinh will increase

ડમીકાંડ / વધી યુવરાજસિંહની મુશ્કેલી: ખંડણી બાદ હવે અપહરણનો ગુનો થશે દાખલ, 14 આરોપીઓ હાલ પોલીસના સકંજામાં

Malay

Last Updated: 11:36 AM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar Dummy Kand: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થશે. તેમની સામે ખંડણી બાદ અપહરણનો પણ ગુનો દાખલ કરાશે.

 

  • યુવરાજસિંહ સામે વધુ એક ગુનો દાખલ કરાશે
  • આજે અપહરણનો ગુનો થશે દાખલ
  • ખંડણી બાદ અપહરણનો ગુનો દાખલ થશે

ભાવનગર ડમી ઉમેદવારકાંડમાં પોલીસ સક્રિય થઈ છે. ડમીકાંડમાં અત્યાર સુધીમાં 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 40 સામે ફરિયાદ થયા બાદ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તોડકાંડની તપાસમાં પણ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ હાલ 7 દિવસના રિમાન્ડ પર છે. ત્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવરાજસિંહ જાડેજા સામે વધુ એક ગુનો દાખલ કરાશે. તેમની સામે ખંડણી બાદ હવે અપહરણનો ગુનો પણ દાખલ કરાશે. 

યુવરાજસિંહના સાળા પાસેથી લાખોની રોકડ રકમ રિકવર કરાઈઃ સૂત્ર
તોડકાંડ મામલે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ભાવનગર પોલીસે ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલ પાસેથી 38 લાખ રિકવર કરાયા છે. આ મામલે ભાવનગર રેન્જ આઇ.જી વિગતવાર માહિતી આપી શકે છે. 

તોડકાંડના આરોપીઓના રિમાન્ડ મંજૂર
ભાવનગર તોડકાંડમાં આરોપી બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાના રિમાન્ડ મંજૂર કરાયા છે. બંને આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગઈકાલે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. 

શું છે સમગ્ર મામલો
ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગ્યા છે. ડમી કાંડમાં નામ છુપાવવા માટે પૈસા લીધા હોવાનો યુવરાજસિંહ પર આરોપ લાગ્યો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર આરોપ લગાવ્યો હતા, ત્યાર બાદ  યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બિપિન ત્રિવેદીએ જણાવ્યું છે કે, નામ ન લેવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. જે મામલે પોલીસે કેટલાક પુરાવાના આધારે ધરપકડ કરી છે.

બિપિન ત્રિવેદીના આક્ષેપ
એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ