બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The policeman and woman entered into physical relations, when both husband and wife came to know about

લગ્નેત્તરમાં ટ્વિસ્ટ / પોલીસમાં કામ કરનાર કપલે બાંધ્યાં શારીરિક સંબંધો, બન્નેના પતિ-પત્નીને ખબર પડતાં બન્યું જોરદાર, મામલો હાઈકોર્ટમાં

Hiralal

Last Updated: 03:58 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ નજીકના થાણેના પોલીસ સ્ટેશનમા સાથે સાથે કામ કરતાં કરતાં એક મહિલા અને એક પુરુષ પ્રેમમાં પડ્યાં અને શારીરિક સંબંધો પણ બાંધ્યા પણ પતિએ તરછોડી દેતા મહિલાએ પ્રેમી સામે રેપની ફરિયાદ કરી હતી.

  • મુંબઈ નજીકના થાણેની ઘટના
  • પોલીસમાં સાથે કામ કરતાં કરતાં મહિલા-પુરુષ પડ્યાં પ્રેમમાં
  • શારીરિક સંબંધો બાંધ્યાં પતિને ખબર પડતાં મહિલાએ પ્રેમી સાથે કર્યો રેપનો કેસ
  • હાઈકોર્ટે રેપનો કેસ ફગાવીને પ્રેમીને છોડી મૂક્યો

પોલીસ ખાતામાં સાથે સાથે કામ કરનાર પરણેલી એક મહિલા અને પુરુષ પ્રેમમાં પડ્યાં હતા અને બન્ને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા, બન્ને વચ્ચેનો સંબંધ ચાલું રહ્યો હોત પરંતુ એક દિવસ અચાનક કોઈકે તેમને જોઈ લીધા હતા અને તે પછી તેમનો સંબંધ જાહેર થયો હતો. આ ઘટનાને કારણે પતિને ખૂબ આઘાત લાગ્યો હતો અને તેણે પોલીસમાં કામ કરનાર પત્નીને કાઢી મૂકી હતી આ પછી મહિલાએ ખોટે ખોટી રીતે તેના પ્રેમી કે જે પણ પોલીસમાં હતો, તેની સામે રેપની ફરિયાદ લખાવી કે તેણે મારી સાથે રેપ કર્યો. આ આખો મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટે મહિલાની રેપની ફરિયાદ ફગાવીને તેના પ્રેમીને છોડી મૂક્યો હતો. 

શું હતો કેસ 
એફઆઈઆરમાં જણાવેલી હકીકતો જોયા બાદ બોમ્બે હાઈકોર્ટે શોધી કાઢ્યું હતું કે, આ કેસના આરોપી અને ફરિયાદી (મહિલા) પરિણીત છે. તેમને બાળકો પણ છે. પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આ મહિલા અને પુરુષ વચ્ચેની શરૂઆતની ઓળખાણ ટૂંક સમયમાં જ પ્રેમસંબંધમાં ફેરવાઈ ગઈ. જાન્યુઆરી 2020થી મે 2021 સુધી બંને એકબીજા સાથે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપમાં સામેલ હતા. બંનેએ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે તેમના પતિ-પત્નીને તેમના એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ વિશે જાણકારી મળી. ત્યાર બાદ મહિલાએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, નહીં તો સંમતિથી તેમના સંબંધો સુચારૂ રીતે ચાલી રહ્યા હતા. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ કેસની એફઆઈઆરમાં જે તથ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં આઈપીસીની કલમ 375ના અર્થમાં બળાત્કાર અને છેતરપિંડીના ગુનાનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આથી આરોપી સામે મુંબઈ સેશન્સ કોર્ટમાં આઈપીસીની કલમ 376, 376 (2), 377 અને 420 હેઠળ પડતર કેસ રદ કરવામાં આવે છે. આરોપીએ એફઆઈઆર અને હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસને રદ કરવાની માંગ કરતી અરજી કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાના આરોપોમાં બળાત્કારનો કેસ નથી બનતો. મહિલાની ફરિયાદ મુજબ આરોપીએ પત્નીને તલાક આપીને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. આરોપીએ તેની સાથે બળજબરીથી સંબંધો બાંધ્યા હતા. 

એક્સ્ટ્રા મેરિટલ અફેરને રેપ માનવાનો હાઈકોર્ટે કેમ કર્યો ઈન્કાર 
બોમ્બે હાઈકોર્ટે બે પરિણીત વયસ્કો વચ્ચેના એક્સ્ટ્રા મેરિટલ અફેરને રેપ માનવાનો ઈનકાર કરી દીધો છે. એટલું જ નહીં, આ સંબંધનું રહસ્ય જાહેર કરતાં હાઇકોર્ટે આરોપી પ્રેમી સામે મહિલાએ નોંધાવેલી બળાત્કારની એફઆઇઆર રદ કરી દીધી છે. 

એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં સહમતિ હતી તેથી રેપ ન ગણાય-હાઈકોર્ટ 
સુનાવણી દરમિયાન આરોપીના વકીલે કહ્યું કે, આરોપી અને મહિલા વચ્ચેના સંબંધ સહમતિથી હતા. આથી બળાત્કારનો કેસ ઊભો થતો નથી, જ્યારે ફરિયાદીના વકીલે અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે હાઈકોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફઆઈઆરને નિયંત્રિત રીતે રદ કરવાની તેની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. ખંડપીઠે કહ્યું કે એફઆઈઆર રદ કરવાની સત્તાનો ઉપયોગ હાઈકોર્ટની પ્રક્રિયાનો દુરૂપયોગ રોકવા અને ન્યાયના હેતુને સુરક્ષિત કરવા માટે થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ