બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / The police became thieves to create awareness among people shopping in Ahmedabad during Diwali

ના હોય / પોલીસે ચોર બનીને અમદાવાદીઓની સભાનતા ચકાસી, અપહરણ કર્યું ત્યારે ખરીદી કરવામાં માતા મશગૂલ

Vishnu

Last Updated: 09:17 PM, 23 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના પર્વને લઈને બજારોમા ખરીદીની ભીડ જામી, ઘણા બેદરકાર લોકો ખરીદીના મશગુલ રહ્યા અને...

  • દિવાળીના તહેવારને લઇને અમદાવાદ પોલીસ સતર્ક 
  • ચોર ટોળકીથી સાવચેત રહેવા પોલીસ બની ચોર
  • પોલીસે ચોરીનું નાટક કરી લોકોની બેદરકારી ખુલી પાડી

દિવાળીના તહેવારોમા ચોર ટોળકી સક્રીય થાય છે જેથી ખરીદીમા મશગુલ રહેશો તો તમારા બાળકનુ અપહરણ અને કિમંતી વસ્તુની ચોરી પણ થઈ શકે છે. આવુ જ પોલીસના ઝુંબેશમા સામે આવ્યુ. પોલીસના જાગૃતી અભિયાનમા અનેક લોકોની વસ્તુઓ ચોરાઈ અને બાળકોના અપહરણ થયા. જયારે લોકો ખરીદીમા જ વ્યસ્ત રહયા. આ ઝુંબેશ અંતગર્ત પોલીસે લોકોને ચોરોથી સાવચેત રહેવાના પાઠ ભણાવ્યા.

લોકોની વસ્તુ ચોરાઇ રહી છે છતાંય ખરીદીમાં ગળાડૂબ
દિવાળીના પર્વને લઈને બજારોમા ખરીદીની ભીડ જામી છે.. આ જોવો ચોર ટોળકી પણ સક્રીય થઈ ગઈ.. ખરીદી કરેલા લોકોની વસ્તુઓ ચોરી કરી રહયા છે. પંરુત ખરીદી કરવામા મશગુલ એવી મહિલાઓને ખબર જ નથી કે તેમની વસ્તુઓ ચોરાઈ રહી છે. પણ જયારે ચોરી થઈ રહી છે જેની જાણ થતા હેબતાઈ જાય છે.. પંરતુ ચોર તેમની સામે છે. કારણ કે ચોર બીજુ કોઈ નહી પરંતુ પોલીસ જ હતી. જેથી તેમની ચોરી થયેલી વસ્તુઓ પરત મળી ગઈ. જો ખરેખર ચોર ટોળકી હોત તો અનેક લોકોની કિમંતી વસ્તુ ચોરાઈ ગઈ હોત. ઘણા દ્રશ્યો લોકોની બેદરકારી છતી કરી રહયા છે. મહિલાઓ ખરીદીમા એટલા મશગુલ છે કે વસ્તુઓ ચોરાઈ રહી હોવાનુ તેમને ભાન જ નથી. મોબાઈલ, પર્સ કે અન્ય કિમંતી વસ્તુઓ બેગમાથી કાઢવામા આવે છે.. પણ લોકો ખરીદીમા એટલા ડુબી ગયા છે કે તેમને ધ્યાન જ નથી કે ચોર ચોરી કરી રહયો છે.

બાળકીનું અપહરણ કરી લીધું
એક બાળક રડી રહયુ  હતું. અને બાદમાં બાળક નું અપહરણ  થઈ ગયુ. જેના ચહેરા પર ડર દેખાઈ રહયો છે. પોતાના માતાને શોધી રહી છે. પણ સલામત છે કારણ કે બાળકીને ઉઠાવી લેનાર કોઈ હ્યુમન ટ્રાફીકીંગના ગેંગ નથી પરંતુ મહિલા પોલીસ કર્મચારી છે. આ બાળકને બધા જોઈ રહયા છે પરંતુ તેના માતા-પિતા કયા જોવા મળ્યા નથી.

પોલીસે મહિલાને ઠપકો આપ્યો
આ જોવા બાળકીની માતા હસ્તી હસ્તી આવે છે તેને પોતાની દિકરી ખોવાઈ હોય તેવો ડર પણ દેખાતો નથી. પરંતુ મિડીયાને જોઈને આ મા-બાપ પોતાના બાળકને લઈને ભાગી રહયા છે. મહિલાઓ ખરીદી કરવામા બાળકોની સલામતીનુ પણ નથી વિચારતી. પોલીસે આ મહિલાને ઠપકો તો આપ્યો. પણ ખરીદીમા બે ધ્યાન રહેતી મહિલાઓને જાગૃત પણ કરી. જયારે આ બાળકના પરિવારને પોતાની બેદરકારી અને ભુલ ધ્યાન પર આવી .

પોલીસ ખુદ ચોર બનીને બજારોમા ચોરી કરી રહી હતી
દિવાળીના પર્વમા ખરીદીમા વ્યસ્ત રહેતા લોકોને જાગૃત કરવા પોલીસ ખુદ ચોર બનીને બજારોમા ચોરી કરી રહી હતી. આ પ્રકારે તેમણે લોકોને જાગૃત કર્યા. પોલીસે ચોર ટોળકીનો ડેટા તૈયાર કર્યો છે. જે ચોર ટોળકી બજારોમા ફરતી હશે તેમને પકડવા માટે વિશેષ સ્કોડની રચના પણ કરાઈ છે. આ ઉપરાંત બજારોમા સ્પીકર અને પોસ્ટર દ્રારા ચોર ટોળકીથી સાવચેત રહેવાની જાહેરાત કરીને લોકોને એલર્ટ પણ કરવામા આવે છે.

બજારોમા સક્રીય થતી ચોર ટોળકીથી સાવચેત રહેવા અને પોતાની કિમંતી વસ્તુઓની તકેદારી રાખવાના પોલીસના અનોખા અભિયાનથી લોકોમા ઉત્સાહ જોવા મળ્યો. આ ઉપરાંત લોકોએ પોલીસના ઝુંબેશને બિરદાવીને પોતાની બેદરકારીનો સ્વીકાર પણ કર્યો. પોલીસે આ અભિયાનથી દિવાળીમા સક્રીય થતી ચોર ટોળકીથી સાવચેત રહેવાની લોકોને સલાહ આપી છે.ચોર ટોળકીથી સાવચેત જાગૃતીના આ ઝુંબેશમા પોલીસે અનેક લોકોના બેગમાંથી ચોરી કરી. પરંતુ લોકો બેદરકારીથી ખરીદીમા વ્યસ્ત રહયા.. જેથી લોકોની બેદરકારી જ ચોર ટોળકીને સફળ બનાવે છે.. આ ઝુંબેશથી પોલીસે લોકોને જાગૃત સાથે સચેત રહેવાની સલાહ આપી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ