બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / The player, who played for Team India for the first time, broke down in tears while talking to his mother on the phone

સ્પોર્ટ્સ / VIDEO: પહેલીવાર ટીમ ઈન્ડિયા માટે રમ્યો આ ખેલાડી, માતા સાથે ફોન પર વાત કરતાં કરતાં રડી પડ્યો, જુઓ ભાવુક દ્રશ્યો

Priyakant

Last Updated: 04:24 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs West Indies News: BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં આ ખેલાડી પહેલા તેની ટેસ્ટ કેપ ઉઠાવે છે અને કહે છે કે, અશ્વિને તેને આ કેપ આપી હતી

  • ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે
  • મુકેશને બીજી મેચમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ ટીમમાં પસંદ કરાયો 
  • મુકેશે ટેસ્ટ મેચના પહેલા દિવસ પછી તેની માતા સાથે વાત કરી 
  • BCCIએ પોતાના ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યો 

ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. આ પ્રવાસ પર ટીમ તેની બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી આ મેચમાં ફાસ્ટ બોલર મુકેશ કુમારનું સપનું સાકાર થયું છે. વાત જાણે એમ છે કે, મુકેશને બીજી મેચમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. મુકેશ લાંબા સમયથી ટીમ સાથે છે. ક્યારેક તે નેટ બોલર તરીકે તો ક્યારેક રિઝર્વ પ્લેયર તરીકે ટીમ સાથે રહેતો હતો.

મુકેશે ટેસ્ટ મેચના પહેલા દિવસ પછી તેની માતા સાથે વાત કરી હતી. તેનો વીડિયો BCCIએ પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. મુકેશે ફોન પર તેની માતાને તેના ડેબ્યુ વિશે માહિતી આપી હતી. મુકેશ ભારતના 308માં ટેસ્ટ ક્રિકેટર છે.

BCCIએ શેર કર્યો વિડીયો 
BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં મુકેશ પહેલા તેની ટેસ્ટ કેપ ઉઠાવે છે અને કહે છે કે અશ્વિને તેને આ કેપ આપી હતી. આ પછી તેણે તેની માતાને ફોન કર્યો અને ભોજપુરીમાં વાત કરી. તેની માતા સાથે વાત કરતી વખતે મુકેશ તેમને કહેતો હતો કે, તેમણે કરેલી પૂજાનું ફળ મળ્યું છે. આ વાતચીત ભોજપુરીમાં થઈ રહી હતી. બાદમાં મુકેશે જણાવ્યું કે, તેની માતા તેને હંમેશા ખુશ રહેવા અને આગળ વધવાનું કહેતી હતી.

શું કહ્યું ફાસ્ટ બોલર મુકેશ કુમારે ? 
ફાસ્ટ બોલર મુકેશે જણાવ્યું કે, તેમની માતાએ તેને કહ્યું કે તેના આશીર્વાદ હંમેશા તેની સાથે છે. મુકેશે કહ્યું કે, તેની માતા માત્ર ઇચ્છે છે કે, તે આગળ વધે અને સફળ થાય. મુકેશે કહ્યું કે, આ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ છે, જેની ખુશી તે વ્યક્ત કરી શકતો નથી. તેણે કહ્યું કે, તે તેની માતાનું હૃદય છે. આ વાતો કરતી વખતે મુકેશ ભાવુક થઈ ગયો અને કહ્યું કે તેના હાથ ધ્રૂજી રહ્યા છે. તેની વાત સાંભળીને સ્પષ્ટપણે ખબર પડી કે તે એટલા ભાવુક થઈ ગયા છે કે તેનું ગળું ભરાઈ ગયું છે. જે પણ આ વીડિયો જોશે તે પણ થોડા સમય માટે ભાવુક થઈ જશે.

નોંધનીય છે કે, બીજી ટેસ્ટ મેચમાં બે દિવસની રમત પૂરી થયા બાદ ભારતીય ટીમ મજબૂત દેખાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની શાનદાર સદીના આધારે પ્રથમ દાવમાં 438 રન બનાવ્યા હતા. વિરાટે પ્રથમ દાવમાં 206 બોલનો સામનો કરીને 121 રન બનાવ્યા હતા. કોહલીની આ 500મી આંતરરાષ્ટ્રીય મેચ છે અને તેણે તેમાં સદી ફટકારી છે. આ તેની 76મી આંતરરાષ્ટ્રીય સદી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ