બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The opposition is happy with the transfer of the chief officer of Pardi municipality

ઉજવણી / ચીફ ઓફિસરની બદલીથી પારડી ન.પા.માં ઉત્સાહનો માહોલ, વિપક્ષોએ કર્યું ફટાકડાં ફોડી સેલિબ્રેશન

Malay

Last Updated: 04:02 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી થતાં વિપક્ષે ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને ઉજવણી કરી.

 

  • પારડી ન.પાના ચીફ ઓફિસરની બદલી
  • વિપક્ષે ફટાકડા ફોડીને ઉજવણી કરી
  • શાસક પક્ષ પણ ચીફ ઓફિસરથી હતો નારાજ

24 હજારના ભજીયાકાંડ મામલે પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાચી દોશીની બદલી કરવામાં આવી છે. ચીફ ઓફિસરની બદલી થતાં પારડી નગરપાલિકામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીફ ઓફિસરની બદલી થતાં આજે વિપક્ષે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણીમાં શાસક પક્ષ ભાજપના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસના કામમાં લગાવીને રાખી હતી બ્રેકઃ બિપિન પટેલ
ચીફ ઓફિસરની બદલી પર કોંગ્રેસના બિપિન પટેલે જણાવ્યું હતું કે, ચીફ ઓફિસરની બદલી થતાં આજરોજ અમે તમામ ચૂંટાયેલા માજી સભ્યો પારડી નગરપાલિકા ખાતે ભેગા થયા છીએ. તેમની બદલીની ખૂશીમાં આજે અમે ઉજવણી કરી છે. કારણ કે પારડી નગરપાલિકાના ચીફ ઓફિસરે વિકાસના કામમાં બ્રેક લગાવીને રાખી હતી. વિકાસના કામોમાં અડચણો ઉભી કરનારા ચીફ ઓફિસરના લીધે લગભગ 25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અમારી પાસે બચી ગઈ છે, જે અમારા માટે દુઃખની વાત છે.  હું સરકારને વિનંતી કરીશ કે આવા ચીફ ઓફિસરની બદલીને બદલે હંમેશા માટે ઘરે બેસાડી દેવા જોઈએ. કારણ કે આવા ચીફ ઓફિસરની કોઈ જગ્યાએ જરૂર નથી. 

બિપિન પટેલ (કોંગ્રેસ નેતા)

શાસક પક્ષ પણ હતો નારાજ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિપક્ષ સહિત શાસક પક્ષ પણ ચીફ ઓફિસર પ્રાચી દોશીથી નારાજ હતો. પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમના મનસ્વી નિર્ણયોના કારણે હંમેશા વિવાદમાં રહેતા હતા. ચીફ ઓફિસર નગરપાલિકાના લોકાર્પણના કાર્યક્રમમાં લાખોનો ખર્ચ બતાવીને વિવાદમાં આવ્યા હતા. આ અંગેનો અહેવાલ VTV ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 

લોકાર્પણ પાછળ 13 લાખથી વધુનો ખર્ચ 
વલસાડના પારડી નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા. ભાજપશાસિત નગરપાલિકામાં ભાજપના જ નગરસેવકો મેદાનમાં ઉતર્યા હતા. 13 કરોડના ખર્ચે બનેલ નગરપાલિકાના લોકાર્પણ પાછળ 13 લાખથી વધુનો ખર્ચ થતાં વિવાદ થયો હતો. ભાજપશાસિત નગરપાલિકામાં લોકાર્પણ સમયે થયેલા ખર્ચમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.

24 હજારના ભજીયાનું મૂકાયું હતું બીલ
જેમાં 24 હજારના ભજીયાનું બીલ અને 11 હજારનું આઈસ્ક્રીમનું બીલ મૂકાયું હતું. તો વીડિયો શૂટિગ પાછળ પણ લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું બિલ મુકાયું હતું. ભાજપ સહિત કોંગ્રેસના નગરસેવકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ