બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The opposition in the Assembly today created an uproar over the fake PSI Mayur Tadvi issue

વિવાદ / નકલી PSI મયુર તડવીનો મુદ્દો ગૃહમાં ગાજ્યો: સૂત્રોચ્ચાર થતા કોંગ્રેસ-AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

Malay

Last Updated: 02:28 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ગૃહમાં વિપક્ષે આજે નકલી PSI મયુર તડવી મુદ્દે હોબાળો મચાવ્યો હતો. ધારાસભ્યોએ ગૃહમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરી હતી. જેથી કોંગ્રેસ અને AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે.

 

  • નકલી PSI મયુર તડવી મુદ્દે ગૃહમાં હોબાળો
  • કોંગ્રેસ અને આપના ધારાસભ્યનો ગૃહમાં હોબાળો 
  • ધારાસભ્યોએ ગૃહમાં બેનર સાથે સૂત્રોચાર કર્યા 

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે ગૃહમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા નકલી પીએસઆઇ મયુર તડવીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કરાઈમાં બોગસ PSIની ટ્રેનિંગનો મુદ્દો સત્રમાં ગુંજ્યો હતો. પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને નિયમ 116 અંતર્ગત નોટિસ આપી ચર્ચાની માંગ કરી હતી. જોકે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તાત્કાલિક ચર્ચાનો ઈન્કાર કર્યો હતો. શંકર ચૌધરીએ કહ્યું હતું કે, મંત્રીને જવાબ આપવા સમય આપવો પડે. 

ધારાસભ્યોએ ગૃહમાં બેનર સાથે સૂત્રોચાર કર્યા
ચર્ચાના ઈન્કાર બાદ કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ ગૃહમાં બેનર સાથે સૂત્રોચાર કર્યા હતા. મુખ્યમંત્રી જવાબ આપે તેવી વિરોધ પક્ષે માંગ કરી હતી. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ વિરોધ પક્ષે માંગ કરી હતી. 

યુવાનો માટે જે કરવું હોય તે કરવા તૈયાર છીએઃ CM
ગૃહમાં હોબાળા બાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જવાબ આપ્યો હતો કે, હોબાળા માટે આ ગૃહ નથી, યુવાનો માટે જે કરવું હોય તે કરવા તૈયાર છીએ. ગૃહ રાજ્યમંત્રી કે સરકાર જે કરવાનું હોય તે કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે,  આ ઘટના ગંભીર છે,  મોટુ રેકેટ હતું જેની ઘણાં દિવસોથી તપાસ ચાલતી હતી. તપાસની ખાનગી માહિતી કેવી રીતે લીક થઈ તેની પણ તપાસ ચાલી રહી છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ મામલે સો ટકા સચોટ જવાબ આપવામાં આવશે. હું તમામ પ્રશ્નનો જવાબ આપવા બંધાવેલો છું. કોઈના પણ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું. આજે કહે તો પણ જવાબ આપવા તૈયાર છું.

કોંગ્રેસ-AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ 
જોકે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે આ મુદ્દે આજેને આજે ચર્ચા થઈ શકશે નહીં. આપણે બંધારણને તોડનારા નહીં બંધારણની રક્ષા કરનારા છીએ. અધ્યક્ષના આદેશ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. જેથી કોંગ્રેસ અને AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલની દરખાસ્ત અધ્યક્ષે માન્ય રાખી છે. અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસ-AAPના સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. ઋષિકેશ પટેલની દરખાસ્તને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પણ ટેકો આપ્યો છે. 

કરાઈ એકેડેમીમાં નકલી PSI મામલો
કરાઈ પોલીસે એકેડમીમાં નકલી PSI મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કરાઈ એકેડેમીમાં નકલી PSI મામલે પોલીસે આરોપી મયુર તડવીની અટકાયત કરી છે. નકલી PSI  મયુર તડવીએ કરાઈમાં ટ્રેનિંગ લીધી છે.  મયુર તડવીએ બીજી ઉમેદવારના કોલલેટરમાં છેડછાડ કરી હતી. ઓળખીતાના કોલલેટરમાં છેડછાડ કરીને મયુરે કરાઈમાં પ્રવેશ મેળવ્યો હતો.  ત્યારે આ બાબતે કરાઈ એકેડમીએ વધુમાં જણાવ્યું હતું કે, મયુરના કોઈ ગેંગ સાથે સબંધ છે કે નહી તેની તપાસ થશે. તેમજ પગાર બિલ બનાવતી વખતે મયુરનો રોકેર્ડ સામે આવ્યો હતો. જેમાં મયુરના ભૂતકાળ અને ગેંગ સાથેના સબંધની પણ તપાસ થશે.  તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પાસે પહોંચેલી માહિતીની પણ તપાસ કરવામાં આવશે. યુવરાજસિંહને માહિતી કોણે પહોંચાડી તેની પણ તપાસ થશે. ત્યારે યુવરાજસિંહ પર તપાસને નુકશાન પહોંચાડવાનો એકેડમીનો આરોપ છે. 

આ બાબતની ગંભીરતાથી નોંધ લેવામાં આવીઃ એકેડમી
કરાઈ એકેડમી ખાતે હાલમાં પીએસઆઈની ટ્રેનિંગની ચાલી રહી છે. જેમાં કુલ 582 તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ત્યારે આ તમામ લોકોનાં પગાર બિલ બનાવતી વખતે એક વાત ધ્યાન ઉપર આવેલ જેમાં મયુરભાઈ લાલજીભાઈ તડવી નામનો વ્યક્તિનું નામ ઉર્તીર્ણ થયેલ ઉમેદવારોના પત્રકમાં નથી.  ત્યારે એકેડમીનાં અધિકારીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી નોંધ લઈ આ વ્યક્તિ પર વોચ રાખી હતી અને તે કોઈ ગેંગ સાથે સંકળાયેલો નથી. તે બાબતની ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ