બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / સુરત / the number of mangrove tress has increased in surat

આનંદો / વિશ્વ વન દિવસે ગુજરાતીઓને મળ્યા ગુડ ન્યૂઝ! સુરત જિલ્લામાં વધ્યો વનવિસ્તાર, જાણો વિગત

Khyati

Last Updated: 12:55 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત જિલ્લામાં વનવિસ્તારમાં 5 વર્ષમાં થયો વધારો, હેક્ટર દીઠ ચેરના વૃક્ષોની વધી સંખ્યા

  • સુરતમાં વિશ્વ વન દિવસની ઉજવણી
  • સુરત જિલ્લામાં વનવિસ્તારમાં 5 વર્ષમાં વધારો
  • સુરતના જંગોલમાં ચેરના વૃક્ષ વધ્યા

21 માર્ચ એટલે વન તરફથી મળતા અગણિત લાભો, પેદાશો અને ઉપકારોને યાદ કરીને ઋણ ચૂકવવાનો દિવસ. વિશ્વ વન દિવસની ઉજવણી 21 માર્ચે કરવામાં આવે છે પરંતુ આપણું અસ્તિત્વ વનોને કારણે જ છે તે ભૂલવુ ન જોઇએ. આજે માણસ પોતાના સ્વાર્થ માટે વર્ષો જૂના વૃક્ષોને પણ પળવારમાં જ ભોંયભેગા કરતા વિચાર તો નથી જે આવનારી પેઢી માટે ખેરખર જોખમી છે. જો કે આ તમામ વચ્ચે આજે વિશ્વ વન દિવસની ઉજવણી નિમિત્તે સુરતથી સારા સમાચાર સામે આવ્યા છે.

સુરતમાં વધ્યો જંગલ વિસ્તાર 

સુરતમાં વિશ્વ વન દિવસની ઉજવણીના અવસરે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. સુરત જિલ્લામાં વન વિસ્તારમાં 5 વર્ષમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. સુરત જિલ્લાની 50 હજાર હેક્ટર જમીન પર વન પથરાયેલું છે. જેમાં ચેરના વૃક્ષોની  સંખ્યામાં વધારો થયો હોવાનું પણ સામે આવ્યુ છે જે ખરેખર એક ખુશીની વાત કહી શકાય. કારણ કે આ વૃક્ષો એવા છે જે કુદરતી આફત સમયે પણ અડીખમ રહે છે. 


સુરતમાં ચેરના વૃક્ષો વધ્યા

સુરતમાં વર્ષ 2017ની સરખામણીએ હેક્ટર દીઠ ચેરના વૃક્ષોની સંખ્યામાં વધારો થયો છે. 2017માં હેક્ટર દીઠ 40 વૃક્ષ હતા જે હવે 48 થયા છે. સુરતના ડુમસ, માંડવી, ઉમરપાડા, મહુવા અને માંગરોળમાં ચેરના વૃક્ષોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. મહત્વનું છે કે ચેરના વૃક્ષોનું આવરણ ગુજરાતના ચાર વિસ્તારોમાં ફેલાયેલું છે, જેમાં કચ્છ, કચ્છનો અખાત અને સોરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત(ખંભાતના અખાત- ડુમ્મસ ઉભરાટ વિસ્તાર સહિત)નો સમાવેશ થાય છે. 

ચેરના વૃક્ષોનું મહત્વ

વિશ્વમાં મેન્ગ્રોવસ એટલે કે ચેરના વૃક્ષો ઉષ્ણકટિબંધીય અને પેટા ઉષ્ણકટિબંધીય હદના આંતર ભરતી દરિયાઇ વિસ્તારોમાં જોવા મળે છે. તે ભરતી-ઓટ તેમજ ભારે પવન અને તોફાનોથી દરિયા કિનારાનું ધોવાણ થતાં અટકાવે છે. મેન્ગ્રોવસ કુદરતી આફતો જેવી કે દરિયાઇ તોફાન અને સુનામી વખતે પણ તેની અસરને ઓછી કરવામાં મદદરૂપ થાય છે. મેન્ગ્રોવસ(ચેર) સમુદ્રી કિનારાનું રક્ષણ કરતો હોવાથી દરિયાઇ તોફાન તેમજ જળપ્રવાહો, ભરતી-ઓટ વખતે માછીમારો પણ તેનો આશરો લે છે. સમુદ્રી કિનારાના આર્થિક-સામાજિક સુરક્ષા માટે મેન્ગ્રોવસનો વિકાસ અને હરિયાળું આવરણ ખૂબ જ મહત્વનું છે.


વિશ્વ વન દિવસ કેમ ઉજવાય છે ?  

 ઇ.સ 1971માં મળેલી 23મી યુરોપિયન કોન્ફેડરેશન ઑફ એગ્રિકલ્ચરની સામાન્ય સભામાં 21 માર્ચે આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. જેને "યુનાઇટેડ નેશન્સ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન" દ્વારા પણ સહકાર મળ્યો હતો. નવેમ્બર ૨૦૦૫માં "ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (Food and Agriculture Organization) એ જાહેર કરેલ યાદી મુજબ વિશ્વમાં દર મિનિટે ૨૫ હેક્ટર એટલે કે ૩૬ ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. જો આ જ ઝડપે વનોનો નાશ થવાનો ચાલુ રહેશે તો કદાચ એક દિવસ પૃથ્વી વનવિહોણી બની જશે. આ સંદર્ભે  વિશ્વમાં વન દિવસમી ઉજવણી કરવામાં આવે છે. જેથી લોકોને વન તરફથી મળતા લાભ, પેદાશો અને વન આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે તેની જાણકારી અને વન બચાવવા જાગૃતિ લાવવાના હેતુ આ દિવસે વન દિવસ તરીકે ઉજવાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ