બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The number of Jan-Dhan accounts crossed 50 crores: 34 crores worth of cards given for free, PM Modi said - more benefits for women's power

PM Jan Dhan Yojana / જન-ધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર: મફતમાં અપાયા 34 કરોડ રૂપે કાર્ડ, PM મોદીએ કહ્યું- નારી શક્તિને વધુ લાભ

Megha

Last Updated: 04:40 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Jan Dhan Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર કરી જવાને એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું, કહ્યું યોજનામાં અડધાથી વધુ ખાતા મહિલાઓના છે.'

  • જન ધન ખાતાની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું 
  • જન ધન યોજનામાં અડધાથી વધુ ખાતા મહિલાઓના છે

દેશમાં જન ધન ખાતાની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આ વાતની પ્રશંસા કરતાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. તેમાંથી 56% ખાતા મહિલાઓના છે. નોંધનીય છે કે દેશના ગરીબોને બેંકિંગ સેવાઓ સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં આ યોજના શરૂ કરી હતી.

લગભગ 67% ખાતા ગામડાઓ અને નાના શહેરોમાં ખોલવામાં આવ્યા
નાણા મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપતા કહ્યું હતું કે લગભગ 67% ખાતા ગામડાઓ અને નાના શહેરોમાં ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં કુલ જમા રકમ 2.03 લાખ કરોડ રૂપિયાથી વધુ છેઆ ખાતાઓમાંથી લગભગ 34 કરોડ રુપે કાર્ડ મફત આપવામાં આવ્યા છે. આ પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતાઓમાં સરેરાશ બેલેન્સ 4,076 રૂપિયા છે અને તેમાંથી 5.5 કરોડથી વધુને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)નો લાભ મળી રહ્યો છે. દેશના ગરીબોને બેંકિંગ સેવાઓ સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં આ યોજના શરૂ કરી હતી.

જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર કરી ગઇ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર કરી જવાને એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. તેમણે આ સિદ્ધિને પણ બિરદાવી હતી. એમને X પર કહ્યું, 'આ જોઈને આનંદ થાય છે કે આમાંથી અડધાથી વધુ ખાતા મહિલાઓના છે. 67% ખાતા ગ્રામીણ વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે નાણાકીય સમાવેશના લાભો આપણા દેશના દરેક ખૂણે પહોંચે.' 

જન ધન યોજના 28 ઓગસ્ટ 2014 ના શરૂ કરવામાં આવી હતી
નાણાકીય સમાવેશ પર રાષ્ટ્રીય મિશન એટલે કે પ્રધાનમંત્રી જન ધન યોજના 28 ઓગસ્ટ 2014 ના રોજ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા નવ વર્ષમાં તેણે દેશનું આર્થિક ચિત્ર બદલી નાખ્યું છે. આ યોજનામાં ખાતા ખોલાવનારાઓને ઘણા ફાયદા છે. સૌથી મોટી વાત એ છે કે તેમાં મિનિમમ બેલેન્સની કોઈ ઝંઝટ નથી. આ સિવાય ફ્રી રૂપે ડેબિટ કાર્ડ, 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને 10,000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે.

જન ધન ખાતાના મુખ્ય ફાયદા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની માર્ગદર્શિકા મુજબ, જન ધન ખાતા સહિત તમામ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ધારકોએ કોઈપણ લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. આ યોજના હેઠળ સરકાર લોકોને ખૂબ જ સસ્તા દરે વિવિધ નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે. એટલું જ નહીં, જનધન ખાતાધારકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા શિષ્યવૃત્તિ, સબસિડી, પેન્શન અને કોવિડ રિલીફ ફંડ સીધા તેમના બેંક ખાતામાં મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ