બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The next 72 hours are still heavy for Ahmedabad! Yesterday, Meghraja batted violently and thrashed the townspeople in a manner

મેઘકહેર / અમદાવાદ માટે આગામી 72 કલાક હજુ ભારે! ગઇકાલે તો મેઘરાજાએ તોફાની બેટિંગ કરી શહેરીજનોને રીતસરના ઝૂડી નાખ્યા

Vishal Khamar

Last Updated: 05:48 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અઢી ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેમાં જોધપુરમાં સૌથી વધુ સાડા છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. બોપલ અને સાયન્સ સિટી વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો.

  • ગતરોજ રાત્રે પડેલ વરસાદે AMC  ની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી
  • જોધપુરમાં સૌથી વધુ સાડા છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો
  • સાબરમતી નદીનું જળસ્તર વધતા વાસણા બેરેજનાં દરવાજા ખોલાયા

 ગઈ કાલે ચાલુ ચોમાસાની સિઝનમાં પહેલી વખત લાખો અમદાવાદીઓને મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને રીતસરના ઝૂડી નાખ્યા હતા. સાંજના પાંચ વાગ્યા પછી પડેલા વરસાદે લોકોના એવા તો હાલ બેહાલ કરી નાખ્યા હતા કે ઘરની બહાર નીકળેલા પતિ, પુત્ર કે ભાઈની માહિતી મેળવવા પરિવારજનો બેચેન બની ગયાં હતાં. સેંકડો લોકો અથડાતા-કૂટાતા છેક રાતના સમયે ઘરભેગા થયા હતા. અમદાવાદ જાણે કે પાણીમાં તરવા લાગ્યું હોય તેવું ચિત્ર ઉપસતાં ઘણા લોકો તો બેબાકળા થયા હતા, જોકે મેઘરાજાની આફત દૂર થઈ નથી. સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ શહેરીજનો માટે હજુ ત્રણ દિવસ એટલે કે શનિવાર, રવિવાર અને સોમવાર અષાઢી આફતના બને તેવી શક્યતા છે. બીજા અર્થમાં કહીએ તો લોકોની વીકએન્ડની રજા પર પાણી ફરી વળશે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અઢી ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો
અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અઢી ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેમાં જોધપુરમાં સૌથી વધુ સાડા છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જોધપુર ઝોનલ ઓફિસ વિસ્તારમાં પણ સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. બોપલ અને સાયન્સ સિટી વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાણીપ-ઉસ્માનપુરામાં લગભગ ચાર ઇંચ, ચાંદલોડિયા અને સરખેજ-મક્તમપુરામાં ત્રણ ઇંચથી વધુ, જ્યારે મેમ્કોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો તેમ મ્યુનિસિપલ કંટ્રોલરૂમનાં સૂત્રો જણાવે છે. 

 

સાબરમતી નદીનું જળસ્તર વધતા વાસણા બેરેજનાં દરવાજા ખોલાયા
સાબરમતી નદીનું જળસ્તર વધવાથી વાસણા બેરેજના સાત દરવાજા ગઈકાલે ખોલવાનો નિર્ણય લેવાયો હતો. આ સાતેય દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. ગેટ નં. ૨૧, ૨૨, ૨૫, ૨૬, ૨૮, ૨૯ અને ૩૦ નંબરને ખોલીને શહેરને સુરક્ષિત કરવામાં આવ્યું હતું, જોકે આજે તમામ ગેટ બંધ કરવામાં આવ્યા છે. 

ગઈકાલના ભારે વરસાદના પગલે અનેક વિસ્તાર હજુ પણ જળબંબાકાર

જોકે ગઈકાલના ભારે વરસાદના પગલે અનેક વિસ્તાર હજુ પણ જળબંબાકાર છે. શેલા ગામ તથા આસપાસના વિસ્તારમાં પાણી ભરાયાં છે. સમત્વ બંગલોઝ પાસે ઘૂંટણસમાં પાણી ભરાતાં લોકોને હાલાકી પડી રહી છે. બીજી તરફ શાંતિપુરાબ્રિજ નીચેના બંને તરફના સર્વિસ રોડ પર ગટરનું પાણી ફરી વળતાં લોકોને તેમાંથી પસાર થવા વિવશ થવું પડ્યું છે. બોપલથી થલતેજ જતા રોડ ઉપર વરસાદી પાણી ભરાતાં કેટલાક લોકોનાં વાહન પાણીમાં ખોટકાયાં છે. થલતેજની દેવનંદન સોસાયટી સહિતના વિસ્તારમાં પાણીનો નિકાલ થયો નથી. બોપલની આરાધના સોસાયટીના લોકો પણ વરસાદી પાણીથી તોબા પોકારી ઊઠ્યા છે.


મ્યુનિસિપલ કંટ્રોલરૂમનાં સૂત્રો જણાવે છે કે બોડકદેવના મહિલા ગાર્ડન, ગોતાના અર્જુન સ્કાય અને ગોદરેજ ગાર્ડન સિટી, જોધપુરમાં ઝોનલ ઓફિસ, ચાંદલોડિયામાં યદુડી ગરનાળું અને ચાંદલોડિયા ગરનાળું, નારોલ ગામ, વટવા રોડમાં રત્નમણિ સોસાયટી, ખોખરામાં સત્યનારાયણ સોસાયટી, વસ્ત્રાલમાં દશામા તળાવ, નરોડામાં ગૌશાળા સહિતનાં ૧૫થી વધુ સ્થળોએ ૭૨ એચપી ક્ષમતાના વરુણ પમ્પથી લઈને ૭.૫ એચપી ક્ષમતાના ટ્રોલી માઉન્ટેડ ડી-વોટરિંગ પમ્પ વરસાદી પાણી ઉલેચવા માટે મુકાયા છે.

પાણીનો નિકાલ કર્યા બાદ અંડરપાસ વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકાયા હતા
મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા મીઠાખળી અંડરપાસને ગઈ કાલે રાતના ૧૧.૦૦ વાગ્યે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. ત્યાર બાદ પરિમલ અંડરપાસને રાતના ૧.૧૫ વાગ્યે અને અખબારનગર અંડરપાસને વહેલી સવારના ૩.૪૫ વાગ્યે તંત્ર દ્વારા ખુલ્લો મુકાતાં અત્યારની સ્થિતિએ તમામ અંડરપાસ વાહનવ્યવહાર માટે ખુલ્લા છે. 
અમદાવાદ આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ તૂટી પડવાથી ચાંગોદરમાં લોકોનાં ઘર અને દુકાનોમાં પાણી ફરી વળ્યાં હતાં. આ સમયે લોકોએ શક્ય તેટલો દુકાનોનો સામાન સુરક્ષિત કરીને તેને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા.

કામ સિવાય બહાર ન નીકળવા હવામાન વિભાગે જણાવ્યું
શહેરમાં અષાઢી આફત હજુ ત્રણ દિવસ સુધી તોળાયેલી છે. હવામાન વિભાગની આગાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે મંગળવારની સવાર સુધી અમદાવાદમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે, જોકે જે પ્રકારે મેઘરાજાનું તોફાની સ્વરૂપ ગુજરાતમાં પણ દેખાઈ રહ્યું છે તેને જોતાં આ દિવસોમાં અમદાવાદીઓએ કામ સિવાય બહાર નીકળવું નહીં તેવું હવામાન વિભાગ જણાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ