બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / The Narendra Modi government will complete nine years this month

આયોજન / મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ, કાલથી ભાજપના ‘મહાજનસંપર્ક અભિયાન’નો આરંભ લોકો સમક્ષ કેન્દ્રની સિદ્ધિઓ વર્ણવાશે

Dinesh

Last Updated: 04:13 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદી ૩૦ મેના રોજ વિશાળ રેલી સાથે ભાજપના મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરશે, 31 મેના રોજ પણ પીએમ મોદીની વિશાળ રેલી યોજાશે.

  • નરેન્દ્ર મોદી સરકાર આ મહિને નવ વર્ષ પૂર્ણ થશે
  • ભાજપ દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવશે
  • અભિયાનનું સૂત્ર ‘નવ સાલ... બેમિસાલ’ રાખવામાં આવ્યું


કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ મહિને નવ વર્ષ પૂર્ણ કરી રહી છે. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપ દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવશે. આ જનસંપર્ક અભિયાનનું સૂત્ર ‘નવ સાલ... બેમિસાલ’ રાખવામાં આવ્યું છે. પીએમ મોદી ૩૦ મેના રોજ વિશાળ રેલી સાથે ભાજપના મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરશે. 31 મેના રોજ પણ પીએમ મોદીની વિશાળ રેલી યોજાશે. આ રેલીનું આયોજન મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા સહિત કોઈ એક સ્થળે કરાવાની શક્યતા છે. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવા પર દરેક લોકસભા મતવિસ્તારમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન 30 મેથી 30 જૂન સુધી ચાલશે.

9 years of PM Modi in power of the country These decisions shocked everyone, BJP became a powerful party

ભાજપના વરિષ્ઠ નેતાઓની 51 રેલીઓ થશે
તમામ જિલ્લા મથકોથી બૂથ પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં મોદી સરકારની નીતિઓ અને સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે. દેશભરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની 51 રેલીઓ થશે. 396 લોકસભા બેઠકો પર જાહેર સભાઓ યોજાશે, જેમાં કેન્દ્રીય પ્રધાન   અથવા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારી ઉપસ્થિત રહેશે, જેઓ આ રેલી અને જાહેર સભાઓમાં ભાગ લેશે. દેશભરના એક લાખ વિશેષ પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે. આમ, દરેક લોકસભામાં 250 પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. આ અભિયાનમાં રાજ્યની પ્રભાવશાળી વ્યક્તિઓ, જેમ કે રમતવીર, કલાકાર, ઉદ્યોગપતિ, શહીદ અને અન્ય જાણીતા પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે. આજે દેશભરમાં એકસાથે પ્રેસ કોન્ફરન્સ યોજાશે.

10 લાખ બૂથ પર પાર્ટી કાર્યકરો સાથે PMની વાતચીત
પીએમ મોદી 23 જૂને વીડિયો કોન્ફરન્સ દ્વારા શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિએ 10 લાખ બૂથ પર પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. 20થી 30 જૂન દરમિયાન ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. નવ વર્ષની સિદ્ધિઓ લોકો સાથે શેર કરવામાં આવશે અને પ્રચાર સામગ્રીનું વિતરણ કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ