બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / The murder case of Gandhidham businessman's son was solved

કચ્છ / અપહરણ કરી માંગી એક કરોડની ખંડણી, પછી આ કારણે કરી હત્યા, 350 CCTV તપાસ્યા બાદ ગાંધીધામના વેપારી પુત્રનો મર્ડર કેસ ઉકેલાયો

Vishal Khamar

Last Updated: 11:56 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીધામનાં વેપારીનાં પુત્રનાં અપહરણ બાદ તેની હત્યા મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને તનતોડ મહેનત કર્યા બાદ સફળતા હાથ લાગી હતી. યશ તોમરનું અપહરણ કરનાર બે શખ્શોને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. આર્થિક તંગીના પગલે રૂપિયા પડાવવાની લાલચે અપહરણ કર્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું.

  • ગાંધીધામના વેપારીના પુત્રના અપહરણ બાદ હત્યાનો મામલો 
  • પૂર્વ કચ્છ પોલીસે યુવાનની હત્યાનો ભેદ ઉકેલ્યો 
  • યશ તોમરના નામના યુવાનનો અપહરણ કરાયું હતું
  • હત્યા કરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા 

ગાંધીધામના વેપારીના પુત્રનો અપહરણ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે. યશ તોમરના નામના યુવાનનો અપહરણ બાદ મર્ડર કરાયું હતું. જેમાં હત્યા કરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. યશનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગ્યા બાદ કરાઈ હતી હત્યા. જોકે આર્થિક તંગીના પગલે રૂપિયા પડાવવાની લાલચે અપહરણ કર્યું હતું.. અપહરણ બાદ પકડાઈ જવાના ભયથી યુવકની હત્યા કરી લાશ દાટી દીધી હતી. જોકે સમગ્ર મામલે હાલ આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારેએ જણાવ્યું હતું કે, તા. 6 નવેમ્બનાં રોજ સાંજનાં સમયે યુવકનાં પરિવાર દ્વારા એક જાહેરાત કરવામાં આવે છે. જેમાં યશ તોમર નામનાં યુવકનું અપહરણ થયું છે. ત્યારે પોલીસને આ માહિતી મળતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી યુવકની  શોધખોળમાં લાગી જાય છે. આજે આખ બનાવ છે. તે મેઘપર બોરીચી વિસ્તારથી અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવે છે. જેમાં સાથે ખંડણીની પણ માંગણી કરવામાં આવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. 

યશ તોમર (મૃતક યુવક)

અલગ અલગ ટીમો બનાવી પોલીસે સીસીટીવી તપાસ્યા
ડી.વાય.એસ.પી અંજારનાં માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ મથકની ટીમ, એલ.સી.બી., એસ.ઓ.જી.  સહિતની ટીમો ગુનાનો ભેદ ઉકેલવા કામે લાગ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસ હાથ ધરી હતી.  જેમાં યુવક યશ તોમરની પાછળ કોઈ વ્યક્તિ બેઠેલ હતો. તેમજ સ્નેપ ચેટમાંથી એક વીડિયો પણ મળે છે.  ત્યારે પોલીસ દ્વારા પ્રાઈવેટ સીસીટીવીની તપાસ હાથ ધરતા બે વ્યક્તિ ટ્રેસ થયા હતા.  રાજેન્દ્ર કુમાર ઉર્ફે રાજુ નરસિંહભાઈ કાલરીયા અને  કિશન માવજીભાઈ સિંચ મહેશ્વરી એ આ બનાવને અંજામ આપેલ છે. 

સાગર બાગમાર  (SP, પૂર્વ કચ્છ પોલીસ)

પાંચ છ વર્ષ પહેલા યશ તોમર અને રાજેન્દ્ર બંને એક જ સોસાયટીમાં રહેતા હતા
આ યુવકનું અપહરણ કરવા પાછળનું કારણ એ છે કે, રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ નરસિંહભાઈ કાલરીયાનું કામ થોડા સમયથી ચાલતું ન હોઈ અને પૈસાની જરૂર હોઈ રાજેન્દ્રકુમાર એવા વ્યક્તિને ટાર્ગેટ કરવા માંગતા હતા કે જેનાથી પૈસા મળે.  અને જ્યાં બનાવને અંજામ આપ્યો છે. ત્યાં મુકવાની જગ્યા ન હોઈ યુવકને મારી નાંખે છે.  અને ત્યાર બાદ યુવકનાં અપહરણનો પ્લાન બનાવી યુવકનાં પરિવારજનોને ફોન કરીને જણાવે છે. ત્યારે આખા પ્લાનમાં કિશન જે હતો તે રાજેન્દ્રનો મિત્ર હતો.  ત્યારે રાજેન્દ્ર યશનાં પરિવારજનોને પહેલાથી ઓળખતો હતો.  આજથી પાંચ છ વર્ષ પહેલા બંને એક જ સોસાયટીમાં રહેતા હતા. એટલે બંને પરિવારજનો એકબીજાને ઓળખતા હતા.  જેથી યશ પણ રાજેન્દ્રને ઓળખતો હતો.  પોલીસે  350 થી વધુ સીસીટીવી ફુટેજનાં આધારે તપાસ હાથ ધરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ