બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / The movie Adipurush got caught in controversy due to dialogues like 'Bua Ka Bagdi', 'Jalegi Bhi Tere Baap Ki', where are the protests happening? know

બૉલીવુડ / 'બુઆ કા બગીચા', 'જલેગી ભી તેરે બાપ કી' આવા ડાયલોગ્સને કારણે વિવાદમાં ફસાઈ ફિલ્મ Adipurush, ક્યાં ક્યાં થઈ રહ્યો છે વિરોધ? જાણો

Megha

Last Updated: 02:13 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ આદિપુરુષમાં થોડા ડાયલોગ્સ સામે લોકોને ઘણી સમસ્યા છે અને અત્યાર સુધી અયોધ્યા, વારાણસીથી લઈને હરિદ્વાર સુધી તમામ હિન્દુ સંગઠનો એ અને ઘણા રાજકારણીઓ આ ફિલ્મનો વિરોધ કર્યો છે.

  • આદિપુરુષ ફિલ્મને લઈને ચાલી રહેલો વિવાદ અટકતો જણાતો નથી
  • વારાણસીથી લઈને હરિદ્વાર સુધી હિન્દુ સંગઠનો એ આ ફિલ્મનો વિરોધ કર્યો
  • હાલ ઘણા રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે

એક તરફ આદિપુરુષ ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે તો બીજી તરફ ફિલ્મને લઈને ચાલી રહેલો વિવાદ અટકતો જણાતો નથી. ફિલ્મ આદિપુરુષમાં થોડા ડાયલોગ્સ સામે લોકોને ઘણી સમસ્યા છે અને અત્યાર સુધી અયોધ્યા, વારાણસીથી લઈને હરિદ્વાર સુધી તમામ હિન્દુ સંગઠનો એ આ ફિલ્મનો વિરોધ કર્યો છે. 

આ સાથે જ  ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સહિત બધા રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે કેટલાક હિંદુ સંગઠનોએ દિલ્હી હાઈકોર્ટમાં પણ ફિલ્મ પર પ્રતિબંધની માંગણી કરી છે તો લખનૌમાં ફિલ્મની સ્ટારકાસ્ટ, ડાયલોગ રાઈટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર સામે કેસ નોંધવાની પણ માંગ કરવામાં આવી છે. એવામાં આટલા સતત વિરોધ પછી ફિલ્મના નિર્માતાઓએ ગઇકાલે નિર્ણય લીધો છે કે વિવાદાસ્પદ ડાયલોગ્સને ફિલ્મમાંથી દૂર કરવામાં આવશે અને આ કામ એક અઠવાડિયાની અંદર થઈ જશે. 

કયા ડાયલોગ્સ પર વાંધો? 
1- જ્યારે હનુમાન લંકા જાય છે, ત્યારે એક રાક્ષસ તેને જોઈને પૂછે છે, "યે લંકા ક્યા તેરી બુઆ કા બગીચા હૈ જો હવા ખાને ચલા આયા."
2- સીતાને મળ્યા પછી જ્યારે હનુમાનને લંકાનો રાક્ષસ પકડી લે છે ત્યારે મેઘનાથ એમની પૂંછમાં આગ લગાવ્યા પછી પૂછે છે, 'જલી' જવાબમાં હનુમાન કહે છે, "તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા ઔર જલેગી ભી તેરે બાપ કી..' 
3- જ્યારે હનુમાન લંકાથી પાછા ફરે છે અને રામ તેને પૂછે છે કે શું થયું? જવાબમાં, હનુમાન કહે છે- " બોલ દિયા, જો હમારી બહેનો કો હાથ લગાએંગે ઉનકી લંકા લગા દેંગે.'
4- લક્ષ્મણ પર હુમલો કરતાં ઇન્દ્રજિત એક જગ્યાએ કહે છે, "મેરે એક સપોલેને તુમ્હારે શેષનાગ કો લંબા કર દિયા અભી તો પૂરા પિટારા ભરા પડા હૈ'' 
આ સિવાય દર્શકોએ ભગવાન રામ, સીતા, હનુમાન અને રાવણના કેટલાક સંવાદો અને વેશભૂષા પર પણ વાંધો ઉઠાવ્યો છે. 

ક્યાં ક્યાં થયો છે ફિલ્મનો વિરોધ?
ફિલ્મ આદિપુરુષનો વારાણસીથી લઈને હરિદ્વાર સુધી જોરદાર વિરોધ થઈ રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ જિતેન્દ્રનંદ સરસ્વતીએ વિરોધ કર્યો તો બીજી તરફ વારાણસીમાં અનેક વિરોધીઓએ મલ્ટિપ્લેક્સ પહોંચીને આદિપુરુષનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન ફિલ્મના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા હતા. આ સિવાય લખનૌમાં અખિલ ભારતીય હિંદુ મહાસભાએ હઝરતગંજ કોતવાલીમાં ફિલ્મ આદિપુરુષને લઈને ફરિયાદ નોંધાવી હતી. અખિલ ભારત હિન્દુ મહાસભાએ આદિપુરુષ ફિલ્મની સ્ટાર કાસ્ટ, ડાયલોગ રાઈટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર સામે ફરિયાદ કરી હતી. 

હરિદ્વારમાં પણ સંત સમાજ આદિપુરુષને લઈને ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. સંતોનું કહેવું છે કે આ ફિલ્મ પર સરકારે તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. અખિલ ભારતીય અખાડા પરિષદ, શંકરાચાર્ય પરિષદ, મહામંડલેશ્વર, જુના અખાડા અને બડા અખાડા ફિલ્મના વિરોધમાં ખુલ્લેઆમ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે.  અયોધ્યામાં પણ ફિલ્મને લઈને સંત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સંતોએ આ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. 

રાજકારણીઓ પણ કરી રહ્યા છે ફિલ્મનો વિરોધ 
બીજેપી સાંસદ હરનાથ સિંહ યાદવે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી હતી. તો રાજ્ય મંત્રી રેણુકા સિંહે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાજ્યમાં ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ સાથે જ દિલ્હી બીજેપીના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને ફિલ્મના "વિવાદાસ્પદ દ્રશ્યો અને સંવાદો"ની ફરીથી તપાસ કરવા વિનંતી કરી હતી. 

AAP, કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ જૂથ) સહિત અનેક રાજકીય પક્ષોએ આદિપુરુષ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને ફિલ્મની ટીકા કરી છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે ફિલ્મમાં વપરાયેલી ભાષાને 'ટપોરી' ગણાવીને કહ્યું કે તેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે આ ફિલ્મ ભગવાન રામ અને ભગવાન હનુમાનની છબીને કલંકિત કરવાનો પ્રયાસ છે.

આ વિવાદ પર લેખક મનોજ મુન્તાશીરે શું કહ્યું?
આદિપુરુષ ફિલ્મના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ જોવા મળ્યા બાદ મેકર્સે તેને બદલવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મના લેખક મનોજ મુન્તાશીરે કહ્યું, 'ફિલ્મનો ધ્યેય ભગવાન શ્રીરામની મહાકાવ્ય સનાતનની વાર્તાને બાળકો સુધી લઈ જવાનો છે. આ ફિલ્મ એ કરી રહી છે જે કરવું જોઈતું હતું. હાલ એવા યુગમાં છીએ જ્યાં એક્સપોઝર ખૂબ વધારે છે. હોલીવુડના પાત્રો બાળકોના દિલોદિમાગ પર રાજ કરતા રહે છે. બાળકો હલ્ક અને સુપરમેનને ઓળખે છે પરંતુ હનુમાન અને અંગદને જાણતા નથી. અમારો પ્રયાસ હતો કે અમારા પાત્રો બાળકો સુધી પણ પહોંચે. યુવા વર્ગે પણ આ ફિલ્મ જોવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ