બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / The Modi government has reduced the central excise duty to curb rising fuel prices.

રાહત / ટાંકીઓ કરી લો ફૂલ! મોદી સરકારનાં નિર્ણય બાદ આજથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

ParthB

Last Updated: 09:04 AM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની મોદી સરકારે જનતાને મોટી રાહત આપી છે. મોદી સરકારે ઈંધણના વધી રહેલા ભાવ ઘટાડવા માટે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે.

  • જનતાને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહત
  • સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં તોતિંગ ઘટાડો
  • આજથી પેટ્રોલ-ડીઝલના નવો ભાવ અમલી

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આપી રાહત

કેન્દ્રની મોદી સરકારે જનતાને મોટી રાહત આપી છે. મોદી સરકારે ઈંધણના વધી રહેલા ભાવ ઘટાડવા માટે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમણે પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 6નો તોતિંગ ઘટાડો કર્યો છે. જેથી પેટ્રોલ 9.5 અને ડીઝલ 7 રૂપિયા સસ્તુ થયું છે. આજથી નવો ભાવ અમલી કરવામાં આવ્યો છે.

સરકારે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં કર્યો ઘટાડો

આમ કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને લઈને અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઘટીને 95.57 રૂપિયા થયો છે, જ્યારે ડીઝલનો ભાવ ઘટીને રૂપિયા 93.13 રૂપિયા થયો છે. અમદાવાદની સાથે સમગ્ર ગુજરાતની પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. આ અગઉ કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2021ના રોજ પણ પેટ્રોલ પર લિટર દીઠ રૂપિયા 10 અને ડીઝલ પર રૂપિયા 5 એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો જાહેર કર્યો હતો.

4 મહાનગરપાલિકામાં પેટ્રોલનો નવો ભાવ 

- અમદાવાદમાં એક લિટરના 95.57 રૂપિયા  
- રાજકોટમાં એક લિટરના 95.24 રૂપિયા
- વડોદરામાં એક લિટરના પેટ્રોલના 95.61 રૂપિયા  
- સુરતમાં એક લિટરના પેટ્રોલની 95.59 રૂપિયા  
 

4 મહાનગરપાલિકામાં ડીઝલનો નવો ભાવ 

- અમદાવાદમાંએક લિટરના 93.13 રૂપિયા  
- રાજકોટમાં એક લિટરના 91.98 રૂપિયા
- વડોદરામાં એક લિટરના ડીઝલના 92.46 રૂપિયા  
- સુરતમાં એક લિટરના ડીઝલની 92.46 રૂપિયા 

PM મોદીએ ભાવ ઘટાડાના પગલાને આવકાર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- અમારા માટે પ્રજા સૌથી પહેલા હોય છે. આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નાગરિકોને રાહત આપશે અને જીવનને વધારે સુગમ બનાવશે. ઉજ્જવલા યોજના હેઠળ મળતા સિલેન્ડર પર સબસિડીની જાહેરાતની પણ PM મોદીએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજનાએ કરોડો ભારતીયો ખાસ કરીને મહિલાઓની મદદ કરી છે. ઉજ્જવલા સબસિડી અંગે આજના નિર્ણયથી પરિવારના બજેટમાં ઘણી સરળતા રહેશે.

તમારા શહેરના ભાવ આ રીતે ચેક કરો

પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે SMS દ્વારા  પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલ પર RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ આવી જશે. દરેક શહેરના અલગ અલગ કોડ છે. જે તમને IOCની વેબસાઈટ પર મળી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ