બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The Meteorological Department has predicted that there may be rain in many areas of the state on 8th and 9th

હવામાન / ગુજરાતનાં બે દિવસ વરસાદની આગાહી: અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતનાં આ જિલ્લામાં ત્રાટકશે મેઘરાજા

Dinesh

Last Updated: 05:49 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Forecast: ભરશિયાળે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, 8 અને 9 તારીખે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે

  • બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી
  • વલસાડ , નવસારી, સુરત દમણમાં કમોસમી વરસાદની આગાહી 
  • સૌરાષ્ટ્રમાં 2 દિવસ હળવા વરસાદની આગાહી


gujarat wethar update: ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મૂસીબતનો માવઠો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેના પગલે રાજ્યના ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તારીખ 8 અને 9 જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 

ગુજરાતમાં ફરી 4 દિવસ વરસાદની આગાહી: ખાસ તારીખો નોંધી લેજો, ખેડૂતો થયા નિરાશ  | Another 4 days of unseasonal rain forecast in the state

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
ભરશિયાળે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.  અત્રે જણાવીએ કે, 8 અને 9 તારીખે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે.  વલસાડ, નવસારી, સુરત અને દમણમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.  અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે.  

VTV Gujarati News and Beyond on X: "ગુજરાત: હીટવેવને લઈ હવામાન વિભાગે કરી  આગાહી, અમદાવાદ-ગાંધીનગરના વિસ્તારોમાં યલો અલર્ટ, આજે ગરમીનો પારો 3 ડિગ્રી  જેટલો ...

વરસાદને પગલે 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાતથી પસાર થવાથી કમોસમી વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદને પગલે 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. વિન્ડ સ્પિડની 5થી 10 વચ્ચે છે, વધુમાં કહ્યું કે, કમોસમી વરસાદ પછી થોડું ટેમ્પરેચર નીચું જશે.

વાંચવા જેવું: ગુજરાતના 20 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે, જાણો કયું શહેર બન્યું સૌથી વધારે ઠંડુગાર

આજનું તાપમાન
આજે 20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છું. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 13.8 અને 12 ડિગ્રી.જ્યારે વડોદરા, સુરત અને રાજકોટમાં અનુક્રમે 14.6, 16.4 અને 10.04 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  જ્યારે કેશોદ, અમરેલી, મહુવા અને સુરેન્દ્રનગરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ