તાજેતરમાં પડેલ વરસાદે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જી હતી. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ કોઈ સિસ્ટમ સક્રિય નથી. માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.
5 દિવસ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથીઃ હવામાન વિભાગ
રાજ્યમાં હાલ વરસાદની શક્યતા નહિવત છે. ત્યારે આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેમજ અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે.
રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોઈ ભારે વરસાદની કોઈ સંભાવના નથીઃ મનોરમા મોહંતી
હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાત રાજ્યમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી. જેનાં કારણે ગુજરાતમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. તેમજ માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવાનું પણ હવામાન વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોઈ ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી.
રાજ્યમાં સિઝનનો ક્યાં ઝોનમાં કેટલો વરસાદ પડ્યો
રાજ્યમાં સિઝનનો કુલ 79.33 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છ ઝોનમાં 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.04 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ- મધ્ય ગુજરાતમાં 63.47 ટકા વરસાદ પડ્યો છે. ત્યારે સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં પડ્યો છે. રાજ્યનાં 207 જળાશયોમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ
જળસંગ્રહની સ્થિતિમાં રાજ્યમાં 207 જળાશયોમાં અત્યાર સુધી 72.06 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં કુલ જળસંગ્રહ શક્તિનાં 75.19 ટકા જેટલો સંગ્રહ થયો છે. 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો હોય તેવા 65 જળાશય, 90 થી 100 ટકા જળસંગ્રહ થયો હોય તેવા 27 જળાશય, 80 થી 90 ટકા જળસંગ્રહ થયો હોય તેવા 27 જળાશય જ્યારે 70 થી 80 ટકા જળસંગ્રહ થયો હોય તેવા 9 જળાશય છે.
રાજ્યનાં 5 ઝોનમાં આવેલ જળાશયોની સ્થિતિ
રાજ્યનાં 5 ઝોન પ્રમાણે જળાશયોની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.19 ટકા જળસંગ્રહ, મધ્ય ગુજરાતનાં 17 જળાશયમાં 48.9 ટકા જળસંગ્રહ, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયમાં 72.3 ટકા જળસંગ્રહ, કચ્છનાં 20 જળાશયમાં 66.23 ટકા જળસંગ્રહ તેમજ સૌરાષ્ટ્રનાં 141 જળાશયમાં 83.70 ટકા જળસંગ્રહ થવા પામ્યો છે.