બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / The marriage of a Muslim youth and the daughter of a Hindu BJP leader is a debated issue

કર્ણાટક / મુસ્લિમ યુવક સાથે ભાજપ નેતાની દીકરીના થવા જઈ રહ્યા હતા લગ્ન, એટલો વિરોધ થયો કે રદ્દ કરવા પડ્યા, કહ્યું માહોલ ઠીક નથી

Dinesh

Last Updated: 05:57 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૌડી નગર પાલિકાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પશપાલ બેનામની દીકરીની લગ્ન કંકોત્રી વહેચ્યા બાદ ખૂબ જ વાયરલ થઈ હતી, જે બાદ બેનામએ લગ્ન કાર્યક્રમ કેન્સલ કરવાની જાહેરાત કરી હતી

  • મુસ્લિમ યુવક અને ભાજપના હિંદુ નેતાની પુત્રીના લગ્ન ચર્ચાનો મુદ્દો
  • લગ્ન સમારોહને હવે સ્થગિત કરી દેવાનો નર્ણય લેવાયો
  • માહોલ સારો નથી એમ કહીને બેનામે લગ્ન કાર્યક્રમ રદ કર્યો


ઉત્તરાખંડમાં એક ઘટના ચર્ચાનો વિષય બની છે કે, મુસ્લિમ યુવક અને ભાજપના હિંદુ નેતાની પુત્રીના લગ્ન સમારોહને હવે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. પૌડી નગર પાલિકાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પશપાલ બેનામની દીકરીની લગ્ન કંકોત્રી વહેચ્યા બાદ ખૂબ જ વાયરલ થઈ હતી અને જે મામલો ખૂબ જ ગરમાયો પણ હતો. જે બાદ શનિવાર સાંજે બેનામએ લગ્ન કાર્યક્રમ કેન્સલ કરવાની જાહેરાત કરી હતી.

મુસ્લિમ છોકરા સાથે લગ્ન
યશપાલ બેનામની દીકરીના લગ્ન અમેઠીના એક મુસ્લિમ છોકરા સાથે થઈ રહ્યા છે, જેમાં બંને પરિવારોની સંમતિ છે અને 25, 26, 27 મેના રોજ પૌડીમાં લગ્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે લગ્ન માટે માહોલ ઠીક નથી એમ કહીને બેનામે આ કાર્યક્રમ રદ કર્યો છે.

લગ્નનું કાર્ડ વાયરલ થયું હતું
ત્રણ દિવસ પહેલા સોશિયલ મીડિયા પર લગ્નનું કાર્ડ વાયરલ થવા લાગ્યું હતું. આ કાર્ડ પૌડીના નગરપાલિકા પ્રમુખ યશપાલ બેનામની પુત્રીના લગ્નનું આમંત્રણ પત્રિકાનું હતું. આ કાર્ડ મોનિકા અને અમેઠીના રહેવાસી મોનિસ ખાનના લગ્ન સમારોહના રિસેપ્શનમાં હતું,  આ કાર્ડ દુલ્હનની માતા ઉષા રાવત અને પિતા યશપાલ બેનામ દ્વારા આમંત્રણ કાર્ડ આપવામા આવ્યું હતું. આ કાર્ડ વાયરલ થયા બાદ લોકોએ યશપાલ બેનામને તેની પુત્રીના લગ્ન મુસ્લિમ યુવક સાથે કરાવવા બદલ ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

અનેક સંગઠનોએ વિરોધ કર્યો
હિન્દુવાદી સંગઠનના નેતા સાથે અનામીની ફોન પરની વાતચીત પણ વાયરલ થઈ હતી. જેમાં હિન્દુવાદી સંગઠનના હોદ્દેદારો બેનામને લગ્ન ન કરવા માટે ધમકીઓ પણ આપી હતી, બદ્રીનાથ યાત્રા પર ગયેલા હરિયાણાના બજરંગ દળના કેટલાક કાર્યકરો પણ શનિવારે પૌડી પહોંચ્યા અને જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદન આપીને આ લગ્નનો વિરોધ કર્યો હતો. 

બેનામની રાજનીતિ પર અસર થશે
યશપાલ બેનામની પૌડીના રાજકારણમાં સારી પકડ માનવામાં આવે છે. તેઓ 2018માં ત્રીજી વખત પૌડી નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા અને તેઓ ચોથી વખત પણ આ પદ મેળવવાની ઈચ્છા ધરાવે છે. તેઓ એક વખત પૌડીના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. જો કે, કેટલાક નિષ્ણાતો અનુસાર આ વિવાદને લઈ તેમને રાજકારણમાં અસર થશે તેવું પણ જણાવી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ