બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / The Mandvi Mamlatdar office sent a complaint letter against Kunvarji Halapati

સુરત / છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાના નિવેદન મુદ્દે મંત્રી કુંવરજી હળપતિનો વિરોધ, મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેલી કાઢી નોંધાવ્યો વિરોધ

Kishor

Last Updated: 08:16 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં મંત્રી કુંવરજી હળપતિના વિવાદિત નિવેદન મામલે કુંવરજી હળપતિ વિરુદ્ધ માંડવી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

  • સુરતમાં મંત્રી કુંવરજી હળપતિના વિવાદિત નિવેદન મામલે વિરોધ
  • મંત્રી કુંવરજી હળપતિના વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર 
  • મોટી સંખ્યમાં ગ્રામજનોએ રેલી કાઢી નોંધાવ્યો વિરોધ
  • કુંવરજી હળપતિ વિરુદ્ધ માંડવી મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું

સુરતમાં મંત્રી કુંવરજી હળપતિના વિવાદિત નિવેદન મામલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ આકરા સૂત્રોચ્ચાર કરી મંત્રી કુંવરજી હળપતિનો વિરોધ નોંધાવ્યો હતો.  આ દરમિયાન લોકોએ મોટી સંખ્યમાં એકઠા થઈ રેલી કાઢી હતી. જેમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. એટલું જ નહીં કાર્યવાહીની માંગ સાથે કુંવરજી હળપતિ વિરુદ્ધ માંડવી મામલતદાર કચેરીએ આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.

સરપંચને ઘરભેગા કરવા માટે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું

ગામના લોકોએ મંત્રી કુંવરજી હળપતિ હાય હાયના લાગ્યા નારા લાગાવ્યા હતા. તાનાસાહી નહિ ચલેગીના લાગ્યા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આગેવાનોએ કહ્યું હતું કે મંત્રીને આદિવાસીની સેવા કરવાનો મોકો મળ્યો છે તો તેઓએ આ દિશામાં આગળ વધવું જોઈએ. આદિવાસીઓની જમીન જે તાપી, રિવલિંગ, નેશનલ હાઈવેની ઘટના જેવા આદિવાસી વિસ્તાપીતોના પ્રશ્નો ઉભા થયા છે તેમાં મંત્રી આદિવાસીઓની સાથે ઉભા રંહે તેવી માંગ છે. સાથે જ આ ઘટનાને વખોડી તેઓએ કહ્યું કે મંત્રી પોતાનું કામ અને સમાજને કામમાં ધ્યાન આપે તે જરૂરી છે.

શુ હતો મામલો?
મહત્વનું છે કે માંડવી પંથકમાં મંત્રી કુંવરજી હળપતિ ગુસ્સામાં જાેવા મળ્યા છે. મંત્રી કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી વિરોધીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું નિવેદન આપ્યું છે. માંડવી ખાતે આર.એન્ડ બી દ્વારા અદ્યતન સર્કિટ હાઉસના લોકાર્પણ દરમિયાન મંત્રીનો ગુસ્સો સાતના આસમાને જોવા મળ્યો હતો. જે હવે વિવાદનું ઘર બન્યો છે. જેને લઈને હવે મંત્રી કુંવરજી હળપતિના વિરોધમાં નારા લાગ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ