બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The man who threatened to blow up the Modi Stadium in Ahmedabad during the World Cup was caught from Rajkot

India-Pakistan Match / વર્લ્ડકપની વચ્ચે અમદાવાદના મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનાર રાજકોટથી ઝડપાયો, બીજી તરફ ગૃહરાજ્યમંત્રીએ સુરક્ષાની કરી સમીક્ષા

Malay

Last Updated: 12:29 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Pakistan Match 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનાર રાજકોટથી ઝડપાયો, આરોપી કરણ માળીની ધરપકડ અંગે ક્રાઈમ બ્રાન્ચ કરશે ખુલાસો.

  • 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ
  • સુરક્ષા ને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી સ્ટેડિયમની કરશે સમીક્ષા
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમની હર્ષ સંઘવી કરશે સમીક્ષા

India-Pakistan Match 2023: ક્રિકેટ વર્લ્ડ કપ 5 ઓક્ટોબર શરૂ થઈ ગયો છે. ભારત આ વખતે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત સહિત સમગ્ર વિશ્વના લોકો માટે 14 ઓક્ટોબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ભારત પાકિસ્તાન મેચના ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોટેલ બુકિંગથી લઈને ટ્રેન અને ફ્લાઈટ ટિકિટનું બુકિંગ અગાઉથી થઈ ગયું છે. એવામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારને રાજકોટથી ઝડપી પાડવામાં આવ્યો છે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ: બોલિવૂડ સિતારાઓ આપશે  પરફોર્મન્સ, આજે બે ટીમ પહોંચશે અમદાવાદ | at Narendra Modi Stadium:  Bollywood stars to give ...

રાજકોટથી ઝડપાયો આરોપી
અમદાવાદમાં કુલ પાંચ વર્લ્ડ કપ મેચ રમાવાની છે. જેમાં 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે મેચ રમાવાની છે. જોકે આ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસની ટીમો દોડતી થઈ હતી. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે મૂળ મધ્યપ્રદેશના વીડિયો બ્લોગર કરણ માળી નામના યુવકને રાજકોટથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની આપી હતી ધમકી
આરોપી કરણ માળીએ 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈને ધમકી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કરણે માત્ર મજા લેવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપી હતી. રૂપિયા 500 કરોડની માંગણી કરતો ઈ-મેઈલ પણ આ યુવકે કર્યો હોવાની શંકા છે. હાલ કરણ માળીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે વિગતવાર માહિતી આપવામાં આવશે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષાનું હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ
આગામી શનિવારે અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચને લઈને સુરક્ષાના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. હર્ષ સંઘવી દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સમીક્ષા કરવામાં આવી છે. હર્ષ સંઘવીની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ સુરક્ષાના મુદ્દે સમીક્ષા કરી. જે બાદ સુરક્ષાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ બેઠક યોજી છે. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલેક સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છે. આપને જણાવી દઈએ કે, 14મી ઓક્ટોબરે અમદાવાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 7 હજારથી વધુ પોલીસ જવાનનો તૈનાત રહેશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ