બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / The lover called the lover, but the brother-in-law picked up... Then there was a rumor that a murderous game was being played... The incident of love and murder in Tapi

કાર્યવાહી / પ્રેમીએ પ્રેમિકાને કર્યો ફોન, પણ ઉપાડ્યો જીજાજીએ... પછી થઈ એવી બબાલ કે ખેલાયો ખૂની ખેલ... તાપીમાં લવ અને મર્ડરની ઘટના

Vishal Khamar

Last Updated: 10:35 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમ પ્રકરણમાં હત્યાના તો અનેક કિસ્સાઓ સામે આવે છે.. પરંતુ તાપીમાં સાળીના પ્રેમીનો ફોન ઉઠાવવા પર બનેવીની હત્યા થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે કેવી રીતે ખેલાયો ખુની ખેલ.

  • સાળીના `ચક્કર'માં હત્યા 
  • સાળીનો ફોન ઉપાડ્યો અને થઈ બબાલ
  • પ્રેમીએ ફોન પર કરી ગાળાગાળી 
  • સમજાવવા ગયેલા રવિન્દ્રની કરી હત્યા 

 તાપી જિલ્લાના છેવાડે આવેલ એક ગામ માં હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, પોલીસે હત્યાના ગુનામાં સામેલ તમામ હત્યારાઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની હદને અડીને આવેલા નિઝર તાલુકાના અતુરલી ગામે ઘટના બની હતી. જેમાં સાગર પાડવીની સાળીના પ્રેમમાં સમજાવટ માટે ગયેલા રવિન્દ્ર પાડવીને પ્રેમી ધીરજ પાડવી તેના મળતીયા જયરાજ પાડવી, દિલીપ પડાવી અને અરુણ પાડવી નામના ઈસમોએ એકજુથ થઈને બન્ને ભાઈઓને માર માર્યો હતો.  જેમાં રવિન્દ્ર પાડવીને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું.  જે અંગે નિઝર પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસે તમામ ચારે આરોપીઓને ઝડપી વીવિધ કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જયેશ નાયક (ડીવાયએસપી,તાપી)

પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો
હાલ તો તાપી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખી તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે પરંતુ પ્રેમ પ્રકરણને લઈને કરવામાં આવેલ હત્યાને કારણે આજે એક જુવાન જોધ દીકરાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સમાજમાં સામાન્ય ઝઘડાને લઈને હત્યા સુધી પહોંચી જતા મામલો એ સમાજ માટે લાલબત્તી સમાન છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ