બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The Law Commission sought advice from the Center on age of consent

અભિપ્રાય / શું ભારતમાં હવે નાની ઉંમરમાં શારીરિક સંબંધ બનાવી શકાશે? સહમતીથી સંભોગની ઉંમરને લઈને લૉ કમિશને કેન્દ્ર પાસે માંગી સલાહ

Priyakant

Last Updated: 01:08 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Law Commission News: જો કોઈ ફેરફાર થશે તો તેની સીધી અસર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ અને સગીરોને લગતા અન્ય કાયદાઓ પર પડશે

  • સહમતિથી સેક્સ માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ ? 
  • કેન્દ્રીય લૉ કમિશને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો અભિપ્રાય માંગ્યો 
  • જો આ ઉંમરમાં કોઈ ફેરફાર થશે તો તેની સીધી અસર POCSO એક્ટ પર થશે 

કેન્દ્રીય લૉ કમિશને સહમતિથી સેક્સ માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ ? તે અંગે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો અભિપ્રાય માંગ્યો છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય લૉ કમિશને કર્ણાટક અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના અવલોકનોનો ઉલ્લેખ કર્યો છે જે 'સંમતિ સાથે સેક્સની ઉંમર'ની સમીક્ષા સાથે સંબંધિત છે. જો આ ઉંમરમાં કોઈ ફેરફાર થશે તો તેની સીધી અસર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ અને સગીરોને લગતા અન્ય કાયદાઓ પર પડશે.

દેશની કોર્ટમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં 16 વર્ષથી વધુ ઉંમરની સગીર છોકરીઓ પ્રેમમાં પડીને તેમના પ્રેમીઓ સાથે ભાગી ગઈ હોય. આ સગીર યુવતીઓએ પ્રેમીપંખીડાઓ સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. POCSO એક્ટ હેઠળ સગીરો સાથે સેક્સ એ ગુનો છે, પછી ભલે તે સહમતિથી હોય. 

આવા કિસ્સાઓમાં સગીર છોકરીઓના પ્રેમીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવે છે. કાયદા અનુસાર સેક્સ માટે 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિની સંમતિનો કોઈ કાયદાકીય અર્થ નથી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ એક ખાનગી ન્યૂઝને જણાવ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં કાયદા પંચને જવાબ મોકલશે. હાલમાં આ બાબતનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.  

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પાસે શું સલાહ માંગી ? 
31 મેના રોજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને મોકલવામાં આવેલા પત્રમાં કાયદા પંચે કહ્યું છે કે, તેમને કર્ણાટક હાઈકોર્ટ તરફથી એક સંદર્ભ મળ્યો છે કે, 16 વર્ષથી વધુ ઉંમરની ઘણી છોકરીઓ સાથે પ્રેમ સંબંધોના કિસ્સાઓ તેમના ધ્યાન પર આવ્યા છે.  આ યુવતીઓ પોતાના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ છે અને તેણે શારીરિક સંબંધો પણ બનાવ્યા છે. 

હાઈકોર્ટનું માનવું છે કે, જમીની વાસ્તવિકતાને જોતાં કાયદા પંચે 'સંમતિની લઘુત્તમ વય' કરવી જોઈએ. પુનર્વિચાર કરવો જોઈએ. એ જ રીતે મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ કાયદા પંચને POCSO એક્ટમાં ફેરફાર માટે સંસદને સૂચનો આપવા પર વિચાર કરવા વિનંતી કરી છે. હાઈકોર્ટની આ વિનંતીઓ બાદ કાયદા પંચે સગીરોને લગતી કાયદાકીય જોગવાઈઓની સમીક્ષા શરૂ કરી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં CJI DY ચંદ્રચુડે પણ POCSO એક્ટ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, આ મુદ્દો વધતી જતી ચિંતાનો છે અને વિધાનસભાએ તેના પર વિચાર કરવાની જરૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ