બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / / the kerala story actress yogita bihani reveals her father is scared for her after film controversies
Vikram Mehta
Last Updated: 12:39 PM, 13 May 2023
ADVERTISEMENT
અભિનેત્રી યોગિતા બિહાની (Yogita Bihani) નવી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) ની સક્સેસ એન્જોય કરી રહી છે. યોગિતા બિહાનીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મ યોગિતાના કરિઅરની સૌથી બેસ્ટ ફિલ્મ સાબિત થઈ છે. યોગિતાએ ખુલાસો કર્યો છે કે, ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ના વિવાદ બાબતે તેના પિતા ડરી રહ્યા છે.
ઈમાનદારીથી બનાવી ફિલ્મ
યોગિતાએ એક મીડિયા હાઉસને આપેલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, ‘ખૂબ જ ઈમાનદારીથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ એક કોલેજ પ્રોજેક્ટની જેમ હતો, ડેડિકેશન સાથે આ કામ કર્યું છે અને પ્રોજેક્ટ સબમિટ કરી દીધો હતો. લોકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે.’
ADVERTISEMENT
મારા પિતા ડરી ગયા છે
ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ને લોકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. કેટલાક લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. યોગિતા બિહાનીએ આ બાબતે જણાવ્યું છે કે, ‘મારા પિતા ડરી ગયા છે. તેઓ સવાલ પૂછતા હોય છે કે, તુ આરામથી ઘરે તો જાય છે ને? તેઓ થોડા ડરી ગયેલ છે અને હું તેમને સારી બાબતો જણાવું છું. હું તેમને વિશ્વાસ અપાવું છું કે, બધુ જ બરાબર ચાલી રહ્યું છે અને અહીંયા બધુ જ બરાબર છે. હું તેમને વધુ ડરાવી ના શકું. હું તેમને આટલું જ કહું છું અને તેઓ મારા પર વિશ્વાસ કરે છે.’
100 કરોડના ક્લબમાં પ્રવેશ કરવાની તૈયારી
ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. આ ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મે ગુરુવારે 12.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. છેલ્લા 7 દિવસમાં ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’એ બોક્સ ઓફિસ પર 81.63 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં શામેલ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT