બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / The Indonesian government has decided to ban all syrups and liquid medicines

નિર્ણય / કફ સિરપ પીવાથી 100 બાળકોના મોત થતા ખળભળાટ, જાણો કયા દેશમાં બની ચોંકાવનારી ઘટના

Dinesh

Last Updated: 07:53 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયાની સરકારે તમામ સિરપ તેમજ પ્રવાહી દવાઓના પ્રિસ્ક્રિપ્શન અને ઓવર-ધ-કાઉન્ટરના વેચાણ પર પ્રતિબંધની જાહેરાત કરી

 

  • સિરપ પીવાથી 100 બાળકોના ગયા જીવ
  • ડોક્ટરને પ્રવાહી રૂપે દવા કે સિરપ ન લખવા સૂચન
  • ઇન્ડોનેશિયાના આરોગ્ય પ્રવક્તાએ આપી માહિતી


મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે AKIના કેસોમાં વધારો આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયો હતો અને ઓગસ્ટના અંતમાં ખૂબ ઝડપી વધ્યો રહ્યો. રિપોર્ટમાં સૌથી વધારે કેસોમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો આવ્યા છે. ઇન્ડોનેશિયાની સરકારે બુધવારે અચાનક જ તમામ સિરપ તેમજ પ્રવાહી દવાઓના પ્રિસ્ક્રિપ્શન અને ઓવર-ધ-કાઉન્ટર વેચાણ પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે. ચાલુ વર્ષે કિડની ખરાબ થવાના કારણે લગભગ 100 બાળકોના મોત થયા છે. દવાના પ્રતિબંધનો નિર્ણય ત્યારે લેવાયો જ્યારે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના આરોગ્ય અધિકારીઓએ  કિડનીની ગંભીર ઈજા પહોંચવાથી બાળકોના મોતની સંખ્યામાં વધારો જાન્યુઆરીથી મોટી સંખ્યમાં વધારો થયાની બાબતની તપાસ  કરી ત્યારે.

ગામ્બિયામાં 70 બાળકોના મોત થયા હતા
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ગામ્બિયામાં ભારતીય કંપનીની સિરપ પીવાથી લગભગ 70 જેટલા બાળકોના મોત થયા વાત થઈ રહી છે. જે બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ મેડિકલ એલર્ટ પણ જાહેર કર્યું હતું. ઇન્ડોનેશિયાની ખાદ્ય અને અષૌધિ એજન્સીએ જણાવ્યું હતું કે ગામ્બિયામાં આયાત કરાયેલી સિરપ તેમના દેશમાં નથી.

પ્રવક્તા સિયારિલ મન્સૂરેનું નિવેદન
આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા સિયારિલ મન્સૂરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અમને 20 પ્રાંતમાંથી 99 મૃત્યુ સાથે 206 કેસ મળ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાવચેતીના ભાગ રૂપે મંત્રાલયે આરોગ્ય સુવિધાઓમાં તમામ આરોગ્ય ડોક્ટર કર્મચારીઓને પ્રવાહી રૂપે દવા અથવા સિરપ ન લખવા જણાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, AKI કેસોમાં વધારો આ વર્ષેના જાન્યુઆરી મહિનામાં શરૂ થયો હતો અને ઓગસ્ટના અંતથી વધુ કેસો મળ્યો હતો. તેમણે કહ્યું કે, ઓગસ્ટ 2022ના અંતથી મંત્રાલય અને બાળરોગ એસોસિએશનને કિડનીને લગતા કેસો વધુ મળ્યા છે તે બાબતનો રિપોર્ટ મળ્યું છે. રિપોર્ટ અનુસાર ઇન્ડોનેશિયામાં નોંધાયેલા કેસોમાં મોટાભાગના કેસોમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે, મુખ્યત્વે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ