બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / The Indian team has given West Indies a target of 352 runs

India vs West Indies / શુભમન ફરી ખીલ્યો, હાર્દિકે ધોઈ નાખ્યા, ટીમ ઈન્ડિયા 4 બેટરોએ મચાવી તબાહી, વેસ્ટ ઈન્ડિઝને 352 રનનો આપ્યો ટાર્ગેટ

Kishor

Last Updated: 12:14 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs WI 3rd ODI : ભારતીય ટીમેં ધુઆધાર બેટિંગ કરીને રનનો પહાડ ખડકી દીધો હતો અને વેસ્ટ ઇન્ડીઝને 352 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રીજી વન-ડે મેચ
  • વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો
  • ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝને 352 રનનો ટાર્ગેટ આપ્યો

ભારત અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે આજે (1 ઓગસ્ટ) ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રીજી વન-ડે મેચ રમાઈ રહ્યો છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાદમાં મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમેં ધુઆધાર બેટિંગ કરીને રનનો પહાડ ખડકી દીધો હતો અને વેસ્ટ ઇન્ડીઝને 352 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે ટોસ હારીને બેટિંગ કરી હતી. જેમાં 5 વિકેટના નુકસાન પર ટીમે 351 રન બનાવ્યા હતા.

 

 ચાર ખેલાડીઓએ કરી અર્ધ સદી

આ મેચ દરમિયાન ભારતીય ટીમના ચાર ખેલાડીઓનું બેટ બોલ્યું હતુ. તેમણે બમબમાટ અડધી સદી ફટકારી હતી. સ્ટાર ઓપનર ખેલાડી શુભમન ગિલ સદીથી થોડે દુર રહ્યો હતો. તેમણે બેટિંગ કરી 92 બોલમાં 85 રન બનાવ્યા હતા. તો સંજુ સૈમસને 41 બોલમાં 51 રન કર્યા હતા. જ્યારે ઈશાન કીસને 64 બોલમાં 77 રન કર્યા હતા. ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ કમાલ કરી અને તેમણે 52 બોલમાં 70 રન ફટકાર્યા હતા આમ અણનમ તોફાની બેટિંગ કરતા વેસ્ટઈન્ડિઝ બોલરોની કારી ફાવી ન હતી. જેમાં રોમારીયો શેફર્ડએ 2 વિકેટ અને અલ્જારી જોસેફ, તથા ગુડાકેશ મોતીએ અને યાનીક કારીયાએ 1,1 વિકેટ ઝડપી હતી.

સીરિઝ 1-1ની બરાબરી પર

ક્રિકેટની સિરીઝની વાત કરવામાં આવે તો હાલ સીરિઝ 1-1ની બરાબરી પર છે. બીજી મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી મેચ માંથી બહાર રહ્યા હતા ત્યારે હવે ત્રીજા મેચમાં પણ બંને મેચથી બહાર છે તેઓ ટીમ મેનેજમેન્ટને આરામ પર છે. બીજી બાજુ ટીમ ઇન્ડિયા રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ મેચ રમી રહી છે. નોંધનીય છે કે બીજી વનડે મેચમાં વેસ્ટઈન્ડિઝે ભારતને 6 વિકેટથી હરાવી સીરિઝમાં વાપસી કરી હતી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ