બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The High Court expressed displeasure over the rioting of policemen in Ahmedabad

નારાજગી / 'રાત્રે દંપતી જતું હોય ત્યારે ચેકિંગના નામે બળજબરી ચિંતાજનક', સોલા તોડકાંડ કેસમાં ગુજરાત HCનું કડક વલણ

Malay

Last Updated: 02:48 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં પોલીસકર્મીઓના તોડકાંડ મુદ્દે હાઇકોર્ટે વ્યક્ત કરી નારાજગી, 11 સપ્ટેમ્બર સુધીમાં પોલીસ કમિશનરને વિગતવાર સોગંદનામું રજૂ કરવાનો આદેશ.

  • ખંડણીખોર પોલીસકર્મીઓ સામે HC બની કડક
  • સોલા તોડકાંડ મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધું
  • સમગ્ર કેસમાં વિગતવાર રિપોર્ટ કરવા કમિશનરને આદેશ

Ahmedabad News: અમદાવાદમાં 2 ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને કરેલા તોડકાંડના પડઘા ગુજરાત હાઇકોર્ટમાં પડ્યા છે. ગુજરાત હાઇકોર્ટે તોડકાંડ મામલે સુઓમોટો કોગ્નિઝન્સ લીધું છે. એરપોર્ટથી આવતા દંપતી પાસેથી કરેલા 60 હજારના તોડ મામલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. 

ગુજરાતમાં કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો નહીં રહે, હાઈકોર્ટનો મહત્વનો  નિર્ણય, આવી રીતે થશે સિસ્ટમેટિક કામ | An important decision has been taken  by the Gujarat ...

હાઇકોર્ટે વ્યક્ત કરી નારાજગી
ખંડણીખોર પોલીસકર્મીઓ સામે ગુજરાત હાઈકોર્ટે લાલઆંખ કરી છે. સોલા તોડકાંડ મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. સમગ્ર કેસમાં હાઇકોર્ટે પોલીસ કમિશનરને વિગતવાર રિપોર્ટ કરવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે ટ્રાફિક પોલીસનું કૃત્ય અમાનવીય છે. રાત્રે દંપતી જતું હોય ત્યારે ચેકિંગના નામે બળજબરી ચિંતાજનક બાબત છે. 

કમિશનરને વિગતવાર રિપોર્ટ આપવા કર્યો આદેશ
હાઇકોર્ટે 11 સપ્ટેમ્બર સુધીમાં પોલીસ કમિશનરને વિગતવાર સોગંદનામુ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે પોલીસ કમિશનરને ત્રણેય કર્મચારીઓ સામે લેવાયેલ પગલાં સાથેનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 

શું છે સમગ્ર મામલો?
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની ઉબેર કારમાં એરપોર્ટથી ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન ઓગણજ સર્કલ નજીક ટ્રાફિક પોલીસે તેમની ટેક્સીને રોકી હતી. જે બાદ ટ્રાફિક પોલીસે ઉબેર કારમાં બેઠેલા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની પાસેથી પૈસાની માંગણી કરી હતી. ઓગણજ સર્કલ નજીક એરપોર્ટથી આવતી ટેક્સીને રોકી ટ્રાફિક પોલીસકર્મીએ કારમાં બેસેલા પેસેન્જર પાસેથી 2 લાખની માંગણી કરી હતી અને તેમને ધમકી આપી હતી. જે બાદ તેઓએ મિલનભાઈ પાસેથી 40 હજાર રોકડા પડાવ્યા હતા. જ્યારે ફરિયાદીના પત્નીના ફોનમાંથી ઉબેરના ડ્રાઈવરના ફોનમાં 20 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. 

3 ટ્રાફિક જવાન સામે ફરિયાદ
આ ઘટનાની જાણ કોઈને ન કરવાની પણ ધમકી આપી હતી. જે બાદ મિલનભાઈ કૈલા સોલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ 3 ટ્રાફિક જવાન સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં સોલા પોલીસે ટ્રાફિક એ ડિવિઝનમાં ફરજ બજાવતા ASI મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા 3 આરોપીમાંથી બે આરોપી મુકેશ ચૌધરી અને અશોક ચૌધરી એ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકના સ્પિડ ગન ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. આ પોલીસ કર્મચારીઓ પોતાની સત્તાનો દુરઉપયોગ કરી રૂપિયા પડાવ્યા હોવાથી આરોપી વિરુદ્ધ  પ્રિવેન્શન ઓફ કરપ્શનની કલમનો ઉમેરો કરવા માટે રિપોર્ટ કરવામા આવ્યો હતો. 

ગ્રામ્ય કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા હતા મંજૂર 
જે બાદ તોડ કરનારા પોલીસકર્મીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. ત્યારે ત્રણેય આરોપીઓનાં ગ્રામ્ય કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેમના રિમાન્ડ આજે સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થઈ રહ્યા છે. ત્યાર પોલીસ દ્વારા આજે ફરી તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ