બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / The Gujarat High Court framed contempt charges against five policemen in the case of beating the accused in custody

ટિપ્પણી / 'કાયદાની વિરૂદ્ધ જઈ કાર્યવાહી...', આરોપીને માર મારી સરઘસ કાઢવા મુદ્દે ગુજરાત HCની રાજકોટ પોલીસ સામે લાલઆંખ

Malay

Last Updated: 10:12 AM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં આરોપીને જાહેરમાં પરેડ કરાવવા અને તેને કસ્ટડીમાં મારવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે પાંચ પોલીસ કર્મીઓ વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ચાર્જ ફ્રેમ કર્યા. હાઈકોર્ટે કહ્યું કે, આરોપી સામે કાયદાની વિરુદ્ધ જઈ કાર્યવાહી ન કરી શકાય.

 

  • રાજકોટમાં આરોપીને માર મારી સરઘસ કાઢવાનો મામલો
  • ગુજરાત હાઈકોર્ટે 5 પોલીસકર્મી વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ચાર્જ ફ્રેમ કર્યા 
  • આ સ્ટેજ પર પોલીસકર્મીઓની બિનશરતી માફી સ્વીકારી શકાય નહીં: HC

ગુજરાત હાઈકોર્ટે રાજકોટના 5 પોલીસકર્મી વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ચાર્જ ફ્રેમ કર્યા છે. વર્ષ 2016માં આરોપીને માર મારી સરઘસ કાઢવા મામેલ 5 પોલીસકર્મીઓ સામે એક્શન લેવામાં આવ્યું છે. આ મામલે હાઈકોર્ટમાં 13 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

GPSCની વધુ એક ભરતી પહોંચી હાઈકોર્ટના દ્વાર સુધી: અરજદાર પરીક્ષાર્થીઓને લઇ  આપ્યો મહત્વનો આદેશ | Another recruitment of GPSC reached the High Court
ફાઈલ ફોટો

પોલીસની દલીલ પર કોર્ટની ટિપ્પણી
આરોપીને જાહેરમાં પરેડ કરાવવા અને તેને કસ્ટડીમાં મારવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન પોલીસકર્મી વતી હાજર રહેલા વકીલે દલીલ કરી હતા કે આરોપી પર ગંભીર ગુનાઓ છે. જેના પર હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે આરોપી સામે કાયદાની વિરુદ્ધ જઈ કાર્યવાહી કરી શકાય નહીં. 

5 પોલીસકર્મી વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ચાર્જ ફ્રેમ
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ સ્ટેજ પર પોલીસકર્મીઓની બિનશરતી માફી સ્વીકારી શકાય નહીં. જે બાદ હાઈકોર્ટે બી.ટી. ગોહિલ, એમ.જે ધાંધલ, વી.એસ લાંબા, જયભા પરમાર અને પ્રદ્યુમનસિંહ ઝાલા વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કર્યો છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "ગુજરાત હાઇકોર્ટમાં 3 જજ કોરોનાની  ઝપેટમાં, 23 નવેમ્બરથી ફિઝિકલ કોર્ટ શરુ થવા પર અસમંજસ, અગાઉ પણ હાઇકોર્ટમાં  સ્ટાફ ...
ફાઈલ ફોટો

શું છે સમગ્ર મામલો?
રાજકોટના પાંચ પોલીસ કર્મચારીઓ બી.ટી. ગોહિલ, એમ.જે. ધાંધલ, વી.એસ.લાંબા, જયભા પરમાર, પ્રદ્યુમનસિંહ ઝાલા પર આરોપ છે કે તેમણે વર્ષ 2016માં આરોપી અજય કુંભારવાડીયાને જાહેરમાં પરેડ કરાવી હતી અને માર માર્યો હતો. 

આરોપીએ દાખલ કરી હતી અરજી
જે બાદ આરોપીએ પાંચેય પોલીસ કર્મચારીઓ સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટમાં આ કેસમાં સમયાંતરે મુદતો પડતી રહી હતી અને કન્ટેમ્પ્ટની અરજી ચલાવવાના હાઈકોર્ટના નિર્ણય સામે પોલીસ કર્મીઓએ સુપ્રીમ કોર્ટમાં પણ અરજીઓ કરી હતી. બીજી તરફ અગાઉ પોલીસકર્મીઓ અને રાજ્ય સરકારે આ કન્ટેમ્પ્ટની અરજી ટકવાપાત્ર નથી તેવો દાવો કર્યો હતો. જેને હાઈકોર્ટે નકાર્યો હતો. આપને જણાવી દઈએ કે, ગુનાખોરીના રવાડે ચડેલા અજય રાયધન કુંભારવાડીયા સામે અનેક કેસ નોંધાયેલા છે. જે હાલ છોટાઉદેપુરની જેલમાં બંધ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ