બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The grain mafia, who snatched the throats of the poor in Gujarat, will be gone by twelve o'clock now

મહામંથન / ગુજરાતમાં ગરીબોનો કોળિયો ઝૂંટવી ખાનાર અનાજ માફિયાઓના હવે બાર વાગી જવાના, ફેલાઈ SITની નાગચૂડ

Vishal Khamar

Last Updated: 08:40 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સસ્તા અનાજને ચાઉં કરવાનાં બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા હવે અનાજ ચોરો સામે કડક પગલા ભરી SITની રચના કરી છે. સસ્તા અનાજમાં કૌભાંડ આચરનારા ડરશે ખરા?

સમાજના અંતિમ તબક્કાનો વ્યક્તિ પણ ભૂખ્યો ન સૂવે તે માટે સસ્તું અનાજ વર્ષોથી ઉપલબ્ધ છે. કેટલાય પરિવારો એવા છે જે રાશનકાર્ડને કદાચ કોઈ ઘરેણાંથી પણ કિમતી સમજતા હશે. નહીંવત કિંમતે લાખો-કરોડો ગરીબોને અનાજ મળે છે અને તેમનો જઠરાગ્નિ ઠારે છે. પરંતુ ગરીબોની આંતરડી ત્યારે બળે છે જયારે અનાજ માફિયાઓ સસ્તા અનાજને બારોબાર સગેવગે કરી દે છે કે અન્ય અનાજ માફિયાને પધરાવી દે છે. એક અનાજ કેટલી મહેનત પછી તૈયાર થઈને બજારમાં એ ગરીબો માટે જતું હશે, એ ગરીબ કેટલી આશા સાથે સસ્તુ અનાજ લેવા લાઈનમાં ઉભો હશે અને એવો ખુલાસો થાય કે જે અનાજ ગરીબો માટે આપવાનું હતું તે બારોબાર ચાંઉ થઈ ગયું. સરકારે આ માટે SITની રચના તો કરી છે અને હવે SITએ કડક હાથે કામ લેવાનું પણ શરૂ કર્યું છે. પણ SITની કડકાઈથી સસ્તા અનાજમાં કૌભાંડ આચરનારા ડરશે ખરા? આ કૌભાંડીઓના મૂળ સુધી કેમ પહોંચાશે. જે અધિકારીઓની રહેમનજરથી આવા કૌભાંડ ચાલવાના અનેક ખુલાસાઓ થયા તેવા અધિકારીઓ સુધી કઈ રીતે પહોંચાશે.

  •  સસ્તા અનાજની ચોરી કરનારા કૌભાંડીઓ પર તવાઈ
  • સસ્તા અનાજના વિતરણમાં કૌભાંડ રોકવા SIT હરકતમાં
  • 2020થી અત્યાર સુધી થયેલા કેસ રિઓપન કરાયા

સસ્તા અનાજની ચોરી કરનારા કૌભાંડીઓ પર તવાઈ છે.  સસ્તા અનાજના વિતરણમાં કૌભાંડ રોકવા SIT હરકતમાં આવી છે.  2020થી અત્યાર સુધી થયેલા કેસ રિઓપન કરાયા છે.  સરકારી અનાજ સગેવગે કરવાના 83 કેસ ફરી ખોલવામાં આવ્યા છે.  SITએ તમામ SP અને કલેક્ટરને માર્ગદર્શિકા મોકલી આપી છે. સસ્તા અનાજની ચોરી કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહીની તૈયારી ટૂંક સમયમાં શરૂ થશે. 

  • સસ્તા અનાજની ચોરી રોકવા SIT રેડ કરશે
  • જયાં SIT રેડ કરશે તે વિસ્તારના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી
  • પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ અંતર્ગત પાસા જેવી કાર્યવાહી થઈ શકે છે

SITની SOPમાં શું છે?
સસ્તા અનાજની ચોરી રોકવા SIT રેડ કરશે. જયાં SIT રેડ કરશે તે વિસ્તારના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી. પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ અંતર્ગત પાસા જેવી કાર્યવાહી થઈ શકે છે. સરકારી અધિકારીની સંડોવણી હશે તો તેની સામે પણ કડક કાર્યવાહી. તમામ કલેકટર અને જિલ્લા પોલીસવડાએ SOPનું પાલન કરવાનું રહેશે. 

કૌભાંડીઓનું નેટવર્ક ક્યાં સુધી? 

આટકોટ
સરકારી અનાજનો જથ્થો ખાનગી દુકાનમાંથી ઝડપાયો
 
વેરાવળ
300થી વધુ ઘઉં અને ચોખાના કટ્ટા ઝડપાયા
 
સુરત
બારોબાર વેચાણ અર્થે સસ્તુ અનાજ લઈ જવાતું હતું
ટેમ્પોમાં હજારો કિલો અનાજની થતી હતી હેરાફેરી
 
પોરબંદર
કુતિયાણામાં રેશનિંગના ચોખા વેચવાનું કૌભાંડ
4 આરોપીની ધરપકડ
 
સુરત
ગોડાઉનમાંથી સરકારી અનાજ વેચીને ખાનગી મિલને વેચી દેવાયું હતું
 
ગોંડલ
હાઈવે પરથી અનાજનો જથ્થો સગેવગે કરતો ટ્રક ઝડપાયો હતો
 
અમદાવાદ
ઈસનપુર રોડ ઉપર ટ્રકમાંથી સરકારી અનાજની 300 બોરી જપ્ત
 
વડોદરા
સસ્તા અનાજની અનેક દુકાનમાં ગેરરીતિ
4 દુકાનમાંથી 1.25 લાખનો જથ્થો સીઝ
ગરીબોનું અનાજ બારોબાર વેંચી દેવાતું હતું
પુરવઠા વિભાગના અધિકારીઓની હતી રહેમનજર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ