બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The government is determined to bring back Gujaratis stranded in Sudan

કાર્યવાહી / સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ અને તેના પરિવારો ચિંતા ન કરતાં, અમદાવાદમાં બનાવાયો કંટ્રોલ રૂમ, આ નંબર પર મેળશે તમામ માહિતી

Kishor

Last Updated: 07:35 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ પરત લાવવા સરકાર કટીબદ્ધ છે. જેના ભાગરૂપે અમદાવાદ કલેકટર કચેરીમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે.

  • કેન્દ્ર સરકારનું ઓપરેશન કાવેરી 
  • સુદાનમાં ફસાયેલા ભારતીયો માટે કંટ્રોલ રૂમ
  • ભારતીયો માટે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો

સુદાનમાં ફસાયેલા ભારતીયો માટે અમદાવાદ કલેકટર કચેરીમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. સુદાનમાં ફસાયેલા નાગરિકો માટે કેન્દ્ર સરકારનું ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. અત્યાર સુધી 1 હજારથી વધુ ફસાયેલા લોકોને દેશમાં પરત લવાયા છે. ત્યારે જેહાડથી સ્પેશિયલ ફ્લાઇટમાં 38 ગુજરાતીઓ પણ દિલ્લી અને મુંબઈથી ગુજરાત આવશે. વધુમાં ફસાયેલા ભારતીયોના પરિવાર કંટ્રોલ રૂમમાં કૉલ કરીને માહિતી મેળવી શકાશે. સુદાનથી પરત આવવા માગતા ભારતીયો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવ્યો છે.


કંટ્રોલ રૂમમાં 079-27560511 નંબર પર કૉલ કરીને માહિતી મેળવી શકાશે. તેમજ સુદાનમાં રાજકોટના નાગરિકો માટે ફોન નંબર જાહેર કરાયો છે. જેમાં 0281-2471573 નંબર જાહેર કરાયો
રાજકોટના કોઈ નાગરિક સુદાનમાં ફસાયેલા હોય તો સંપર્ક કરી શકે છે.

રાજકોટ માટે 0281-2471573 નંબર જાહેર કરાયો

સુદાનમાં અર્ધ લશ્કરી દળો અને સૈન્ય વચ્ચે હાલ ચાલી રહેલા આંતરિક યુદ્ધના લીધે ત્યાં વસતા અન્ય દેશોના લોકો પણ ફસાઇ ગયા છે.  આંતરિક યુદ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરીકોને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ઓપરેશન “કાવેરી” હાથ ધરવામાં આવ્યું છે. સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહી કાર્યરત છે.

અત્યાર સુધી 1 હજારથી વધુ ફસાયેલા લોકોને દેશમાં પરત લવાયા

મહત્વનું છે કે મુખ્યમંત્રીના દિશાદર્શન મુજબ રાજ્ય સરકારે સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓનો ઇમેઇલ તથા ટેલિફોન દ્વારા સંપર્ક કર્યો હતો. સંપર્કમાં આવેલા આ તમામ લોકોને ભારત સરકારના ઓપરેશન “કાવેરી” અંતર્ગત કાર્યરત ૨૪x૭ હેલ્પલાઇન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશન મુજબ રાજ્યના ગૃહ અને બિનનિવાસી ગુજરાતી પ્રભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીસ્થિત ગુજરાતના રેસિડેન્ટ કમિશ્નરની કચેરી અને ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. એટલું જ નહીં, ભારત પરત આવેલા તમામ ગુજરાતીઓને દિલ્હી અને મુંબઈથી ગુજરાત લાવવા અંગેની કામગીરી પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ સ્વદેશ હેમખેમ પરત આવે તે માટે રાજ્ય સરકાર ભારત સરકારને મદદરૂપ થવા કટીબદ્ધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ