બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The government is committed to reverse the trend of study abroad due to lack of proper opportunities - CEC Director Nadda

કવાયદ / યોગ્ય તકનો અભાવ હોવાથી વિદેશ અભ્યાસનો ટ્રેન્ડ, તેને રિવર્સ લાવવા સરકાર કટિબદ્ધ-CECના ડિરેક્ટર નડ્ડા

Mehul

Last Updated: 05:13 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવાઓને યોગ્ય તક ન મળતી હોવાના કારણે વિદેશ અભ્યાસનો ટ્રેન્ડ વધુ. હવે એ ટ્રેન્ડને રિવર્સ લાવવા સરકાર કટિબદ્ધ છે. એકશન પ્લાન તૈયાર કરી દેશની ટોપ 20 સંસ્થાઓને સ્વાયત બનાવાશે

  • યોગ્ય તકનો અભાવ હોવાથી વિદેશ અભ્યાસ ટ્રેન્ડ 
  • ટ્રેન્ડને રિવર્સ લાવવા સરકાર કટિબદ્ધ-CECડિરેક્ટર
  • 5 વર્ષમાં વિદેશ અભ્યાસને લઈ સ્થિતિ બદલીશું

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ બાદ વિદેશ અભ્યાસના મુદ્દા પર ચર્ચા થઇ રહી છે ત્યારે UGCહેઠળ આવતા CECના ડિરેક્ટરે ગુજરાત યુનિવર્સીટીમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જે. બી. નડ્ડાએ ભારતીય વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસની ઘેલછાને લઈ વાતચીત કરતા જણાવ્યું કે પહેલા યુવાઓને યોગ્ય તક ન મળતી હોવાના કારણે વિદેશ અભ્યાસનો ટ્રેન્ડ વધુ હતો, જો કે હવે એ ટ્રેન્ડને રિવર્સ લાવવા સરકાર કટિબદ્ધ છે. સરકાર એકશન પ્લાન તૈયાર કરી દેશની ટોપ 20 સંસ્થાઓને સ્વાયત સંસ્થા બનાવાશે. જેમને વિશ્વની ટોપ 200 સંસ્થાઓમાં સ્થાન અપાવવા કટિબદ્ધતા દર્શાવાશે. હવે વિદેશી વિદ્યાર્થીઓ પણ ભારતમાં અભ્યાસ માટે આવી રહ્યાં છે અને આગામી 5 વર્ષમાં વિદેશ અભ્યાસને લઈ સ્થિતિ બદલીશું.

યુક્રેનથી વિધાર્થીઓ આવ્યા પરત 
 મિશન ગંગા હેઠળ યુક્રેનામાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરીને મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ત્યારે યુક્રેનમાં ફસાયેલા સો જેટલા ગુજરાતીઓ વતન પરત આવ્યા છે. તેમાથી મોટેભાગેના સ્ટૂડન્ટસ હોવાની વાલીઓના જીવમાં જીવ આવ્યો હતો.અને એરપોર્ટ પર લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે દેશ પરતા આવેલા સ્ટૂડેન્ટસોએ યુક્રેનની ભયાનક સ્થિતીનું વર્ણન કર્યુ હતુ. આ છે વતન પરત આવેલા સ્ટુડન્ટસની આપવીતી અને યુદ્ધના રૌદ્ધ સ્વરૂપનું વર્ણન.

યુક્રેનમાં ફસાયેલા સો જેટલા ગુજરાતીઓ વતન પરતા આવ્યા છે. તેમાથી મોટેભાગેના સ્ટૂડન્ટસ હોવાની વાલીઓના જીવમાં જીવ આવ્યો હતો. અનેક પરિવારજનો પોતાના સંતાનોને હેમખેમ પરત આવેલા જોઈને હાશકારો અનુભવી રહ્યા છે.યુદ્ધ જેવી ભયાનક સ્થિતીમાંથી સહિ સલામત વતન પરત આવતા વિદ્યાર્થીઓ પણ પરિવારજનોને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.ત્યારે યુક્રેન યુદ્ધની ભયાનક સ્થિતીમાંથી બહાર આવી હેમખેમ વતન આવેલા સ્ટૂડેન્ટસએ પણ હાશકારો લેતા ત્યાંની વિષમ સ્થિતીનું વર્ણન કર્યુ હતુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ