બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The government has formulated an action plan to ensure that the farmers get the right urea

મહામંથન / ખેડૂતોને હકનું યુરિયા મળે રહે તે માટે સરકારે ઘડ્યો એક્શન પ્લાન, બારોબાર સેરવી લઈને કરોડો રળતી કંપનીઓ સામે કાર્યવાહી

Vishal Khamar

Last Updated: 08:34 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેતી માટે ઉપયોગમાં લેવાતા યુરિયા ખાતરનાં કાળાબજારીયા થાય છે. પરંતું તેને અટકાવવા સરકાર દ્વારા કડક કાર્યવાહિ કરવામાં આવતી નથી. આ કાળાબજારીયા રોકવા માટે સરકાર એક્શન પ્લાન તૈયાર કરી રહી છે.

ખેતી માટે ઉપયોગમાં લેવાતા નીમ કોટેડ યુરિયાનું ખેડૂત માટે કેટલું મહત્વ છે તે કહેવાની જરૂર નથી. પરંતુ દેશભરમાં વર્ષોથી સબસીડીવાળા યુરિયાની કાળાબજારી થાય છે તે સૌ કોઈ જાણે છે. સરકાર કેન્દ્ર સ્તરે અને રાજ્ય સ્તરે પોતાની રીતે આવી કાળાબજારી રોકાય તે માટે સતત પ્રયાસ કરે છે પણ આ કાળાબજારી અટકતી નથી. હવે રાજ્ય સરકારે યુરિયાની કાળાબજારી અટકે એ માટે એકશન પ્લાન ઘડ્યો છે. વિવિધ વિભાગોનુ સંકલન કરીને સરકાર લાંબાગાળાની નીતિ વિચારી રહી છે. ત્યારે સવાલ એ છે કે ખેડૂતોના હકના યુરિયા કોણ ચાંઉ કરી જાય છે. ઔદ્યોગિક એકમો સુધી બારોબાર યુરિયા ન પહોંચી જાય એ માટે વધુ ને વધુ નક્કર નીતિ કેમ બની શકે. જે દેશમાં 350 લાખ ટન જેટલા યુરિયાની પ્રતિ વર્ષ માંગ રહેતી હોય તે દેશમાં યુરિયાની કાળાબજારી કોઈપણ હિસાબે અટકવી જ જોઈએ તેમાં બે મત નથી. કેન્દ્ર સરકારે તો હજારો કરોડની સબસીડીનો ગોટાળો અગાઉ ઝડપી પાડ્યો હતો અને રાજય સરકાર પણ હવે એ જ દિશામાં આગળ વધી રહી છે ત્યારે સરકારના પ્લાનમાં સફળતા કઈ રીતે મળશે. 

  • સબસીડાઈઝ યુરિયાનો ઔદ્યોગિક વપરાશે અટકાવવા પ્લાન
  • ખેડૂતોને જરૂરી યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવા સરકારની તૈયારી
  • યુરિયા ખાતરનો ઔદ્યોગિક વપરાશ અટકાવાશે

સબસીડાઈઝ યુરિયાનો ઔદ્યોગિક વપરાશ અટકાવવા પ્લાન તૈયાર કરવો પડશે.  તેમજ ખેડૂતોને જરૂરી યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવા સરકારની તૈયારી
યુરિયા ખાતરનો ઔદ્યોગિક વપરાશ અટકાવાશે. યુરિયાનો ઔદ્યોગિક વપરાશે કરતા ઉદ્યોગગૃહ, વિક્રેતાઓ સામે કાર્યવાહીની જરૂર છે.  જો કોઈ અધિકારીની સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.

  • યુરિયાનો ઔદ્યોગિક વપરાશ અટકાવવા સઘન કામગીરી થશે
  • યુરિયાના ડાયવર્ઝનના ચોક્કસ વિસ્તાર ઓળખાશે
  • યુરિયાના ડાયવર્ઝનવાળા વિસ્તારમાં સ્કવૉડની કામગીરી સઘન કરાશે 

સરકારનો પ્લાન શું છે?
યુરિયાનો ઔદ્યોગિક વપરાશ અટકાવવા સઘન કામગીરી થશે. યુરિયાના ડાયવર્ઝનના ચોક્કસ વિસ્તાર ઓળખાશે. યુરિયાના ડાયવર્ઝનવાળા વિસ્તારમાં સ્કવૉડની કામગીરી સઘન કરાશે. GST, GPCB, કસ્ટમ અને ગૃહ વિભાગનું સંકલન વધુ સુદ્રઢ કરાશે. ખાનગી વિક્રેતા કે સહકારી સંસ્થાની સંડોવણી હશે તો કડક કાર્યવાહી થશે. ખાનગી વિક્રેતા કે સહકારી સંસ્થાનું લાયસન્સ કાયમીધોરણે રદ થશે. યુરિયાની કાળાબજારી કરતા તત્વો સામે FIR થશે તેમજ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગના કાયદા હેઠળ કાર્યવાહી થશે.

હકના યુરિયા થઈ જાય છે ચાંઉ

નવસારી

ચીખલીમાં 88.37 લાખના સરકારી યુરિયા ઝડપાયા

સુરત

કડોદરા ચોકડીથી નીમ કોટેડ યુરિયાની 250 થેલી જપ્ત

મહેસાણા

ડાંગરવા ગામમાંથી ગેરકાયદે યુરિયા બનાવતી ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદ

નારોલના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ
યુરિયા ખાતરની 250 બેગ જપ્ત, 7 આરોપીની ધરપકડ

વડોદરા

પાદરાના કરખડી ગામમાંથી ઔદ્યોગિક એકમોને પહોંચાડાતું યુરિયા જપ્ત

પાલનપુર

જગાણા પાસેથી સબસીડાઈઝ યુરિયાનો જથ્થો જપ્ત
ઔદ્યોગિક એકમોને બારોબાર થતું હતું વેચાણ
ખાતરના 300 કટ્ટા જપ્ત કરાયા

સુરત

સચિન વિસ્તારમાંથી ગેરકાયદે યુરિયા ખાતર જપ્ત
54 ગુણી સાથે એકની ધરપકડ

ઉદ્યોગોમાં ક્યાં થાય છે યુરિયાનો ઉપયોગ?

  • પ્લાયવુડ
  • ક્રોકરી
  • મોલ્ડિંગ પાવડર
  • ડેરી
  • ખાણકામમાં વિસ્ફોટ
  • પશુચારા
  • રાળ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ