બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The government has changed the rule regarding bottled water, also worried about the quality of lighters

કવાયત / બોટલમાં મળતા પાણીને લઈને સરકારે બદલી નાંખ્યા નિયમ, લાઇટરની ગુણવત્તાની પણ કરી ચિંતા, આ દિવસે થશે લાગુ

Priyakant

Last Updated: 12:35 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BIS News: ક્વોલિટી કંટ્રોલ ઓર્ડસ (QCO) હેઠળ બે વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ-વેપાર, આયાત અને સ્ટોક ત્યાં સુધી નથી કરી શકાતું કે જ્યાં સુધી તેના પર BIS (ભારતીય ધોરણો) ચિહ્ન ધરાવતા હોય

  • ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓની આયાત અટકાવવા સરકારની કવાયત 
  • DPIIT એ 5 જુલાઇના રોજ નોટિફિકેશન બહાર પાડ્યું 
  • પાણીની બોટલ અને લાઇટર પર BIS માર્ક અનિવાર્ય 

સરકારે ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓની આયાત અટકાવવા અને આ ઉત્પાદનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે પીવાલાયક પાણીની બોટલો અને ફલેમ લાઇટર માટે ફરજિયાત ગુણવત્તા ધોરણો જાહેર કર્યા છે. જેને લઈ ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) એ 5 જુલાઇના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડસ (QCO) હેઠળ બે વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ-વેપાર, આયાત અને સ્ટોક ત્યાં સુધી નથી કરી શકાતું કે જ્યાં સુધી તેના પર BIS (ભારતીય ધોરણો) ચિહ્ન ધરાવતા હોય. 

બે વર્ષ સુધીની કેદ અથવા 2 લાખથી ઓછો દંડ 
હવે BIS એક્ટ, 2016 મુજબ બિન-BIS પ્રમાણિત ઉત્પાદનોનું સંગ્રહ અને વેચાણ પ્રતિબંધિત છે. BIS એક્ટની જોગવાઈનું ઉલ્લંઘન કરવા પર પ્રથમ ગુનાના કિસ્સામાં બે વર્ષ સુધીની જેલ અથવા 2 લાખ રૂપિયાથી ઓછો દંડ થઈ શકે છે. બીજા અને ત્યાર પછીના ગુનાના કિસ્સામાં દંડ ઓછામાં ઓછા 5 લાખ અને માલ અથવા વસ્તુઓની કિંમત કરતાં વધુમાં વધુ દસ ગણો સુધી વધશે. 

શું કહ્યું DPIITએ ? 
DPIITએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનની તારીખથી 6 મહિના પછી અમલમાં આવશે. આ પગલાંનો હેતુ ભારતમાં ગુણવત્તાયુક્ત વાતાવરણને મજબૂત બનાવવા અને જાહેર આરોગ્ય અને ગ્રાહક સુરક્ષાને વધારવાનો છે. ગયા મહિને સરકારે 20 રૂપિયાથી ઓછી કિંમતનાઅ સિગારેટ લાઇટરની આયાત પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આમાંના મોટાભાગનાઅ લાઇટરની કિંમત પ્રતિ યુનિટ રૂ.5 કરતાં પણ ઓછી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ