બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The ginning fairs around Viramgam take advantage of the helplessness of the farmers, do such tricks in harvesting cotton.

વિરોધ / વિરમગામ આસપાસની જીનિંગ મીલો ખેડૂતોની લાચારીનો ઉઠાવે છે ફાયદો, કપાસના ઉતારામાં કરે છે આવા ખેલ

Vishal Khamar

Last Updated: 04:27 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરમગામ APMCમાં કપાસના ભાવમાં ખેડૂતો સાથે છેંતરપીંડી કરવામાં આવે છે. કેટલીક જીનીંગ મીલ માલિકો દ્વારા ખેડૂતો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. જે બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

  • વિરમગામમાં કપાસના ભાવમાં છેતરપિંડી મુદ્દે ખેડૂતોનો વિરોધ
  • વેપારી ખરાબ કપાસના કાલામાંથી ઉઠાવે છે સેમ્પલ
  • કાલામાંથી 15 કિલો 16 કિલો પણ કપાસ નીકળી શકેઃ ખેડૂત

વિરમગામમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા આજે ખેડૂતોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે ખેડૂતઓએ જણાવ્યું હતું કે વિરમગામ એપીએમસીમાં કપાસના ભાવમાં ખેડૂતો સાથે છેંતરપીંડી કરવામાં આવે છે.  કેટલીક જીનીંગ  મીલ માલિકો દ્વારા ખેડૂતો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. જેમાં કપાસના કાલા ઉતાર્યા બાદ 500 ગ્રામ કાલાના સેમ્પલમાંથી ભાવ નક્કી કરવામાં આવે છે.  વેપારીઓ કપાસના જથ્થામાંથી ખરાબ કપાસના કાલામાંથી સેમ્પલ ઉઠાવે છે. ત્યારે વેપારીઓની આ મનમાની સામે ખેડૂતો લાચાર બન્યા છે.

પોષણક્ષમ ભાવ ન મળતા હોવા છતાં ખેડૂત કપાસ વેચવા મજબૂરઃખેડૂત
Vtv આજે વિરમગામ APMC પહોંચ્યું હતું જ્યાં કપાસનું વેચાણ કરવા માટે વેપારીઓ આવે છે ત્યારે આ બાબતે ખેડૂતને પૂછતા ખેડૂતોએ જણાવ્યું હતું કે કપાસને કાલા તરીકે ઓળખવામાં આવે છે. કાલામાંથા 15 કિલો 16 પણ કપાસ નીકળી શકે છે.  જો 15 કિલોની ઉપર કપાસ નીકળે તો તે પ્રમાણેના ભાવ વેપારીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતા નથી અને જો કાલામાંથા 15 કિલોથી નીચે કપાસ નીકળે તો વેપારીઓ દ્વારા પૈસા કાપી લેવામાં આવે છે. ત્યારે વેપારીઓ દ્વારા કાલા ભરેલ ટ્રેક્ટરમાંથી ઈચ્છા પડે ત્યાંથી સેમ્પલ ઉઠાવવામાં આવે છે.  જેથી ખેડૂતને ભાવ ન પોષાય તો પણ ખેડૂત પોતાનો માલ બીજે લઈ જઈ શકતો નથી.  કાલા કપાસનો MSP માં પણ સમાવેશ કરવામાં આવેલ નથી. ત્યારે ભાવ ન પોષાતા ન હોવા છતાં ખેડૂતો કપાસ વેચવા મજબૂર બન્યા છે.

અહિંસક રીતે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશેઃખેડૂત
આ બાબતે ખેડૂતે મહારેલી બાબતે જણાવ્યું હતું કે મામલતદારને આવેદનપત્ર આપવાનું છે. વિરમગામથી લઈ રાધનપુર સુધી લોકો દેશી કાલા કપાસની ખેતી કરે છે.  અને કાલા તરીકે વેચે છે. વેચવા જાય ત્યારે વેપારીઓએ એનું કર્ટેલ બનાવી ખેડૂતો પાસેથી  20 કિલોએ સાડા ચૌદ કિલોનો ઉતારો માંગે છે અને તો સાડા ચૌદ કિલોથી ઉપર ઉતારો નીકળે તો તેના પૈસા આપવામાં આવતા નથી. તેમજ કપાસનો માલ વેચ્યા બાદ વેપારીઓ દ્વારા ખેડૂતોને 15 દિવસ બાદ પૈસા આપવામાં આવે છે. આ સમગ્ર મામલે અહિંસક રીતે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ