બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / The future under the shade of leaves in the scorching heat. In Morbi, the old school was demolished without any planning, education was not counted

ભણશે ગુજરાત? / આગ ઝરતા તાપમાં પતરાના શેડ નીચે ભવિષ્ય.! મોરબીમાં કોઈ પણ આયોજન વગર જૂની સ્કૂલ તોડી પાડી, ભણ્યા પણ ગણ્યા નહીં

Vishal Khamar

Last Updated: 11:27 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી શહેરના વોર્ડ નંબર 12 માં આવેલ બોરીયા પાટી સરકારી શાળાના વિદ્યાર્થીઓ શાળાનું બિલ્ડીંગ ન હોવાથી હાલમાં પતરાના શેડ નીચે તડકામાં શિક્ષણ લેવા માટે થઈને મજબૂર બન્યા છે અને નવી શાળા ક્યારે બનશે તે અંગેની કોઈ માહિતી આચાર્ય કે જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી પાસે નથી.

  • મોરબીમાં બાળકો પતરાના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર
  • બોરિયાપાટી પ્રાથમિક શાળામાં ઓરડા થયા હતા જર્જરિત
  • નવા ઓરડા ન બનતા વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર

  રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે આવતા બાળકોની સંખ્યામાં વધારો થાય તેમજ સરકારી શાળામાં અભ્યાસ માટે થઈને આવતા વિદ્યાર્થીઓને સારામાં સારી સુવિધા મળે તેના માટે લાખો અને કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે જોકે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આવી જ પરિસ્થિતિ હાલમાં મોરબી શહેરના વોર્ડ નંબર 12 માં આવેલ બોરિયા પાટી વિસ્તારમાં જોવા મળી રહી છે ત્યાં વર્ષો જૂની બોરીયા પાટી પ્રાથમિક શાળા આવેલ છે આ શાળાના જર્જરીત બિલ્ડીંગ ને તોડી પાડવા માટે થઈને વર્ષ 2022માં હુકમ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી પણ નવું બિલ્ડીંગ ક્યારે બનશે ?, કેવી રીતે બનશે ? અને કેટલા ખર્ચે બનશે ? તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી ન હતી જેથી કરીને શાળાના આચાર્ય દ્વારા એક વર્ષ કરતાં વધુ સમય સુધી જર્જરત બિલ્ડિંગમાં જ વિદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી ચાલુ રાખી હતી.

પતરાનાં શેડ નીચે અભ્યાસ કરતા બાળકો

ચોમાસા દરમિયાન આ ખુલ્લા શેડમાં વિદ્યાર્થીઓ કેવી રીતે શિક્ષણ મેળવશે તે એક પ્રશ્ન
 જો કે, વર્ષ 2023 ના એપ્રિલ મહિનામાં આ જૂની જર્જરીત બિલ્ડીંગને તોડી પાડવામાં આવી છે પરંતુ અફસોસની વાત એ છે કે આજ દિવસ સુધી બોરીયા પાટી પ્રાથમિક શાળાની અંદર કેટલા રૂમ બનશે ? તેવું બિલ્ડીંગ કેવુ બનશે ?, કેટલા ના ખર્ચે બિલ્ડિંગ બનશે ? તેની કોઈ માહિતી શાળાના આચાર્ય કે પછી પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે નથી એક બાજુ ઉનાળાની કાળજાળ ગરમી છે જેમાં પત્રના સેડ નીચે બેસીને વિદ્યાર્થીઓને હાલમાં શિક્ષણ મેળવવું પડે છે અને આગામી દિવસોમાં ચોમાસુ પણ સક્રિય થવાનું છે ત્યારે ચોમાસા દરમિયાન આ ખુલ્લા શેડમાં વિદ્યાર્થીઓ કેવી રીતે શિક્ષણ મેળવશે ? અને જો કોઈ અકસ્માતની ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ ? તે સહિતના પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે આટલું જ નહીં પરંતુ શાળાના આચાર્ય દ્વારા અવારનવાર બાંધકામ વિભાગમાં શાળાના નવા બિલ્ડિંગ માટે જાણ કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ આ શાળા નું કામ ક્યારે શરૂ થશે ? ક્યારે પૂર્ણ થશે ? તેની કોઈ માહિતી કોઈ પાસે નથી જેથી કરીને વિદ્યાર્થીઓને ખુલ્લામાં પતરાના શેડ નીચે શિક્ષણ મેળવવું પડે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ હાલના સંજોગોમાં દેખાતો નથી અને આ શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓની ઘોરબેદરકારી કહીએ તો તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

સ્કૂલનું બાંધકામ હજુ સુધી શરૂ થયું નથી

તાત્કાલીક ધોરણે સ્કૂલનું કામ પૂર્ણ થાય અને સ્કૂલ શરૂ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવેઃ  વીરજીભાઈ ચાવડા
આ બાબતે મોરબીનાં વોર્ડ નં. 12 નાં પૂર્વ સભ્ય વીરજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં જે જર્જરીત સ્કૂલ હતી. તે સ્કૂલ પાડી દીધી છે. ત્યારે સ્કૂલ પાડતા પહેલા બાળકોને ભણવા માટેની અલગ બિલ્ડીંગ ફાળવવું જરૂરી છે.  ત્યારે હાલ બાળકો છાપરા નીચે ભણી રહ્યા છે. જ્યાં બાળકો માટે કોઈ પાયાની સુવિધા કરવામાં આવી નથી. જેથી બાળકો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ ગરમીમાં બાળકો ભણી શકે. ત્યારે તાત્કાલીક ધોરણે સ્કૂલનું કામ પૂર્ણ થાય અને સ્કૂલ શરૂ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. 

વીરજીભાઇ ચાવડા (માજી સભ્ય વોર્ડ નં 12, મોરબી)

હાલ પતરાનાં શેડ નીચે બે પાળીમાં વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ચાલુ કરી દીધેલ છેઃ આચાર્ય
આ બાબતે મોરબીનાં બોરીયા પાર્ટી શાળાનાં આચાર્યએ જણાવ્યું હતું કે,  અમારી જૂની શાળા જેમાં છ રૂમ હતા. જેમાં બે રૂમ પતરાનાં હતા. બે જર્જરીત છત વાળા રૂમ હતા. જેમાંથી ચોમાસામાં પાણી ભરાતું હતું.  મને આજથી 13 થી 14 મહિના પહેલા પહેલા મને બાંધકામ શાખામાંથી એક હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે સ્કૂલ જર્જરીત હોવાથી પા઼ડી નાંખવામાં આવે. ત્યારે હુકમ થતા મેં મેદાન ખુલ્લુ પણ કરી આપ્યું છે. અને એપ્રિલમાં વર્ક ઓર્ડર પણ આવી ગયો છે.  પણ પ્લાનનાં વાંકે આ કામકાજ અટકીને પડ્યું છે. અમારા વિસ્તારમાં પતરાનાં શેડની વ્યવસ્થા છે. જ્યાં ધો. 5 નાં 200 બાળકો બેસાડી શકાય તેવી જગ્યા અમારા ધ્યાનમાં આવેલ ત્યારે અમે હાલ પતરાનાં શેડ નીચે બે પાળીમાં 1 થી 5 અને 6 થી 8 નો અભ્યાસક્રમ ચાલુ કરી દીધેલ છે.  ત્યારે હાલ અમને વાલીઓ તેમજ કોર્પોરેટરોનો પણ સારો સહયોગ  છે. ચોમાસાને લઈને પણ અમે વોટરપ્રફ શેડની પણ વ્યવસ્થા કરેલી છે. 

અજીતભાઇ મોરડીયા (આચાર્ય બોરીયા પાટી શાળા, મોરબી)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ