બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The fourth wave of Corona will start from this date.

સતર્ક રહો / આ તારીખથી શરૂ થશે કોરોનાની ચોથી લહેર, લોકોની ઊંઘ ઉડી, IITના દાવામાં કેટલો દમ ?

Mehul

Last Updated: 04:21 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈઆઈટી- કાનપુરે હવે ચોથી લહેરના આગમનની ચોક્કસ તારીખ જણાવી. દેશમાં આગામી 22 જૂનથી ચોથી લહેર શરૂ થઈ જશે.23 ઓગસ્ટ સુધીમાં એ લહેર તેની પીક પર પહોંચશે

  • કોવિડ પ્રોટોકોલનું ચુસ્ત પાલન જરૂરી 
  • પાલન જ આગામી લહેર સામે સુરક્ષિત રાખશે
  •  નિયમોનું પાલન કરીએ તો સુરક્ષિત રહીશું 

કોરોના મહામારીએ ભારત સહિત દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થા અને સામાન્ય માનવીની જિંદગીને બહુ ખરાબ રીતે પ્રભાવિત કરી છે. કોરોનાની ત્રીજી લહેર ભલે બીજી લહેર જેટલી ઘાતક પુરવાર ન થઈ હોય, પરંતુ તે ઘણા પાઠ જરૂરથી શીખવી ગઈ છે. આથી જ સરકાર, આરોગ્ય તંત્ર અને ખુદ લોકો પણ હવે વધુ સાવચેતી દાખવી રહ્યા છે. દેશમાં હવે કોરોનાના નવા દૈનિક કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને એક્ટિવ કેસ પણ 70 હજારથી ઓછા રહી ગયા છે ત્યારે કોરોનાની વધુ એક લહેરની આગાહીએ તમામ લોકોની ઊંઘ ઉડાડી દીધી છે.

કોરોના સંક્રમણનો ગ્રાફ દિન-પ્રતિદિન નીચે જઈ રહ્યો હોવાથી સરકારે નિયંત્રણોમાં પણ ઘણી છૂટછાટો આપી દીધી છે અને આપણા સૌની જિંદગી ફરી સામાન્ય બનીને પાટે ચડી રહી છે. એવા સંજોગોમાં કોરોનાની અગાઉની લહેરની એકદમ સટિક આગાહી કરનારી સંસ્થા આઈઆઈટી-કાનપુરે મહામારીની ચોથી લહેર વિશે આગાહી કરીને ચિંતા વધારી દીધી છે.

ચોથી લહેરના આગમનની ચોક્કસ તારીખ, IIT કાનપુરનો દાવો

આપણા દેશમાં કોરોનાના અત્યંત ચેપી એવા ઓમિક્રોન વેરિઅન્ટના કારણે ત્રીજી લહેર આવી હતી, જે હવે સમાપ્ત થવાના આરે હોવાથી બધા લોકો રાહત અનુભવી રહ્યા છે, પરંતુ આ રાહત કાયમી નથી એ તો બધાં જાણે છે. અગાઉ બે વખત કોરોનાની લહેર અંગે સચોટ દાવા કરી ચૂકેલી આઈઆઈટી- કાનપુરે હવે ચોથી લહેરના આગમનની ચોક્કસ તારીખ પણ જણાવી દીધી છે. તેમના અનુમાન અનુસાર દેશમાં આગામી 22 જૂનથી ચોથી લહેર શરૂ થઈ જશે.23 ઓગસ્ટ સુધીમાં એ લહેર તેની પીક પર પહોંચશે અને ઓછામાં ઓછી ઓક્ટોબર મહિના સુધી એ લહેર ચાલશે.

936 દિવસ બાદ ચોથી લહેર શરૂ થઈ શકે છે

સંશોધકોના દાવા અનુસાર ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યાના 936 દિવસ બાદ ચોથી લહેર શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં સત્તાવાર રીતે કોરોના સંક્રમણનો પ્રથમ કેસ30 જાન્યુઆરી, 2020ના રોજ સામે આવ્યો હતો. અભ્યાસમાં કરવામાં આવેલા અનુમાન અનુસાર કોરોનાની ચોથી લહેર 22 જૂનથી શરૂ થશે અને તે 24 ઓક્ટોબર સુધીમાં ખતમ થાય તેવી શક્યતા રહેલી છે. ચોથી લહેરની પીક તા. 15થી 31 ઓગસ્ટ દરમિયાન રહેશે. દેશમાં 23 ઓગસ્ટે સૌથી વધુ નવા દૈનિક કેસ સામે આવશે. ત્યારબાદ કેસની સંખ્યા ઘટવા લાગશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ચોથી લહેરની ગંભીરતા કોરોનાના નવા વેરિઅન્ટના આગમનની સંભાવના અને દેશમાં વેક્સિનેશનની સ્થિતિ પર જ નિર્ભર કરશે.

સરકાર જોકે અગાઉની આગાહીઓની જેમ આઈઆઈટી-કાનપુરની ચોથી લહેરની આ આગાહીને પણ બહુ ગંભીરતાથી લેવાના મૂડમાં નથી. નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે આ અંગે જણાવ્યું હતું કે આઈઆઈટી-કાનપુરનું રિસર્ચ પ્રતિષ્ઠિત અને અનુભવી લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલું મૂલ્યવાન ઇનપુટ છે. આમ છતાં પણ તમામ અંદાજ ડેટા અને ધારણાઓ પર જ આધારિત છે અને અમે સમયાંતરે જુદા જુદા અંદાજો જોયા છે. તેઓ કેટલીક વખત એટલા અલગ હોય છે કે સમાજ માટે માત્ર અનુમાનોના આધારે જ નિર્ણયો લેવા ખૂબ જ અસુરક્ષિત હશે. સરકાર આ અનુમાનોને યોગ્ય આદર આપે છે, કારણ કે તે પ્રતિષ્ઠિત લોકો દ્વારા કરવામાં આવેલ વૈજ્ઞાનિક કાર્ય છે, પરંતુ ચોથી લહેર આગાહી પ્રમાણે જ આવશે એ કહેવું હાલના તબક્કે ખૂબ મુશ્કેલ કાર્ય છે.

આરોગ્ય ક્ષેત્રના ટોચના નિષ્ણાતો જણાવે છે કે આપણા દેશમાં વેક્સિનેશન પુરજોશમાં ચાલી રહ્યું છે અને આટલા મોટા દેશમાં 1.78 અબજથી વધુ લોકોને વેક્સિનના ડોઝ આપવા એ કોઈ નાની સિદ્ધિ નથી. વેક્સિનેશનના કારણે જ આપણે ત્યાં ઓમિક્રોન જેવા અત્યંત સંક્રામક વેરિઅન્ટના આગમન બાદ પણ સ્થિતિ કાબૂમાં રહી હતી અને મૃત્યુઆંક પણ ખૂબ વધ્યો ન હતો. કદાચ આઈઆઈટી-કાનપુરની આગાહી અનુસાર જો દેશમાં કોરોનાની ચોથી લહેર આવે છે તો પણ તેની તીવ્રતા એટલી ઘાતક નહીં હોય અને હવે આપણું તંત્ર કોઈ પણ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ બની ગયું છે.

દેશમાં હવે પ્રતિદિન સાત હજારથી પણ ઓછા નવા કેસ નોંધાઈ રહ્યા છે અને રોજેરોજ આ આંકડો ઘટી રહ્યો છે ત્યારે કોરોનાની ચોથી લહેરના દાવામાં વૈજ્ઞાનિક દૃષ્ટિએ દમ ભલે હોય, પરંતુ આપણે તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. આવા સંજોગોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન જ આપણને આગામી લહેર સામે સુરક્ષિત કરી શકે તેમ છે. સાવધાન રહીએ અને તમામ નિયમોનું પાલન કરીએ તો આપણે સુરક્ષિત રહીશું જ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ