બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / the farmers of dhoraji wrote letter to Minister of Agriculture for Fear of damage to crop

ચિંતા / પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોનું ટેન્શન વધ્યું, કૃષિમંત્રીને લેટર લખી કરી આ માંગણી

Khyati

Last Updated: 12:37 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ધોરાજીમાં ખેડૂતો મુશ્કેલીમાં. રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાતા સીએમ અને કૃષિમંત્રીને પત્ર લખીને માંગી મદદ

  • ધોરાજીમાં પ્રતિકૂળ વાતાવરણથી ખેડૂતોના પાકને નુકસાન
  •  ખેડૂતોએ પત્ર લખી CM અને કૃષિ મંત્રીને રજૂઆત કરી
  • પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત

ખેડૂતોની સમસ્યા ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક કમોસમી વરસાદ તો હવે પ્રતિકૂળ વાતાવરણને કારણે ખેડૂતોની  મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઇ છે. ખેડૂતોએ મસમોટો ખર્ચ કરીને રવિપાકનું વાવેતર કર્યુ પરંતુ ખરાબ વાતાવરણને કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. 

મુખ્યમંત્રી-કૃષિમંત્રીને પત્ર લખી માગ મદદ 

વાત છે ધોરાજીની.ખેતરમાં લહેરાતો આ પાક ખેડૂતોની મહેનતનું પરિણામ છે પરંતુ જ્યારે કુદરત રુઠે ત્યારે કરવું શું. ?  સારામાં સારુ બિયારણ અને ખાતર લાવીને વાવેતર કર્યું.  રાત દિવસ એક કરીને ખેડૂતોએ મહેનત કરી અને પરિણામે જોવા મળ્યુ નુકસાન.  ધોરાજીમાં  વાવેતરમાં નુકસાનની ભીતિ સેવાઇ છે. શિયાળા દરમિયાન ખેડૂતોએ રવિપાક જેવા કે ચણા, જીરુ અને ધાણાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ હતું પરંતુ પ્રતિકૂળ વાતાવરણને લીધે ખેડૂતોને પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ છે. પરિણામે ધોરાજીના ખેડૂતોએ ખેતરમાં બેસીને ગુજરાતના મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને એક પત્ર લખીને રવિ સીઝનમાં થયેલ પાક નુકસાનના વળતર માટે માંગ કરી છે,

ચણાના પાકને નુકસાન, પાકવીમાની માગ

પ્રતિકૂળ વાતાવરણને કારણે ખેડૂતોને ચણા અને ધાણાના પાકમાં નુકસાન થયુ છે.  ચણાના પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોની મહેનત માથે પડી છે. એક તરફ અતિવૃષ્ટિને કારણે નુકસાન થયુ. તેમાં પાકવીમાની રકમ હજી સુધી મળી નથી ત્યાં જ હવે ફરી એકવાર નુકસાની થતા ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યા છે.  પૈસા વ્યાજે લાવીને વાવેતર કર્યુ પરંતુ સરકાર દ્વારા પાકવીમો ચૂકવાયો નથી.ખેડૂતો એ કરેલ વાવેતરમાં એક વીઘે 15 હજાર જેટલો વાવેતર અને ઉત્પાદન ખર્ચ કર્યો છે જેની સામે તેઓને માત્ર 3 થી 4 હજાર રૂપિયા મળી રહેતા ખેડૂતોએ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
 
શું છે ખેડૂતોની માગ

સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર ક્યાંયને ક્યાં મુશ્કેલીઓ આવી રહી છે અતિ વૃષ્ટિ, પાક નિષ્ફ્ળ ને સરકાર દ્વારા પાક વીમો નહિ ચૂકવો સહિતની મુશ્કેલી નો સામનો ખેડૂતો કરી રહ્યાં છે . ત્યારે ધોરાજીના ખેડૂતોની માગ છે કે સરકાર તેમની વ્હારે આવે.સર્વે કરીને પાક વીમો આપે  જેથી થોડોક ટેકો થાય અને આવી રહેલ બીજી સીઝનમાં નવા પાક ના વાવેતરમાં થોડીક આર્થિક મદદ મળી શકે.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ